Press "Enter" to skip to content

ઓપરેશન પોલો અને હૈદરાબાદનો ભારતમાં વિલય

Pankaj Patel 5

ઓપરેશન પોલો:

એ નિઝામ શાસીત હૈદરાબાદ સામેની લશ્કરી કાર્યવાહીનું નામ છે. અન્યત્ર એ ‘પોલીસ પગલાં’ તરીકે પણ ઓળખાય છે. 17 September 1948 ના દિવસે હૈદરાબાદ શરણે આવ્યું. આમ, આ દિવસે હૈદરાબાદ રાજયનું સ્વતંત્ર અસ્તિત્વ મટી તે ભારતમાં ભળ્યું.

પૂર્વાવલોકન:

ભારતની આઝાદી સાથે દેશના અનેક રાજ્યો પણ ટેકનીકલી આઝાદ થયા. કાશ્મીર, જુનાગઢ અને હૈદરાબાદ એમાં સૌથી વિશિષ્ટ સાબિત થયા. હૈદરાબાદ રાજ્ય મોટું અને સંપન્ન હતું. પોતાની સેના, ટપાલ, રેલ્વે, જેવી આવશ્યક સેવાઓ અને સગવડો ધરાવતું હતું. તેનો શાશક નિઝામ તે સમયે દુનિયાનો સૌથી ધનિક વ્યક્તિ હતો. તે પોતે સ્વતંત્ર રહેવા માંગતો હતો. બીજી અનેક મુશ્કેલીઓ ઉપરાંત તેની વસ્તી હિન્દુ અને રાજા મુસ્લિમ એ મોટી તકલીફ હતી. વળી, તેનું રાજ્ય લેંડલોક હતું. એટલે દરિયા કિનારો નહોતો. બહુમતી પ્રજાને રાજા સ્વીકાર્ય નહોતો. ભારત સરકાર તેની સ્વતંત્રતાની આડઅસરો સમજી ગઈ હતી.

રઝાકારો:

ઓપરેશન પોલો

આઝાદી સામયની સ્થિતિથી વાકેફ નિઝામે લશ્કરી તૈયારીઓ પહેલાથી જ શરૂ કરી દીધી હતી. તેના લશ્કરમાં આરબ, ઉત્તરી મુસ્લિમો અને પઠાણ સૈનિકોની ભરતી કરી હતી. રાજયમાં મહમદ રીઝવીની આગેવાનીમાં રઝાકારોની સમાંતર સરકાર શરૂ થઈ હતી. રઝાકારો ઉન્માદી મુસ્લિમોનું પ્રતિનિધિત્વ કરતા. હિન્દુ પ્રજા પર ત્રાસ ગુજારવાનું શરૂ થયું. ગામડા સળગાવી લૂંટફાટ થવા લાગી. નિઝામ પોર્ટુગલ સાથે ગોવા ખરીદવા કે સમજૂતી કરવા પ્રયત્નશીલ હતો. જેથી દરિયા કિનારો મેળવી શકાય. પાકિસ્તાન પોતાની રીતે સક્રિય હતું. નહેરુ વાતચીતથી મામલો ઉકેલવા માગતા હતા. પણ દેશી રાજ્યોનો હવાલો સાંભળતા સરદાર પટેલની ધીરજ હવે ખૂટી હતી.

ઓપરેશન પોલો

 

પોલીસ પગલાં:

આંતર રાષ્ટ્રીય પરિસ્થિતી જોતાં લશ્કરી કાર્યવાહીને પોલીસ પગલાં તરીકે જાહેર કરવામાં આવી.

13 September 1948 ના દિવસે કાર્યવાહી શરૂ થઈ.

અને માત્ર પાંચ દિવસમાં જ હૈદરાબાદે શરણાગતિ સ્વીકારી લીધી.

આઝાદ ભારતની લશ્કરી કાર્યવાહીઓમાં આ એક વિશિષ્ટ ઓપરેશન છે.

ઠોસ ઇરાદો, ઝડપી કાર્યવાહી અને ન્યુનત્તમ નુકશાનનું એ ઉદાહરણ છે.

ઓપરેશન પોલોની સફળતાએ ભારતના ઈરાદા જ નહીં નિર્ધારને પણ દુનિયા સમક્ષ સ્પષ્ટ કરી દીધા.

આંતરિક પડકારો સ્વતંત્ર રીતે જ ઉકેલાશે એ જાહેર થયું.

દેશની વચ્ચોવચ હૈદરાબાદનું ગૂમડું નશ્યત થયું.

