નગરપાલિકાઓ સંબધિત માહિતીનો અભ્યાસ ભારતીય બંધારણમાં ભાગ 9 માં ઉલ્લેખિત છે જેનો આજના આ સોપાનમાં આપણે અભ્યાસ કરીશું.
બંધારણના ભાગ 9 (k)માં નગરપાલિકાઓ:
ભાગ 9 (K) માં કલમ 243 અનુસાર
સમિતિ એટલે કેટલાક પદ્દૌનિત સભ્યોનો સમુહ.
જિલ્લો એટલે રાજ્યમાંનો જિલ્લો.
મેટ્રો પોલિટન વિસ્તાર એટલે એક કે વધુ જિલ્લાનો બનેલો અને બે કે વધુ નગર પાલિકાઓ અથવા પંચાયતોના દસ લાખ કે તેથી વધુ વસ્તી વાળો વિસ્તાર અથવા રાજ્યપાલે જાહેરનામા દ્વારા નિર્દિશ કરેલ વિસ્તારનો ઉલ્લેખ કરે છે.
નગરપાલિકા એટલે રાજ્યપાલે જાહેર કરેલ પ્રાદેશિક વિસ્તાર અને નગર પાલિકા એટલે પંચાયતી રાજની સંસ્થા.
અનુચ્છેદ 243 (N) મુજબ નગરપાલિકાની રચના અંગેની જોગવાઈ કરેલ છે.
જે મુજબ દરેક રાજ્યમાં વચગાળાના વિસ્તાર એટલે કે ગ્રામ્ય વિસ્તારથી શહેરી વિસ્તાર સુધીના વિસ્તાર માટે ઓળખાતી નગર પંચાયત.
જેમાં નાના વિસ્તાર માટે મ્યુનિસિપલ કાઉન્સિલ અને મોટા શહેરી વિસ્તાર માટે મ્યુનિસિપલ કોર્પોર્શનની રચના કરવી જોઈએ.
પરંતુ જે તે રાજ્યના રાજ્યપાલ તે વિસ્તારના પ્રમાણને ઔદ્યોગિક સંસ્થા દ્વારા પૂરી પાડવામાં આવતી હોય કે પૂરી પાડવા ધાર્યુ હોય તેવી નગર પાલિકા સેવાઓને અને પોતે યોગ્ય ગણે તેવા બીજા પાસાઓને ધ્યાનમાં લઈ સરકારી જાહેરનામાં દ્વારા ઔદ્યોગિક નગર તરીકે નિર્દેશિત કરે તેવા શહેરી વિસ્તાર અથવા તેના ભાગમાં આ અનુચ્છેદ હેઠળ નગરપાલિકાની રચના કરી શકાશે નહિ.
આ અનુચ્છેદ મુજબ વચગાળાનો વિસ્તાર નાનો શહેરી વિસ્તાર કે મોટો શહેરી વિસ્તાર એટલે રાજ્યપાલ આ ભાગના હેતુ માટે તે વિસ્તારની વસ્તી તેમજ વસ્તી ગીચતા, સ્થાનિક વહિવટ માટે પ્રાપ્ત કરેલી મહેસુલી બિનખેતી વિષયક પ્રવૃત્તિઓમાં રોજગારની ટકાવારી, આર્થિક મહત્વ અથવા પોતે યોગ્ય ગણે તેવા બીજા પાસાઓને ધ્યાનમાં લઈ જાહેરનામા દ્વારા નિર્દિષ્ટ કરેલ વિસ્તાર.
અનુચ્છેદ 243 (P) માં નગરપાલિકાઓની સંરચનાની જોગવાઈ કરેલ છે.
નગરપાલિકાની તમામ બેઠકો તે પાલિકાના વિસ્તારમાંના પ્રાદેશિક મતદાર મંડળમાંથી સીધી ચુંટણી કરી પસંદ કરેલ વ્યક્તિઓ દ્વારા ભરવી જોઈશે અને આ હેતુ માટે દરેક નગરપાલિકા વિસ્તારને પ્રાદેશિક મતદાર વિભાગોમાં વિભાજિત કરવામાં આવશે. આ વિસ્તાર વોર્ડ તરીકે ઓળખાશે.
રાજ્ય વિધાન મંડળ કાયદો કરી નગરપાલિકાના વહિવટનું વિશિષ્ટ જ્ઞાન ધરાવતાં અનુભવ ધરાવતી વ્યક્તિઓના સંપૂર્ણતહ અથવા અંશતઃ નગરપાલિકાના વિસ્તારના બનેલા મતદાર મંડળોનું પ્રતિનિધિત્વ કરતાં લોકસભાના સભ્યોના અને રાજ્ય વિધાનસભાના સભ્યો તેમજ નગરપાલિકા વિસ્તારમાં મતદાર તરીકે નોંધાયેલા રાજ્યસભાના સભ્યોના હેઠળ રચાયેલ સમિતિઓનું અધ્યક્ષ સ્થાન લેનાર વ્યક્તિઓના નગ્રપાલિકાઓ માંનાં પ્રતિનિધિત્વ માટે જોગવાઈ કરી શકે છે. અને ઉલ્લેખેલ વ્યક્તિઓને નગરપાલિકાઓ ની બેઠકોમાં મત આપવાનો અધિકાર રહેતો નથી. પણ અધ્યક્ષની ચુંટણીની રીત બાબતે જોગવાઈ કરી શકે છે.
અનુચ્છેદ 243 (F) માં વોર્ડ સમિતિઓ તેમની રચના અને સંરચનાની જોગવાઈ કરેલ છે.
જે મુજબ 3 લાખ કે તેથી વધુ વસ્તી ધરાવતી નગરપાલિકાના પ્રાદેશિક વિસ્તારમાં એક કે વધુ વોર્ડની બનેલી વોર્ડ સમિતિઓની રચના કરવામાં આવશે. જેમાં રાજ્ય વિધાન મંડળ કાયદા દ્વારા નીચેની બાબતે જોગવાઈ કરી શકે છે.
(1) વોર્ડ સમિતિની સંરચના અને પ્રાદેશિક વિસ્તાર વોર્ડ સમિતિમાં બેઠકો ભરવાની રીત વોર્ડ સમિતિના પ્રાદેશિક વિસ્તારમાંના વોર્ડનું પ્રતિનિધિત્વ કરતાં નગર પાલિકાના સભ્ય તે સમિતિના સભ્ય ગણાશે.
વોર્ડ સમિતિ એક વોર્ડની બનેલી હોય ત્યારે વોર્ડ સમિતિના સભ્યોએ ચુંટેલા નગરપાલિકાના આવા વોર્ડોનું પ્રતિનિધિત્વ કરતા સભ્યો પૈકીના એક સભ્ય તેના અધ્યક્ષ ગણાશે. પણ કોઈ મજકૂળથી વોર્ડ સમિતિઓ ઉપરાંત સમિતિઓ રચવા માટે કોઈ પણ જોગવાઈ કરવામાં રાજ્ય વિધાન મંડળને બાદ આવે છે એમ ગણાશે નહિ.
અનામત બેઠકો:
- અનુચ્છેદ 243 (B) માં નગરપાલિકામાં અનુસુચિત જાતિઓ અને અનુસિચિત જનજાતિઓ માટે બેઠકો અનામત રાખવાની જોગવાઈ કરેલ છે.
- વળી, અનામત રાખેલ બેઠકોની સંખ્યા તે નગરપાલિકામાં સીધી ચુંટણીથી ભરવાની બેઠકોની કુલ સંખ્યા જોડેનું પ્રમાણ ધક્ય હોય ત્યાં સુધી નગરપાલિકા વિસ્તારમાંથી અનુસુચિત આદિજાતિની વસ્તીનું પ્રમાણ તે વિસ્તારની કુલ વસ્તી જોડેનું જેટલું હોય તેટલું રહેશે. અને આવી બેઠકો નગરપાલિકા માંના જુદા જુદા મતદાર મંડળોમાં વારાફરતી ફાળવી શકાશે.
- જેમાં અનુસુચિત આદિજાતિઓ અને સ્ત્રીઓ માટે કેટલીક બેઠકો અનામત રાખવી જોઈએ.
- સ્ત્રીઓ માટે અનામત રાખવામાં આવેલી બેઠકો સિવાય અધ્યક્ષના હોદ્દા અનામત રાખવાનું અનુચ્છેદ 324 માં નિર્દિષ્ઠ કરેલી મુદત પૂરી થયે બંધ થશે.
- આ ભાગમાં કોઈ પણ મજકૂરથી પછાત વર્ગનાં નાગરિકોની તરફેણમાં રાજ્ય વિધાન મંડળને કોઈ પણ નગરપાલિકાઓ ની બેઠકો અથવા નગરપાલિકાઓ ના અધ્યક્ષના હોદ્દા અનામત રાખવા માટેની કોઈ પણ જોગવાઈ બાદ આવશે નહિ.
આ વિષયમાં આ અગાઉનો લેખ ‘પંચાયતી રાજ અંગેની બંધારણીય જોગવાઈઓ‘ પણ જુઓ.