દુનિયામાં ઘણાય સફળ માણસો વિશે લોકો જાત જાતની ચર્ચા વિચારણ કરતા રહે છે. કેટલાક એવું પણ કહે છે કે સમય અને સંજોગો એવા બન્યા કે અચાનક જ બધું બની ગયું અને એ લોકો સફળતાના ઉચ્ચતમ શિખરે પહોંચી ગયા. આ બધા તર્ક-વિતર્કોની વચ્ચે વાસ્તવિકતા કાંઈક અલગ હોય છે. સફળતા નો કોઈ શોર્ટકટ હોતો નથી અને પરિશ્રમનો કોઈ વિકલ્પ હોતો નથી. જીવનમાં કોઈ પણ સફળતા મેળવવા માટે સતત પ્રયત્ન, પરિશ્રમ અને છેલ્લે પ્રતીક્ષા ખૂબ જ અનિવાર્ય છે. કુદરતનો પણ આ જ નિયમ છે. જમીનમાં વાવવામાં આવેલા બીજમાંથી અંકુર બહાર આવતા સમય લાગે છે અને એમાંથી અનાજ મેળવવા માટે થોડી વધારે મહેનત અને સમય લાગે છે. આજે દુનિયાના ધનિક લોકોની વાત કરીએ તો એ કાંઈ લોટરી લાગી ને ધનિક નથી બન્યા. કાંઈક કરવાની અભિલાષા, સખત મહેનત અને એ બધા માટે સતત પ્રયત્ન શીલતાની સાથે સાથે હજારો સપનાઓ સાથે જ્યારે માનવી લોકો વચ્ચે આવે છે ત્યારે તે સફળ થાય જ છે. અનેક નિષ્ફળતાઓમાંથી પોતાની જાતને ઉગારી તમામ મુશ્કેલીઓનો સામનો કરી સામે આવતા દરેકે દરેક વિપરિત સંજોગોમાં અડીખમ ઊભા રહી સતત પરિશ્રમ એ જ સફળતાની ચાવી છે. તો મિત્રો, આજે આપણે દુનિયાના વર્તમાન 10 અબજોપતિઓએ આપેલા સફળતા ના મંત્રો પર નજર કરીએ અને આપણને અનુરૂપ હોય તેવા વિચારને આપણા જીવનમાં ઊતારી આપણે પણ સફળતાના માર્ગે વળીએ.
અબજોપતિઓએ આપ્યા છે સક્સેસના આ 10 મંત્ર :
બિલ ગેટસ : મોટી જીત માટે કયારેક તમારે મોટું જોખમ લેવું પડે છે…
ધીરુભાઈ અંબાણી : જો તમે પોતાના સપના પૂરા નહીં કરો તો તમને કોઈ પોતાના સપના પૂરા કરવા માટે નોકરીએ રાખશે….
અઝીમ પ્રેમજી : જો તમે તમારા લક્ષ્ય પર હસી રહ્યા નથી તો તેનો અર્થ છે કે તમારું લક્ષ્ય નાનું છે….
રતન ટાટા : હું નિર્ણયો લેવામાં માનતો નથી, પરતું પોતાના નિર્ણયોને યોગ્ય સાબિત કરું છું….
બિલ ગેટસ : બિઝનેસમાં મહાન કાર્ય કોઈ એક વ્યક્તિ દ્વારા થતું નથી. આવા લોકોની એક ટીમથી જ શકય બને છે…
વોરેન બફેટ : ગ્રાહકો પર નજર રાખો અને પોતાના કર્મચારીઓની હંંમેશા આગળ રહો, કારણ કે તેમની જીંદગી તમારી સફળતા પર નિર્ભર કરે છે….
વાલ્ટ ડિઝની : તમે સપના જોઈ શકો છો, તો તેને તમે પૂરા પણ કરી શકો છો….
રિચર્ડ બ્રૈનસન : માત્ર પૈસા કમાવવા માટે કયારે પણ બિઝનેસમાં ન ઉતરો. જો આ જ ઉદેશ્ય હોય તો શ્રેષ્ઠ છે કે તમે કશું જ ન કરો….
પીટર લિંચ: જાણો શું તમારું છે, તે તમારું કેમ છે….
ડાયમન્ડ જોન : પૈસા એ એક મોટો ગુલામ છે, જોકે તે એક ડરાવનો માલિક પણ છે. …
ખુબ સારો આત્મવિશ્વાસ ધરાવો છો, અમુલ્ય સુત્રો મુકવા બદલ આપને ખુબ ધન્યવાદ .