Press "Enter" to skip to content

કોલેરા માટે અજમાવવા જેવા ઘરગથ્થુ ઉપચારો Cholera

Pankaj Patel 0

કોલેરા એટલે ઝાડા ઉલટીની તકલીફ ધરાવતો રોગચાળો. દૂષિત પીણાં અને ખોરાકથી ફેલાતો આ રોગ જલ્દીથી ફેલાતા રોગચાળામાં ફેરવાઇ જાય છે. પાતળા પાણી જેવા ઝાડા, ઊલટી અને શરીરમાથી નિર્જલીકરણ થવું એ તેનું સર્વસામાન્ય લક્ષણ છે.

કોલેરા ના (Cholera) રોગને નિયંત્રણમાં લેવા તથા સમૂળ રોગમુક્તિ માટે ઘરગથ્થુ ઉપચારો તરીકે નીચેના ઉપાયો અજમાવી શકાય: 

  • લવિંગના તેલનાં બે-ત્રણ ટીપાં ખાંડ કે પતાસામાં લેવાથી કોલેરા મટે છે.
  • લીંબું અને કાંદાનો રસ મેળવીને પીવાથી કૉલેરા મટે છે.
  • ફુદીનાનો રસ પીવાથી કોલેરા મટે છે.
  • જાયફળનું એક તોલો ચૂર્ણ ગોળમાં મેળવી નાની નાની ગોળીઓ કરી, તેમાંથી એક એક ગોળી અર્ધા કલાકે લેવાથી અને ઉપર થોડું ગરમ પાણી પીવાથી કોલેરા મટે છે.
  • હિંગ, કપૂર અને આંબાની ગોટલી સરખે ભાગે લઈ ફુદીનાના રસમાં ઘૂંટી ચણા જેવડી ગોળીઓ બનાવી લેવાથી કોલેરા મટે છે.
  • કાંદાના રસમાં ચપટી હિંગ મેળવીને અડધા કલાકે લેવાથી કૉલેરા મટે છે.
  • પાણીમાં લવિંગ નાંખી ઉકાળીને તે પાણી પીવાથી કૉલેરામાં થતી તરસ મટે છે.
  • જાયફળનો ઉકારો પીવાથી કૉલેરામાં થતી તરસ મટે છે.
  • કૉલેરા થયો હોય તો ઘાસલેટને ગરમ કરી પેટ તથા પીઠ ઉપર ઘસવાથી ફાયદો થાય છે.
  • કાંદામાં કપૂર નાખી તેનું સેવન કરવાથી કૉલેરા મટે છે.
  • કાળા ધંતુરાના રસનાં દસ ટીપાં દહીંમા ખાવાથી કૉલેરાના જંતુઓ નાબૂદ થાય છે.

આ ઉપરાંત વધારામાં નીચે મુજબના ઉપચાર પણ કરી શકાય:

  • જાયફળનાં પાનનો કાઢો કરી પીવાથી કૉલેરા તરત મટે છે.
  • જેઠીમધના કાઢામાં ૧ તોલો કાંદાનો રસ નાંખી પીવો.
  • અડાયા છાણાની રાખ દર બે કલાકે અડધો તોલો પાણીમાં પાવાથી કૉલેરા મટે છે.
  • કાંદાનો રસ ૧ તોલો દર અડધા કલાકે પાવો. કારેલાના રસમાં તલનું તેલ નાંખી પિવડાવવું.
  • કપૂરનો અર્ક, લવિંગનો અર્ક, વરીયાળીનો અર્ક, ફૂદિનાનો અર્ક બેથી ત્રણ ટીપાં આપવાથી કૉલેરામાં રાહત થાય છે.
  • પાંચ લાલ મરચા પાણીમાં ઉકાળવા. તેમાં સાત પતાસા નાખી ઉકાળવા. દરદીને આ પાણી પાવાથી રાહત થાય છે.
  • ઘાણા અને ઉમતું જીરૂનો ઉકાળો કરેલું પાણી પીવાથી તૃષા શમે છે.
  • પથ્યાપથ્ય પાળવું, સ્વચ્છતા રાખવી જેથી ઝડપી ફાયદો થશે.

અહી દર્શાવેલ ઉપચારો જાત અનુભવથી અજમાવેલા અને અકસીર છે. આમ છતાં, દરેકના શરીરની પ્રકૃતિ અને રોગની માત્રા અનુસાર બધા જ ઉપચાર દરેક રોગીને અનુકૂળ આવે તેવું ના પણ બને. આથી રોગની પરિસ્થિતિ નિયંત્રણ બહાર હોય ત્યારે ત્વરિત ડૉક્ટર કે વૈદ્યની સારવાર નીચે રહેવું જોઈએ.

અહી સામાન્ય રીતે દરેકને ઉપચારમાં કામ આવે અને સરળતાથી ઉપચાર કરી શકાય તેવા હેતુથી આ માહિતી આપેલ છે પણ કોઈ વ્યક્તિગત રોગીનો ઈલાજ કરવાનો ઇરાદો રાખેલ નથી. આ ઉપચારોનો બહોળો ફેલાવો કરવામાં આપ સહુને સહયોગી થઈ જરૂરિયાત વાળા દરેક સુધી આ માહિતી પહોચડવા મદદરૂપ થવા વિનંતી છે.

કમળો Jaundice થાય ત્યારે અજમાવવા જેવા સરળ ઉપચારો‘ આ લેખમાં કમળાના ઉપચાર દર્શાવ્યા છે, તે પણ જુઓ. 

Pankaj Patel

कक्षा 12 मे जीव विज्ञान पसंद था फिर भी Talod कॉलेज से रसायण विज्ञान के साथ B.sc किया। बाद मे स्कूल ऑफ सायन्स गुजरात युनिवर्सिटी से भूगोल के साथ M.sc किया। विज्ञान का छात्र होने के कारण भूगोल नया लगा फिर भी नकशा (Map) समजना और बनाना जैसी पूरानी कला एवम रिमोट सेंसिंग जैसी नयी तकनिक भी वही सीखी। वॉशिंग पाउडर बनाके कॅमिकल कारखाने का अनुभव हुआ तो फूड प्रोसेसिंग करके बिलकुल अलग सिखने को मिला। मशरूम के काम मे टिस्यु कल्चर जैसा माईक्रो बायोलोजी का काम करने का सौभाग्य मिला। अब शिक्षा के क्षेत्र मे हुं, अब भी मै मानता हूँ कि किसी एक क्षेत्र मे महारथ हासिल करने से अलग-अलग क्षेत्रो मे सामान्य ज्ञान बढाना अच्छा है। Follow his work at www.zigya.com

More Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *