Press "Enter" to skip to content

કફ – રોજીંદી તકલીફના ઘરગથ્થુ આયુર્વેદિક ઉપચાર

Pankaj Patel 1

કફ એ રોજીંદી સમસ્યાઓ પૈકીની એક છે.

આપણે તેને પ્રાધાન્ય આપીએ કે નહીં તે ગૌણ બાબત છે. 

સતત હેરાન કરતી આ સમસ્યા માટે કેટલાક ઘરગથ્થુ ઉપચારો સૂચવ્યા છે. 

અન્ય ઉપચારોની જેમ અહી પણ એ સ્પષ્ટ કરવું જરૂરી છે કે આ ઉપચારો જાત અનુભવથી સિદ્ધ થયેલા અને અસરકારક છે. 

તેમ છતાં, વ્યક્તિની શરીરની પ્રકૃતિ અને રોગની લાક્ષણિકતા મુજબ દરેક ઉપચાર બધા માટે કારગર ના પણ હોય. 

અહી કોઈના રોગનું નિદાન કરવાનો પ્રયાસ નથી પણ સર્વને માટે ઉપયોગી પ્રાથમિક ઉપચારો સૂચવવાનો હેતુ છે. 

કોઈ પદાર્થની એલર્જી હોય કે  વિશિષ્ટ પરિસ્થિતિ હોય તો  વૈદ કે ડોકટરની સલાહ અનુસાર ઉપચાર કરવા ભલામણ છે. 

કફ ના ઉપચાર માટે નીચેના ઉપાયો અજમાવો:  

  • કાંદાનો ઉકાળો પીવાથી કફ મટે છે.
  • અર્ધા તોલા જેટલું મધ દિવસમાં ચાર વાર ચાટવાથી કફ મટે છે.
  • દોઢથી બે તોલા આદુના રસમાં મધ મેળવી પીવાથી કફમાં ફાયદો થાય છે.
  • તુલસીનો રસ 3 ગ્રામ, આદુનો રસ 3 ગ્રામ અને એક ચમચી મધ સાથે લેવાથી કફમાં ફાયદો થાય છે.
  • એલચી, સિંધવ, ઘી અને મધ ભેગાં કરીને ચાટવાથી કફમાં ફાયદો થાય છે.
  • દરરોજ થોડી ખજૂર ઉપર પાંચ ઘૂંટડા ગરમ પાણી પીવાથી કફ પાતળો થઈને બહાર નીકળે છે અને ફેફસાં સાફ બને છે.
  • આદુંનો રસ, લીંબુનો રસ અને સિંધવ મેળવી જમતાં પહેલાં લેવાથી કફ, શ્વાસ અને ઉધરસ મટે છે.
  • દૂઘમાં હરદળ, મીઠું અને ગોળ નાખી ગરમ કરી પીવાથી કફમાં ફાયદો થાય છે.
  • રાત્રે સૂતી વખતે ત્રણ-ચાર તોલા શેકેલા ચણા ખાઈ ઉપર પાશેર દૂશ પીવાથી શ્વાસનળીમાં એકડો થયેલો કફ નીકળી જાય છે.

આ ઉપરાંત બીજા પણ ઉપચારો અજમાવી શકાય: 

  • આદુંનો રસ અડધો તોલો મધ સાથે દિવસમાં ત્રણ ચાર વાર લેવાથી કફ મટે છે.
  • અજમો અને એલચી ચાવી તેનો રસ ગળી જવાથી કફમાં ફાયદો થાય છે.
  • જવખારની ગોળમાં ગોળી કરી મોમાં રાખવાથી કફમાં ફાયદો થાય છે.
  • પકાવેલા સમુદ્ર ફળને પાણીમાં ઘસીને બાળકને આપવું.
  • તમાકુંના ડાળખાની રાખ ચણોઠીભાર મધમાં મેળવીને આપવી.
  • સૂંઠ, મરી, પીપરને સમાન ભાગે લઈ ચૂર્ણ કરી મધ સાથે લેવું.
  • અજમાનો કાઢો પીવાથી કફનો નાશ થાય છે.
  • લૂખા-સૂકા ખોરાક, ચણા, ધાણી જેવા પદાર્થો ખાવાથી કફમાં ફાયદો થાય છે.

શરદીના ઘરગથ્થુ ઉપચારો જાણવા આ લેખ જરૂર જુઓ: જૂની શરદી અને તેનો ઘરગથ્થુ અથવા આયુર્વેદિક ઉપચાર. 

કફ ને અંગ્રેજીમાં cough કહેવાય છે અને તેના જુદા જુદા વિભાગ પણ પાડવામાં આવ્યા છે.

Pankaj Patel

कक्षा 12 मे जीव विज्ञान पसंद था फिर भी Talod कॉलेज से रसायण विज्ञान के साथ B.sc किया। बाद मे स्कूल ऑफ सायन्स गुजरात युनिवर्सिटी से भूगोल के साथ M.sc किया। विज्ञान का छात्र होने के कारण भूगोल नया लगा फिर भी नकशा (Map) समजना और बनाना जैसी पूरानी कला एवम रिमोट सेंसिंग जैसी नयी तकनिक भी वही सीखी। वॉशिंग पाउडर बनाके कॅमिकल कारखाने का अनुभव हुआ तो फूड प्रोसेसिंग करके बिलकुल अलग सिखने को मिला। मशरूम के काम मे टिस्यु कल्चर जैसा माईक्रो बायोलोजी का काम करने का सौभाग्य मिला। अब शिक्षा के क्षेत्र मे हुं, अब भी मै मानता हूँ कि किसी एक क्षेत्र मे महारथ हासिल करने से अलग-अलग क्षेत्रो मे सामान्य ज्ञान बढाना अच्छा है। Follow his work at www.zigya.com

More Posts

  1. iliyas shaikh iliyas shaikh

    Thank you very much. such a great article and learning.
    regards and in Advance

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *