મિત્રો,
NEET અંગે વિદ્યાર્થીઓ માટે ખુશખબર છે. સાંપ્રત સમયમાં ગુજરાતના શિક્ષણ જગતમાં કેટલાંક અગત્યના સમાચારો છે. જેનાથી તમને માહિતગાર કરવાનું મન છે. આપ વિદ્યાર્થી કે વાલી અથવા શિક્ષક ન પણ હોવ પરંતુ હાલના સમયે શિક્ષણને લગતી માહિતી તમામે જાણવા જેવી હોય છે. આપની આસપાસ પડોશમાં કે કુટુંબ અથવા સંબંધમાં કોઈ વિદ્યાર્થી ન હોય તેવું નથી. જો આપ શૈક્ષણિક માહિતીથી જાણકાર હશો તો જરૂરવાળા વિદ્યાર્થી કે વાલીને મદદરૂપ થઈ શકશો. વધુમાં હું એ પણ જાણું છું કે ધોરણ- 8 થી 12ના ઘણા વિદ્યાર્થીઓ ઈંટરનેટ કે કમ્પ્યુટર અથવા સ્માર્ટફોનથી સતત જોડાયેલા નથી હોતા તેવા વિદ્યાર્થીઓને આપ મદદરૂપ થઈ શકશો.
આ વર્ષે ધોરણ – 11,12 સાયન્સમાં ગુજકેટ, NEET વગેરેને લગતી ઘણી અસમંજસતા પ્રવર્તી છે. પરંતુ હવે ચાલુ વર્ષ એટલે કે 2016-17 માટે તે અંગે મોટાભાગની સ્પષ્ટતાઓ થઈ ગઈ છે. તાજેતરમાં બોર્ડે અભ્યાસક્રમ અને પુસ્તકો અંગે વિસ્તૃત પરિપત્ર બહાર પાડેલ છે. જે આ સાથે જોડેલ છે. વળી તારિખ 19/07/2016ના રોજ સંસદના લોકસભામાં ગત વર્ષે સરકારે બહાર પાડેલ વટહુકમ અંગે ચર્ચા થઈ જેમાં સરકાર દ્વારા એવી ચોખવટ કરવામાં આવી છે કે,
- મેડિકલ અને ડેન્ટલમાં પ્રવેશ માટે NEETની પરિક્ષા રહેશે.
- NEETની પરિક્ષા ગુજરાતમાં ગુજરાતીમાં લેવાશે.
- NCERTના અભ્યાસક્રમ પ્રમાણે NEETનું પ્રશ્નપત્ર રહેશે.
- ગુજરાતની મેડિકલ કૉલેજોમાં અગાઉની જેમ જ 85% સિટો ગુજરાતી વિદ્યાર્થીઓથી ભરાશે. એટલે કે ગુજરાતી વિદ્યાર્થીઓએ NEETની પરિક્ષા આપવી પડશે પરંતુ સ્પર્ધા ગુજરાતી વિદ્યાર્થીઓ સાથે જ રહેશે.
- 15% સિટો અગાઉની જેમ ALL INDIA ધોરણે ભરાશે.
એટલે કે NEETની પરિક્ષા ફરજિયાત થવા છતાં પરીક્ષાનું માધ્યમ ગુજરાતી રહેવાનું હોઈ ગુજરાતી વિદ્યાર્થીઓને કોઈ ખાસ તકલીફ પડશે નહિ. ઉપરાંતમાં અગાઉની જેમ જ ગુજરાતની મેડિકલ અને ડેન્ટલની સિટો (85%) ગુજરાતી વિદ્યાર્થીઓથી ભરાવાની હોઈ ગુજરાતના તેજસ્વી વિદ્યાર્થીઓને બીજા રાજ્યોમાં જવાની જરૂર ઊભી થશે નહિ. આ સંદર્ભે હવે વિદ્યાર્થીઓએ કોઈપણ જાતની ચિંતા કર્યા સિવાય અભ્યાસની તૈયારીમાં લાગી જવાનું છે.
- ગુજરાત બોર્ડનો તારિખ 17/07/2016નો પરિપત્ર :