દેખાવે આકર્ષક લાગતા દાડમના દાણા એના દેખાવ જેટલા જ મૂલ્યવાન છે. દાડમ વિવિધ ઔષધીય ગુણોથી સંપન્ન ફળ છે. જોવા જઈએ તો કુદરતે આપણને ઘણા ઉત્તમ ફળ આપ્યા છે પરંતુ દાડમ એ એક ગુણકારી ફળ છે. દાડમના ફળ ઉપરાંત તેના ઝાડના તમામ ભાગ ગુણોથી ભરપૂર છે. તેની કાચી કળી તથા ફળની છાલમાં સૌથી વધારે ઔષધીય ગુણ હોય છે જેથી દાડમને એક ઔષધીય ફળ તરીકે ઓળખવામાં આવે છે. દાડમમાં અનેક રોગો મટાડવાની ભરપૂર શક્તિ રહેલી છે. દરેક ઋતુમાં પ્રાપ્ય એવું આ ફળ સેવન માટેનું એક ઉત્તમ ફળ છે. તેમાં અનેક રસાયણ, પોષક તત્ત્વો તથા વિટામિન, પ્રોટીન, ખનીજ, કાર્બોહાઇટ્રેડ, ચરબી, રેષા વગેરે ખૂબ જ માત્રામાં છે. એ સિવાય દાડમ એ વિટામીનો થી ભરપૂર ફળ છે. દાડમમાં વિટામિન એ,બી,સી, ખૂબ માત્રામાં છે. દાડમના ઔષધીય ગુણ દાડમમાં કેન્સરને રોકવામાં પણ ખુબ જ ઉપયોગી છે.
દાડમ એ આપણા શરીરમાં લોહીની ઉણપ પૂરી કરવામાં ખૂબ જ અગત્યનું ફળ છે. દાડમ ખાવાથી લોહી વધે છે કે તેનો જ્યુસ પીવાથી પણ લોહી વધે છે. દાડમ ખાવાના માત્ર આ એક જ ફાયદો નથી પણ બીજા ઘણાં ફાયદા છે. આપણા શરીરને તરોતાજા રાખવા ઉપરાંત દાડમ એ શરીરને એનર્જીથી ભરપૂર રાખે છે જે વિવિધ બીમારીઓ સામે રક્ષણ આપે છે.
દાડમના ઔષધીય ગુણો :
- સ્કિન ટોન સુધરવો, મગજ તંદુરસ્ત બનવું, લિવર તેમજ કિડનીનું કાર્ય કરવાની ક્ષમતા વધવી જેવા અનેક ફાયદાઓ છે.
- હાર્ટથી સંબંધિત બીમારીઓને દૂર રાખવા માટે દાડમ એક કારગર દવાની જેમ કામ કરે છે.
- દાડમ રક્તવાહિનીમાં ચરબી જમા થતી અટકાવે છે.
- દાડમ પિત્તનાશક,કૃમિનો નાશ કરનાર,પેટના રોગો માટે હિતકારી તથા ગભરામણ દુર કરનાર છે.
- દાડમ સ્વરતંત્ર, ફેફસા, યકૃત તથા આંતરડાના રોગમાં લાભકારક છે.
- દાડમ વિટામિન્સનો સારામાં સારો સ્ત્રોત છે.
- દાડમનું જૂસ પ્રોસ્ટેટ કેન્સર સામે લડવામાં મદદ કરે છે. દાડમનું જ્યૂસ કેન્સરના સેલને આગળ વધતા અટકાવે છે. લોહી શુદ્ધ કરવામાં પણ ઉપયોગી સાબિત થાય છે.
- ખૂબ ઊઘરસ થઇ ગઇ હોય તો દાડમ છોલીને તેના દાણા ઊપર સઘવ તથા કાળાં મરીનો ભુકો ભભરાવી દિવસમાં બે દાડમ ખાવાથી ઉધરસમાં આરામ મળે છે. સૂકી ઊઘરસ હોય તો દાડમની છાલ ચુસવી. હરસ મસા લોહી પડતા મસા કે હરસ હોય તો દાડમની છાલનો ઊકાળો બનાવી તેમાં સૂંઠ ઊમેરી પીવાથી ખૂબ જ લાભ થાય છે.
- વારંવાર ફૂટતી નસકોરીમાં રાહત મળે તે માટે દાડમના ફૂલને છુંદીને તેના રસમાં બે બે ટીપાં નાકવાં નાખવાં.
- મૂત્ર સંબંધી તકલીફ, પેશાબ અટકી અટકીને આવવો, પેશાબમાં બળતરા વગેરેમાં નિયમિત એક દાડમ ખાવ. બધી તકલીફ અને દુખાવો બંધ થઈ જશે.
- હેડકી અટકી અટકીને કે પછી સતત હેડકી આવ્યા કરતી હોય તો રોજ એક એક દાડમ સવાર-સાંજ ખાવ બહુ સરસ તથા જલદી ફાયદો થશે.
- દાડમની છાલ અને પાન ખાવાથી પેટના રોગમાં રાહત મળે છે.પાચન તંત્રની તમામ સમસ્યાઓના નિદાનમાં દાડમ કારગર છે.
- દાડમમાં લોહ તત્વ ભરપુર માત્રામાં હોય છે,જે લાહીમાં આયરનની ઉણપ દુર કરે છે.
- દમ અને કોલેરા જેવી બીમારીમાં દાડમનુ જ્યુસ પીવાથી રાહત થાય છે.
- દાડમના દાણા પાણીમાં ઉકાળી તેના કોગળા કરવાથી શ્વાસમાંની દુર્ગધ દુર થાય છે.
- દાડમથી નાઇટ્રિક ઓકસાઇડનું ઉત્પાદન શરીરમાં વધે છે અને આનાથી લોહીની નળીઓ વધારે પહોળી થાય છે અને લોહીનો પ્રવાહ વધે છે.
- ભૂખ ન લાગતી હોય કે ખાવા પ્રત્યે અરૂચિ હોય તો દાડમ એ ઉત્તમ ઉપાય છે.