પી ખરસાણી એ એક જાણીતા ગુજરાતી ચલચિત્ર અભિનેતા અને રંગભૂમિ કલાકાર હતા. તેમણે હાસ્ય અભિનેતા તથા ચરિત્ર અભિનેતા તરીકે ઘણાં ચલચિત્રોમાં અભિનય કર્યો છે.
તેમનો જન્મ કલોલના ભાટવાડામાં ૧૯ જૂન ૧૯૨૬ના રોજ થયો હતો. તેમનું પૂરું નામ પ્રાણલાલ દેવજીભાઈ ખરસાણી હતું.
૯૧ વર્ષની જૈફ વયે એમનું અવસાન અમદાવાદ ખાતે ૨૦ મે ૨૦૧૬ના રોજ થયું હતું.
પી ખરસાણી એ ૧૯૫૮થી શરૂ કરીને[૩] કુલ ૧૦૦ જેટલાં ચલચિત્રો અને ૭૫ નાટકોમાં અભિનય કર્યો હતો. તેમની કારકિર્દીની શરૂઆતમાં તેમણે અભિનય પહેલાં વિવિધ વ્યવસાયો કર્યા હતા.
નાટકો
પત્તાની જોડ, મળેલા જીવ, પડદા પાછળ, હું કાંઈક કરી બેસીસ, માફ કરજો આ નાટક નહીં થાય, અખિલ બ્રહ્માંડમાં એક સ્ત્રી તું ખરી, પાંચ મિનિટની પરણેતર, રણછોડે રણ છોડ્યું, રાજાને ગમે તે રાણી, માતાનો મોરચો સહિતના અનેક નાટકોમાં તેમણે કામ કર્યું હતું.
ચલચિત્રો
લાખો ફૂલાણી, ગોરલ ગરાસણી, નારી તું નારાયણી, નર્મદાને કાંઠે, પત્તાંની જોડ, ભાથીજી મહારાજ, મેના ગુર્જરી, નસીબની બલિહારી, પ્રીત પાંગરે ચોરી ચોરી, માડી જાયાનું મામેરુ, હાલો ભેરુ અમેરિકા જેવી ૧૦૦ ચલચિત્રોમાં તેમણે અભિનય કર્યો હતો.
પી. ખરસાણીને મોરારીબાપુના અસ્મિતાપર્વ દરમિયાન નટરાજ પુરસ્કાર એનાયત થયો હતો. તેમના જીવન પરનું પુસ્તક પી ખરસાણી નો વેશ ૩૦ જૂન ૨૦૧૫ના રોજ પ્રગટ થયું હતું.