આપણી ભારતીય સંસ્કૃતિમાં સૂર્ય એ ભગવાનનો દરજ્જો ભોગવે છે. સૂર્યને આપણે રવિ તરીકે પણ સંબોધીએ છીએ. સૂર્યદેવની પૂજા કરવાનું એક માહાત્મ્ય છે. લોકો વહેલી સવારે ઉગતા સૂર્યની પૂજા કરે છે. સૂર્ય નમસ્કાર દ્વારા યોગની સાથે સાથે સૂર્યદેવની પૂજા કરવાનું પણ વિશેષ મહત્વ છે. આજના સમયમાં દુનિયા એ મહત્વાકાંક્ષી બની ગયી છે. આ મહત્વાકાંક્ષાની લ્હાયમાં ક્યાયને ક્યાય આપણામાં સ્વાર્થની ભાવનાએ જન્મ લઈ લીધો છે. લોકો હવે ત્યાં જ જવાનું પસંદ કરે છે અથવા તેવા લોકો સાથે જ મૈત્રી બાંધવાની પસંદ કરે છે જ્યાં પોતાનો કોઈ અંગત સ્વાર્થ સિદ્ધ થતો હોય.
સૂર્ય : શક્તિનો સ્ત્રોત –
સૂર્ય એક દેવ તરીકે સ્થાપિત છે તો સાથે સાથે સૂર્ય એ સમસ્ત પૃથ્વી માટે શક્તિ (power)નો સ્ત્રોત છે.
physics એટલે કે ભૌતિક વિજ્ઞાન અને આધુનિક સર્વ વૈજ્ઞાનિક શોધ-સંશોધનમાં શક્તિનું ખુબ મહત્વ છે.
ચર-અચર સહુના માટે શક્તિ અને જીવનના પ્રતિક એવા સૂર્ય અને તેની ઉગવાની રોજીંદી પ્રક્રિયા
દ્વારા આ વાક્યમાં માનવ સ્વભાવ અને સબંધો અંગે ખુબ માર્મિક દ્રષ્ટાંત આપવામાં આવ્યું છે.
આપણી કહેવતો સદીઓના અનુભવ અને વૈચારિક સામર્થ્ય દ્વારા સમાજમાં જળવાઈ રહેતી હોય છે
અને ખુબ ટૂંકમાં ઘણું બધું કહી જતી હોય છે.
સાચે જ કહેવતો માનવ સમાજના સંચિત અનુભવોને સરળ ભાષામાં લોક સામાન્યને શિક્ષિત કરવાનો આદર્શ રસ્તો છે.
વર્તમાન સંદર્ભે ઊગતો સૂર્ય:
અહીં આ કહેવત દ્વારા સમજવાની વાત એ છે કે લોકો આજે એવા માણસો પાસે જ જાય છે કે સંબંધ રાખે છે જે ઊગતા સૂર્ય જેવો છે.
એટલે કે જે વ્યક્તિ સુર્યોદયની જેમ સમૃદ્ધ હોય તેની આસપાસ લોકોના ટોળા જોવા મળે છે.
આજ એ લોકો આવા કહેવાતા સમૃદ્ધ અને સત્તાવાળા માણસો સાથે સંબંધ બનાવવા તલ-પાપડ બની જાય છે.
પછી ભલે એનામાં કોઈ સજ્જનતા કે સદગુણ ન હોય. પરંતુ જે લોકો સજ્જન, ગુણી અને વિદ્ધાન છે
અને તેમની પાસે કોઈ સત્તા કે સંપત્તિ નથી તેનો કોઈ ભાવ પણ પૂછતું નથી.
એટલે કે જેમ આથમતા રવિ અથવા કહો કે સૂર્યની કોઈ પૂજા કરતું નથી
તેમ જ જે વ્યક્તિ સમૃદ્ધ નથી તેવા વ્યક્તિઓ હંમેશા બીજા લોકોની અવગણનાનો ભોગ બને છે.
આજે પોતાના અંગત સ્વાર્થ માટે લોકો કોઈ શક્તિશાળી કે સત્તાવાળા માણસોની ખુશામત કરતા ફરે છે
અને જો સમય પરિવર્તન સાથે તેની સત્તા કે સમૃદ્ધિમાં ઘટાડો થાય તો આવા વ્યક્તિની પણ અવગણના શરૂ થઈ જાય છે.
આપણા સમાજમાં આ વાત ખૂબ અગત્યની છે.
સ્વસ્થ સમાજની રચનામાં આવા દૂષણ અને લોકોનું આવું વલણ હાનિકારક બની શકે છે.
સમાજના સભ્ય નાગરિક તરીકે અને એક જાગૃત નાગરિક તરીકે પણ આ વાત વિચારવા જેવી છે.
(ધોરણ 8 થી 10માં વિચાર વિસ્તાર અંતર્ગત આવી પંક્તિઓ પુછાઈ શકે છે.)https://goo.gl/WmbzZX