આ સફળતા કાશ્મીરમાં દોહરાવી ના શકાઈ એ દુખદ રીતે સ્વીકારવું રહ્યું.

17 September 1948:

17 September સાંજના પાંચ વાગ્યા સુધીમાં ભારતીય સેના બધા મોરચે ફતેહ મેળવી ચૂકી હતી. સાંજે 4:00 વાગે ભારતીય એજન્ટ જનરલ કનૈયાલાલ મુનશીને નિઝામે પોતાના આવસે બોલાવ્યા. તેણે હવે શું કરવું એની સલાહ માગી. મુનશીજીએ પ્રજાની રક્ષા માટે તંત્ર પોતાના હાથમાં લઈ જરૂરી હુકમો આપવા સલાહ આપી. એ મુજબ હૈદરાબાદ સ્ટેટ આર્મીના મેજર જનરલને હુકમો પણ અપાઈ ગયા.

 

ઓપરેશન પોલો

આ પછી સત્તાવાર રીતે 18 September ના દિવસે સાંજે 4:00 વાગે ભારતીય સેનાના જનરલ ચૌધરી સમક્ષ હૈદરાબાદ સેનાએ સરેન્ડર કર્યું. આમ, ઓપરેશન પોલો સંપૂર્ણ સફળતા પૂર્વક પૂરું થયું.

ઓપરેશન પોલો

સરદાર પટેલની કુનેહ:

 

નિઝામની શરણાગતિ બાદ સરદાર સાહેબ ખુદ હૈદરાબાદ ગયા. એરપોર્ટ પર નિઝામ ખુદ તેમને આવકારવા આવ્યા. અહી પણ સરદારે નિઝામની ગરિમા જળવાય તેનું ધ્યાન રાખ્યું. તેઓ હેતુ સિદ્ધ કરવા માગતા હતા. એ સિદ્ધ થયા બાદ વૈમનસ્ય ભૂલી જતા. આમ, એક પછી એક રાજ્યો જોડી અખંડ ભારતનું સ્વપ્ન સાકાર કર્યું. સરદાર તેમના ધ્યેય બાબતે ખૂબ સ્પષ્ટ હતા. સમયાનુસાર યોગ્ય રીત અપનાવી દેશના ભાગલથી જેટલો પ્રદેશ ગુમાવેલો તેથી વધુ વિસ્તાર તેમણે જોડીને દેશને મજબૂત બનાવ્યો.

Pankaj Patel

कक्षा 12 मे जीव विज्ञान पसंद था फिर भी Talod कॉलेज से रसायण विज्ञान के साथ B.sc किया। बाद मे स्कूल ऑफ सायन्स गुजरात युनिवर्सिटी से भूगोल के साथ M.sc किया। विज्ञान का छात्र होने के कारण भूगोल नया लगा फिर भी नकशा (Map) समजना और बनाना जैसी पूरानी कला एवम रिमोट सेंसिंग जैसी नयी तकनिक भी वही सीखी। वॉशिंग पाउडर बनाके कॅमिकल कारखाने का अनुभव हुआ तो फूड प्रोसेसिंग करके बिलकुल अलग सिखने को मिला। मशरूम के काम मे टिस्यु कल्चर जैसा माईक्रो बायोलोजी का काम करने का सौभाग्य मिला। अब शिक्षा के क्षेत्र मे हुं, अब भी मै मानता हूँ कि किसी एक क्षेत्र मे महारथ हासिल करने से अलग-अलग क्षेत्रो मे सामान्य ज्ञान बढाना अच्छा है। Follow his work at www.zigya.com

More Posts

  1. minecraft minecraft

    Attractive portion of content. I simply stumbled upon your site
    and in accession capital to claim that I acquire actually enjoyed account
    your weblog posts. Anyway I will be subscribing to your feeds and
    even I fulfillment you get right of entry to persistently
    quickly.

  2. minecraft minecraft

    Hello, I enjoy reading through your article. I wanted to write
    a little comment to support you.

  3. minecraft minecraft

    Having read this I thought it was very enlightening. I appreciate you taking the time and energy to put this information together.
    I once again find myself spending way too much time both reading and leaving comments.
    But so what, it was still worthwhile!

  4. minecraft minecraft

    We’re a group of volunteers and starting a new scheme
    in our community. Your website offered us with valuable information to work on. You’ve
    done a formidable job and our entire community will be thankful
    to you.

  5. furtdso linopv furtdso linopv

    Wohh just what I was looking for, thanks for putting up.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *