Press "Enter" to skip to content

પંચાયત ના કાર્યવાહકો – સરપંચ, તલાટી, ગ્રામ સેવક

Gaurav Chaudhry 0

પંચાયત ના કાર્યવાહકો એટલે સરળ ભાષામાં પંચાયતી વ્યવસ્થા જેનાથી ચાલે છે તેવા હોદ્દેદારો.

સામાન્ય રીતે આપણે સૌ પંચાયતી રાજના લાભાર્થીઓ હોવા છતાં પંચાયત ના કાર્યવાહકો અંગે પૂરતી જાણકારી ધરાવતા નથી.

જે કાર્ય જેનું છે તેને મળીએ તો વધારે સારી રીતે આપનું કામ સંપન્ન થાય.આથી અહી પંચાયત ના કાર્યવાહકો તરીકે દરેકના કાર્ય અને ફરજોની ચર્ચા કરી છે. વળી, પરિક્ષાની દ્રષ્ટિએ પણ તે ઉપયોગી છે.

સરપંચ:

સરપંચની ચુટણી સીધી જ કરવામાં આવે છે. જેમના શીરે પંચાયતની બેઠકો મહિના માં એક વાર કરવાની જવાબદારી હોય છે. જો કોઇ ખાસ બેઠક નું આયોજન કરવાનું હોય તો તેવા સમયે ૩ દિવસ અગાઉ સભ્યો ને જાણ કરવી ફરજીયાત છે.

સરપંચ ના મુખ્ય કાર્યો નીચે મુજબ છે.

  • ગ્રામ પંચાયત ના વહીવટ ,નાણાકીય ,હીસાબી અને આયોજન ને લગતી સત્તાઓ સરપંચને આપવામાં આવી છે.
  • ૧૫ ડીસેમ્બર પહેલાં તાલુકા પંચાયત ને ગ્રામ પંચાયત નું અંદાજ પત્રક આપવાનું હોય છે.
  • આ સિવાય  નાણા ઉપાડ અને જમાં કરાવવાનું કાર્ય પણ તેઓ કરે છે.
  • પંચાયતની બેઠકનું અધ્યક્ષ સ્થાન ગ્રહણ કરવું અને તેનું નિયમન કરવું.
  • ગ્રામ પંચાયતનાં સભ્યોનું રાજીનામું મંજુર કરવું.
  • ચેક પર સહી કરવી.
  • યોજનાઓ ને મંજુર કરવી નમુના નં ૬ માં સહી કરાવવી.
  • ગ્રામપંચાયતની સમીતી ની દેખરેખ રાખવી.
  • પંચાયતની સૌથી અગત્યની સમિતિ એટલે ગ્રામસભાનું યોગ્ય સમયે આયોજન કરવું અને તેની કાર્યવાહી પર નોંધ રાખવી.
  • સરપંચ ગ્રામપંચાયતના મંત્રી ની રજાઓ મંજુર કરે છે.

ઉપસરપંચ:

જ્યારે સરપંચ ગેર હાજર હોય ત્યારે સરપંચની બધીજ ફરજો ઉપસરપંચ નીભાવે છે.અને જો સભામાં સરપંચ ગેરહાજર હોય તો અધ્યક્ષતા કરે છે. તેઓની ચુંટણી પરોક્ષ રીતે થાય છે.એટલે કે ચુટાયેલા લોકો દ્વારા થાય છે.અને તેમનો કાર્યકાળ ૫ વર્ષ નો હોય છે. પંચાયતના સભ્યો ની લાયકાત નક્કી કરવાનું કાર્ય જે તે રાજ્ય વિધાનસભા કરે છે. ઉદાહરણ તરીકે હરીયાણામાં સભ્યોની અને સરપંચની લાયકાત લઘુતમ ૮ પાસ છે.

તલાટી- કમ-મંત્રી:

ગ્રામપંચાયતનાં વહીવટની જવાબદારી તલાટીની હોય છે. જેઓ સરપંચ ના મુખ્ય સચિવ તરીકે કાર્ય કરે છે. તે ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતને જોડતી મુખ્ય કડી નું કાર્ય કરે છે. દરેક ગામમાં સખ્યા ને આધારે એક કે બે તલાટી કમ મંત્રી હોય છે. જેઓ ને દરેક ગ્રામસભામાં હાજર રહેવાનું હોય છે. પણ તેઓ કોઇ મુદે મતદાનમાં મત આપી શકતા નથી.

તેમનાં કાર્યો નીચે મુજબ છે.

  • જન્મ-મરણની  નોધણી કરવી.
  • જમીનની માલીકી અંગે ના ૭/૧૨ અને ૮-અ તૈયાર કરે છે.
  • પંચાયતને લગતા વેરાઓ ઉઘરાવે છે. અને જમીન મેહસુલ ઉઘરાવે છે.
  • ગ્રામ પંચાયતનો વાર્ષીક હીસાબ કરે છે.
  • તેઓ ગ્રામસભામાં હાજર રહીને અહેવાલ સોપવાનું કાર્ય કરે છે.
  • સરપંચ કે ઉપસરપંચનું  પદ ખાલી પડ્યુ હોય ત્યારે તેની જાણ તાલુકા પંચાયતને કરે છે.
  • જન્મની નોધ ૧૪ દિવસ લેટ કરવામાં આવે તો તેની લેટ ફી ઉઘરાવવાનુ કાર્ય કરે છે.  મરણની નોધ ૭ દિવસ પછી કરવામાં આવે તો પણ તેઓ લેટ ફી ઉઘરાવે છે.

ગ્રામસેવક:

  • આ પદ ઇ.સ. ૧૯૫૨-૫૩ થી અસ્તિત્વમા છે
  • જેમની નિમણુક રાજ્યસરકાર દ્વારા કરવામા આવે છે.
  • જેઓ વિસ્તરણ વિભાગનાં કર્મચારી ગણાય છે.
  • ગ્રામસેવકો ની ફરજો: ગરીબી રેખા નીચે જીવતા કુંટુબોના ક્રુષિ વિકાસ અને આર્થીક વિકાસ માટેની યોજનાઓ નું પાલન કરાવે છે.
  • ક્રુષિ ગ્રામવિકાસ અને આર્થીક વિકાસ બાગાયત તથા સરકારના અન્ય વિભાગોની કામગીરી તેઓ કરે છે.
  • તેઓ મુખ્યત્વે બે પ્રકારની ફરજો નીભાવે છે.  ૧.વિકાસ લક્ષી  ૨. ખેતી વિષયક

આ વિષયમાં આ અગાઉનો લેખ ‘ગ્રામ પંચાયત – સ્થાનિક સ્વરાજ્યનું પાયાનું એકમ‘ પણ જુઓ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *