ગુજકેટ પરિક્ષા ગુજરાતમાં મેડીકલ અને પેરામેડીકલ અભ્યાસ માટેની પ્રવેશ પરિક્ષા તરીકે શરુ થયેલી આ પરિક્ષાનું સ્વરૂપ, તેનો અભ્યાસક્રમ અને મહત્વ સમયે સમયે બદલાતું રહ્યું છે. વર્ષ 2012 થી દેશભરમાં એક સમાન મેડીકલ પ્રવેશ પરિક્ષા લેવા જે પ્રીક્રીયા શરુ થઇ તેનું નિરાકરણ અથવા અંત હજુ સુધી આવ્યો નથી તેવું લાગી રહ્યું છે. આ કારણથી જ ગુજકેટ પરિક્ષા પણ પ્રભાવિત થતી રહી છે.
હમણાં થોડાક સમય પહેલા જ ગુજરાત સરકાર અને સંબંધિત વિભાગોએ જાહેરાત કરેલી કે હવેથી માત્ર MBBS અને BDS માટે કેન્દ્રીય ધોરણે લેવાતી NEET પરિક્ષાના આધારે પ્રવેશ અપાશે અને બાકીના પેરામેડીકલ સહીત ઇજનેરી અને ફાર્મસી અભ્યાસક્રમ માટે પણ ગુજકેટ પરિક્ષા લેવાશે અને તેના આધારે પ્રવેશ આપવામાં આવશે. આ માહિતી લોકો સુધી પહોચે અને તેને સમજી વિદ્યાર્થીઓ પોતાની તૈયારી કરે તે પહેલા ફરીથી નવી જાહેરાત થઇ કે, હવેથી એટલે કે ચાલુ વર્ષ 2017 થી જ MBBS અને BDS ઉપરાંત આયુર્વેદિક અને હોમિયોપેથી જેવી પેરામેડીકલ શાખાઓમાં પણ NEET પરિક્ષા આધારે પ્રવેશ આપવામાં આવશે. વધુમાં બાકી રહેતી પેરામેડીકલ શાખાઓમાં સીધા ધોરણ 12 ના પરિણામ આધારે પ્રવેશ આપવામાં આવશે. આમ, અત્યારે જે જાહેરાત થઇ છે તે મુજબ મેડીકલ અને પેરામેડીકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે શરુ થયેલી ગુજકેટ પરિક્ષા તે અભ્યાસક્રમ માટે અર્થહીન બની જાય છે. હવેથી, JEE પ્રિક્ષા આધરે જે અભ્યાસક્રમોમાં પ્રવેશ મળતો હતો તેવી ઇજનેરી વિદ્યાશાખાઓ માટે ગુજકેટ પરિક્ષા અમલી રહેશે.
સરકારે કરેલી જાહેરાત પરિક્ષા અને પ્રવેશ પ્રક્રિયા પૂરી થાય ત્યાં સુધી અમલમાં રહે તો આ સારી વ્યવસ્થા બને તેમ છે. B કે AB ગ્રુપના વિજ્ઞાનના વિદ્યાર્થીઓ માટે હવે NEET પરિક્ષાની તૈયારી કરવાની રહેશે. ગુજકેટ પરિક્ષા એન્જીનીયરીંગ વિદ્યાર્થીઓ માટે રહેશે. આમ છતાં, છેલ્લા કેટલાક વર્ષોની સ્થિતિ જોતા હજુ પણ આ જાહેરાત મુજબ જ થશે તેવું માનવું ઉતાવળભર્યું લાગે છે. સરકાર અને શિક્ષણ વિભાગ કેટલાક વર્ષોથી પરિક્ષા અગાઉ જાતજાતના ફતવા બહાર પાડી વિધાર્થીઓની કફોડી હાલત કરતા રહ્યા છે. સેમેસ્ટર પધ્ધતિ અમલમાં મુકવાથી શરુ કરીને બંધ કરવા અને કયા વર્ષે કઈ પ્રવેશ પરિક્ષા અમલી રહેશે તે બાબત વિદ્યાર્થીઓ માટે છેલ્લે સુધી અસમંજસ રહે છે. જે તેમની તૈયારી અને માનસિક અવસ્થાને ગંભીર અસર પહોચાડે છે.
આ વર્ષે સરકારી જાહેરાત મુજબની વ્યવસ્થા રહે તો પણ હજુ સુધી એન્જીનીયરીંગ વિધ્યાશાખોમાં પ્રવેશ માટે લેવાનાર ગુજકેટ નું માળખું સત્વરે જાહેર કરવું જોઈએ. વળી, અગાઉના વર્ષોમાં A અને AB ગ્રુપના વિદ્યાર્થીઓ માટે આ પરિક્ષા મહત્વની નહોતી અને વળી, ગણિતનો જીવવિજ્ઞાનની જગ્યાએ ઉમેરો થાય તેવા સંજોગોમાં અગાઉના વર્ષોના પ્રશ્નપત્રો પણ મળશે નહી જેથી વિદ્યાર્થીઓ માટે સરવાળે આ વર્ષે જ શરુ થઇ હોય તેવી જુદા પ્રકારની જ ગુજકેટ પરિક્ષા બની રહે તેમ છે.
ગુજકેટ પરિક્ષા જે વિદ્યાર્થીઓ એ આપવાની થાય છે તેઓએ ધોરણ 12 ના અભ્યાસક્રમ અને જૂની JEE પરિક્ષાના પ્રશ્નપત્રો આધારે સંભવિત પરિક્ષાનુ સ્વરૂપ સમજી અત્યારથી જ તૈયારી શરુ કરી દેવી હિતાવહ રહેશે. માત્ર ગણિત માટે પ્રશ્નો અન્યત્રથી જોવાના રહેશે બાકી ભૌતિક અને રસાયણ વિજ્ઞાન તો અગાઉ પણ ગુજકેટ પરિક્ષામા સમાવિષ્ટ હતા જ. તેથી જુના પ્રશ્નપત્રો ઉપયોગી બની શકે. વિદ્યાર્થી મિત્રો, પ્રવેશ પરિક્ષા તમારા જીવનની દિશા નક્કી કરે છે એ સંજોગોમાં તેને પુરતું મહત્વ આપી તૈયારીમાં લાગી જવાનો સમય છે. સારી તૈયારી કરી ઉત્તમ પરિણામ મેળવી તમારી મનપસંદ વિદ્યાશાખામાં અને પસંદગીની કોલેજમાં પ્રવેશ નિશ્ચિત થતા જ ભવિષ્યની રૂપરેખ નીચિત થઇ જાય છે એ આપ સૌ જાણો જ છો. વધુ સારી તૈયારી માટે આપ અમારા પ્લેટફોર્મની મદદ લઇ શકો છો.
guest test post