ચારિત્ર્યથી બુદ્ધિ આવે છે, બિદ્ધિથી ચારિત્ર્ય નથી આવતું.
– સ્વામી વિવેકાનંદ
સ્વામી વિવેકાનંદ હોય કે ગાંધીજી, શંકરાચાર્ય હોય કે એલેક્ઝાંડર દરેક સ્થળ, કાળ અને દેશમાં વ્યક્તિના અને સમાજના character માટે ચિંતકો અને મહાનુભાવોએ હમેશાં ચિંતા કરી છે.
સમાજ કે દેશનું નિર્માણ અથવા આધ્યાત્મિક કે ભૌતિક વિકાસ તેના લોકોના ચારિત્ર્યમાં સમાયેલ છે. ચારિત્ર્યવાન નાગરિકોથી બનેલ સમાજનો દીર્ઘકાલીન વિકાસ તે દેશ કે સમાજને સુવાસિત કરે છે. સમગ્ર સંસ્કૃતિ ખીલી ઊઠે છે.
અહી કેટલાક વિચારકોના ક્વોટ રજૂ કર્યા છે. ઇન્ટરનેટ પર કે સોશિયલ મીડિયામાં ગુજરાતીમાં આવા સુવિચારો શોધવા પડે છે. અંગ્રેજી કે હિંદીમાંથી ગુજરાતી ભાષામાં ભાષાંતર કરી રજૂ કરવાનો પ્રયાસ છે.
આ જગતમાં સૌથી ઉત્તમ આભૂષણ ચારિત્ર્ય છે.
– શંકરાચાર્ય
માનવીનું ચારિત્ર્ય એ શું બોલે છે એના પર નહિ
પણ નિષ્ફળતા મળ્યા પછીના પ્રયત્નોમાં સમાયેલું છે.
– જેમ્સ મિશનર
ચારિત્ર્ય જ મનુષ્યની શ્રેષ્ઠ મૂડી છે.
– એમર્સન
ચારિત્ર્ય શુદ્ધિ જ સમગ્ર જ્ઞાનપ્રાપ્તિનું ધ્યેય હોવું જોઈએ.
– મહાત્મા ગાંધી
દરેકના માટે ચારિત્ર્ય વગરનું જીવન સુગંધ વગરની અગરબત્તી જેવું છે.
ચારિત્ર્ય જીવનનો અરિસો છે તેનું પ્રતિબિંબ બહાર પડ્યા વગર રહેતું નથી.
– મહેન્દ્ર પુનાતર
આપણે આપણા વિશે જે વિચારીએ છીએ તે નહિ,
પરંતુ આપણે જે વારંવાર ઉચ્ચારીએ અને આચરીએ છીએ તે જ આપણું સાચું ચારિત્ર્ય છે.
– સ્ટીફન કોવી.
ચરિત્ર્યનો વિકાસ તમારી પ્રતિભાનો વિકાસ છે.
– દયાનંદ સરસ્વતી
ચારિત્ર્યમાં એક થોડો ડાઘ પડવાથી મનુષ્યની તમામ કીર્તિ ઉપર કાળાશ છવાઈ જાય છે.
– સ્વામી શિવાનંદ
ચારિત્ર્ય વિનાની ફક્ત બુદ્ધિ આપણને અધોગતિની ગર્તામાં ધકેલે છે.
– એલેકઝાન્ડર
ચારિત્ર્ય એ જ કે જે વિપત્તિઓની અભેદ દીવાલોમાંથી પણ પોતાનો માર્ગ શોધી કાઢે.
નબળા ચારિત્ર્યવાળી વ્યક્તિ નિર્બળ છોડ જેવી છે જે પવનના પ્રત્યેક સપાટે ઝૂકી જાય છે.
– માધ કવિ
તમે સમાજ પાસેથી જે લો એ પ્રતિષ્ઠા, તમે સમાજને આપો એ ચરિત્ર્ય,
જે પળથી તમે આ સમજો એ પળથી જ જીવવાની શરૂઆત કરી છે એમ માનજો.
– બેયાર્ડ ટેઈલર
મનુષ્યની ચારિત્રસુધારણા નહિ થાય ત્યાં સુધી દુઃખોની સમાપ્તિ નહિ થાય.
– પ્રણવાનંદજી
માણસની મોટામાં મોટી જરૂરિયાત શિક્ષણ નહિ પણ
ચારિત્ર્યનિર્માણ છે અને તે જ તેનો રક્ષક છે.
– હર્બટ સ્પેન્સર
ચારિત્ર્યનું નિર્માણ કરવું અને તેને સુધારવું એ જ માનવનું પરમ લક્ષ્ય હોવું જોઈએ.
– ડૉ. ગ્રીન
આવા અન્ય સુવિચારો માટે આ બ્લોગ સાઇટની ‘સુવિચાર અને વિચાર વિસ્તાર‘ ચેનલ ફોલો કરો.
What’s up colleagues, its wonderful article regarding cultureand completely explained, keep it up all the time.
Hey very nice blog!