ચાલુ વર્ષ 2016 – 2017 માટે ધોરણ 12 સાયન્સની બોર્ડ પરીક્ષા પૂર્ણ થઈ ગયી છે. સમગ્ર રાજ્યના વિદ્યાર્થીઓએ આગામી વર્ષના પ્રવેશ માટે પ્રવેશ પરિક્ષા ની તૈયારી કરી રહ્યા છે. હવે, હાલની સ્થિતિમાં NEET, JEE અને GUJCET એમ જુદી જુદી પોતાને લગતી પરિક્ષાની તૈયારી કરી રહ્યા છે, ત્યારે પરીક્ષાનું સ્વરૂપ, અભ્યાસક્રમ અને ટોપીક અનુસાર મહત્વ વગેરે બાબતો દરેક વિદ્યાર્થીને ખબર જ હશે.
અગાઉના વર્ષ સુધી પ્રવેશ પરિક્ષાના મેરીટ અને ધોરણ 12 ના મેરીટ અનુસાર પ્રવેશ મળતો હતો જે હવેથી ધોરણ 12 ના ગુણનું મહત્વ ઓછું કરી પ્રવેશ પરિક્ષાના મેરીટનું મહત્વ વધારી દીધેલ છે. હવેથી ધોરણ 11 અને 12 ના માર્ક્સના 60% વેઇટેજ દરેક જગ્યાએ ગણાનાર નથી. તેના સ્થાને પ્રવેશ પરિક્ષાના મેરિટનું મહત્વ ગણાનાર છે. આમ, બદલાયેલી પરિસ્થિતિઓમાં પ્રવેશ પરિક્ષાને પૂરતું મહત્વ આપી તેમાં ઉત્તમ પરિણામ મેળવવું જરૂરી છે.
અગત્યની બાબત હવે એ છે કે, GUJCET પરીક્ષા જે વિદ્યાર્થી NEET પરીક્ષા આપે છે તેઓને અને જે વિદ્યાર્થી JEE પરીક્ષા આપે છે તેઓએ પણ આપવાની થાય છે. બંને પરીક્ષાઓમાં અભ્યાસક્રમ સમાન છે પણ GUJCET માટે ધોરણ 12 ના અભ્યાસક્રમમાથી જ્યારે NEET અને JEE માટે ધોરણ 11 અને 12 બંનેનો અભ્યાસક્રમ સમાયેલો છે. વધુમાં, GUJCET માટે 1 ગુણના પ્રશ્નો હોય છે જ્યારે અન્ય બંને પરીક્ષાઓમાં વધારે ગુણ અને વધારે complex પ્રશ્નો પૂછવાના હોય છે. આ સંજોગોમાં પોતાની મૂળ પરીક્ષા માટે કરેલો અભ્યાસ GUJCET પરિક્ષાની તૈયારી પૂરી કરવી આપે છે જ. માત્ર પરિક્ષાના ફોર્મેટ અનુસાર પ્રેક્ટિસ કરવાની રહે છે. આ માટે હાલમાં ઉપલબ્ધ online પ્લેટફોર્મ ઉપર વિદ્યાર્થીઓએ પ્રેક્ટિસ કરતાં રહીને ઉત્તમ પરિણામ મેળવવા પ્રયત્ન કરવાની જરૂર છે.
Online પ્લેટફોર્મ એવી રીતે પસંદ કરો કે જે તમને પ્રશ્નોનો વધુ જથ્થો ઉપલબ્ધ કરાવે જેથી તમારી પ્રેક્ટિસ વ્યાપક બને અને પૂરા અભ્યાસક્રમનો મહાવરો થાય. વિધ્યાર્થી માટે અંતિમ સામાની તૈયારીમાં બધા ટોપીક અને પૂરા અભ્યાસક્રમ તૈયારી મહત્વની એટલા માટે છે કે, પૂછયેલા પ્રત્યેક પ્રશ્નનું સમાન મહત્વ છે. કોઈ પણ પ્રશ્ન છોડી દેવાનો અર્થ મેરિટમાં નુકશાન છે. હવે પ્રવેશ માટેની હરીફાઈ વધુ તીવ્ર છે. આ સંજોગોમાં સારી પ્રેક્ટિસ કરી વધુમાં વધુ સારું મેરીટ મેળવી પોતાની ઇચ્છિત સંસ્થા કે ફિલ્ડમાં પ્રવેશ મેળવી લેવા હવે સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરશો તો પાછળથી પછ્તાવાનો વખત નહીં આવે. સહુ પરિક્ષાર્થી મિત્રોને શુભકામના સાથે તમારા માટે અમારી zigya ટેસ્ટ અને study બંને ફોરમેટની અભ્યાસ સામગ્રી પ્રસ્તુત છે. અમારા રિસોર્સ સેન્ટરનો મહત્તમ ઉપયોગ કરવા આગ્રહ છે.