આત્મા-સૌથી સૂક્ષ્મ સૌથી ઉપર.
આત્મા માટે અથવા કહો કે અંતરઆત્મા કે અંત:કરણને સમજાવવા ગ્રંથ પણ નાના પડે. અહી કેટલાક મહાનુભાવોના વિચાર દર્શાવ્યા છે.
કહેવાય છે કે જે જેટલું મોટું હોય તેને તેટલા જ નાના સ્વરૂપમાં સમજી શકાય!
આ કેટલાક વાક્યો કદાચ આત્માને સમજાવી શકે તો પ્રયત્ન સફળ ગણાય.
જેમ શરીર માટે
સારું સ્વસ્થ્ય જરૂરી છે,
તેમ આત્મા માટે
સારું અંત:કરણ જરૂરી છે.
– એડિસન.
સજજનોની મહાનતા
તેઓના અંત:કરણમાં હોય છે,
લોકોની પ્રશંસામાં નહીં.
– થોમસ કેમ્પિસ.
જ્યાં આત્માનું રાજ્ય
શરૂ થાય છે,
ત્યાં મારુ રાજ્ય
સમાપ્ત થાય છે.
– નેપોલિયન બોનાપાર્ટ.
ન્યાયની અદાલતોથી પણ મોટી એક
અદાલત હોય છે, અને તે છે
અંતરઆત્માના અવાજની,
આ અંતર આત્માના અવાજની
અદાલત બધી અદાલતો કરતાં શ્રેષ્ઠ છે.
શરીરથી ઇન્દ્રિયો શ્રેષ્ઠ છે,
ઇન્દ્રિયોથી મન શ્રેષ્ઠ છે.
મનથી બુદ્ધિ શ્રેષ્ઠ છે અને જે
બુદ્ધિથી પણ શ્રેષ્ઠ છે તે આત્મા છે.
– વેદ વ્યાસ.
આજે વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ છે.
લોકો આકાશગંગા અને બ્રહ્માંડ અંગે શોધ સંશોધન કરે છે.
પણ એજ વિજ્ઞાન પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટરોનની વાત કરે છે.
મોટું જેટેલું છે તેટલું જ નાનું જાણવું જરૂરી છે.
હવે તો ક્વોન્ટમ ની વાત સામાન્ય રીતે સમજી શકાય જ નહીં એવી હોય છે.
આજ બાબત આધ્યાત્મિકતાને લાગુ પડે છે.
કોઈનું કહેલું સાંભળવા કરતાં અનુભવવું એ જ શ્રેષ્ઠ ઉપાય છે.