અખરોટ એ એક જાતનું ફળ છે, જે ખાસ કરીને સુકા મેવા તરીકે ખાવાના ઉપયોગમાં લેવામાં આવે છે. અખરોટનું બાહ્ય આવરણ લાકડા જેવું ખૂબ જ સખત હોય છે તેમ જ અંદરનો ગર્ભ માણસના મગજ જેવા આકારનો હોય છે. અખરોટના વૃક્ષનું વૈજ્ઞાનિક નામ જગ્લાન્સ નિગ્રા (Juglans Nigra) છે.
ભારતમાં અખરોટનું ઉત્પાદન કાશ્મીરના પ્રદેશમાં થાય છે. આ સુકા મેવાનો ઉપયોગ ખાદ્ય પદાર્થ જેવા કે આઇસ્ક્રીમ, શીખંડ, ચોકલેટ, જેલી વગેરેની બનાવટમાં પણ કરવામાં આવે છે. અખરોટનું તેલ પણ બનાવવામાં આવે છે. અખરોટના ગર્ભનો આકાર મગજ જેવો હોવાને કારણે તેને ખાવાથી ખાનારના મગજને પોષણ મળે છે એવું માનવામાં આવે છે.
પાકા અખરોટમા બહુ ઓછા પ્રમાણમા ચરબી હોય છે. એના નિયમિત સેવનથી આયુષ્યમા પાચં થી દસ વષનો વધારો થાય છે. તે હ્રદયને રક્ષણ આપે છે અને કૉલેસ્ટરોલ ઘટાડે છે. અખરોટ ઉપરાતં કાજુ, બદામ, પિસ્તા પણ પ્રોટીન અને વિટામીનથી ભરપૂર હોય છે. અખરોટને સલાડમાં દળીને નાસ્તામાં ખાઈ શકાય.
આયુર્વેદિક દ્રષ્ટિએ અખરોટ:
માણસના મગજ આકારનો અખરોટનો ગર્ભ સ્વાદે મધુર, જરાક ખાટો, સ્નીગ્ધ, શીતળ, ભારે, કફ તથા વીર્યવર્ધક છે. તેનાથી વાયુ અને પીત્તના દોષો શાંત થાય છે. ખાસ કરીને યાદશક્તી વધારવા, મગજની નબળાઈ દુર કરવા, ચહેરાનો લકવો દુર કરવા તથા વાયુના સોજા મટાડવા અખરોટના ગર્ભ તથા અખરોટમાંથી બનાવેલા તેલનો ઉપયોગ કરવામાં આવે છે.
આયુર્વેદમાં અખરોટને મધુર, સ્નીગ્ધ, શીતળ, ધાતુવર્ધક, રુચીકારક, કફ-પીત્તકારક, બળકારક, વજન વધારનાર, મળને બાંધનાર, ક્ષયમાં હીતકર, હૃદયરોગ, પાતળાપણુ, રક્તદોષ અને વાતરક્તમાં હીતાવહ ગણ્યું છે. એ શરીરની આાંતરીક બળતરા મટાડે છે. અખરોટમાં બહુ ઓછા પ્રમાણમાં ચરબી હોય છે. એના નીયમીત સેવનથી આયુષ્યમાં પાંચથી દસ વર્ષનો વધારો થાય છે. તે હૃદયને રક્ષણ આપે છે અને કૉલેસ્ટરોલ ઘટાડે છે. અખરોટ ઉપરાંત કાજુ, બદામ, પીસ્તા પણ પ્રોટીન અને વીટામીનથી ભરપુર હોય છે.
ઉપયોગ:
(૧) અખરોટના તેલનાં પોતાં મળમાર્ગમાં મુકવાથી ફુલી ગયેલા હરસ શાંત થાય છે અને ચીરા-ફીશર પણ મટે છે.
(૨) પાકા અને તાજા અખરોટની કાંજી બનાવી લેપ કરવાથી સોજા મટે છે.
ડાયાબિટીસ માટે અખરોટ:
ઓસ્ટ્રેલિયાનાં સંશોધકોએ લગભગ ૫૦ વધુ વજનવાળા અને ડાયાબીટીસનો રોગ ધરાવતા સ્ત્રી-પુરુષના આરોગ્યપ્રદ આહારમાં રોજ ૩૦ ગ્રામ અખરોટનો ઉમેંરો કર્યો. પછી તેઓએ નોધ્યું કે અખરોટથી દર્દીમાં ઇન્સ્યુલીન લેવલનો વધારો નોંધાયો અને શુગર ઘટયું હતું. અખરોટમાં વિટામીન ઇ એન્ટી ઓકિસડન્ટ છે તેમજ એમાંથી નીકળતું તેલ ઓમેગા ઓઈલ અને પોલિ અનસેચરેટેડ ફેટ્સ ભરપૂર હોય છે જેથી ઇન્સ્યુલીનની કામગીરી ખોરવ્યા વિના ચયાપચયની ક્રિયા થાય છે અને દર્દીમાં શુગર લેવલ કાબુમાં રહે છે.
અખરોટના ફળની બાયોકેમિકલ રચના:
પાકેલાં અખરોટમાં,
50 થી 77% ચરબી
15% થી વધુ કાર્બોહાઇડ્રેટ
પ્રોટીન સંયોજનોના 20% સુધી.
ફળના લગભગ તમામ પદાર્થોમાંથી 90% ઉપયોગી છે.
અખરોટમાં ઓછામાં ઓછો ભેજ હોય છે.
બાયોકેમિકલ પરીક્ષણો અનુસાર,
100 ગ્રામ શુદ્ધ પરિપક્વ તાજા અખરોટમાં પાણી લગભગ 7 મિલિગ્રામ જેટલું છે.
બાકીના બધા – એમિનો એસિડ અને અન્ય પદાર્થો:
- ફાઈબર – 6% સુધી;
- જટિલ પોલીસેકરાઇડ્સ – આશરે 4%; અસંતૃપ્ત એસિડ – 10% સુધી;
- રાખ બાબત – 2% થી વધુ નહીં;
- સ્ટાર્ચી પદાર્થો – લગભગ 7%.
- જાતિય પુખ્ત ફળોના રૂપમાં મોટા પ્રમાણમાં વિટામિન્સ, સૂક્ષ્મ અને મેક્રો તત્વો છે.
100 ગ્રામ શુદ્ધ અખરોટમાં :
- વિટામિન એ (બીટા-કેરોટીન) – 0.06 મિલિગ્રામ;
- બી 1 વિટામિન બી 1 (થાઇમીન) – 0.5 એમજી;
- વિટામિન બી 2 (રિબોફ્લેવિન) – 0.13 મિલિગ્રામ;
- નિઆસિન (વિટામિન બી 3 અથવા વિટામિન પીપી) – 1.1 એમજી;
- ફોલિક એસિડ (વિટામિન બી 9) – 0.078 મિલિગ્રામ;
- વિટામિન બી 6 (પાયરિડોક્સિન) – 0.8 એમજી;
- (ફાયલોક્વિનોન)વિટામિન કે – 0.3 એમએલ;
- વિટામિન સી (એસકોર્બીક એસિડ) – 3.5 એમજી;
- વિટામિન ઇ (ટોકોફેરોલ) – 23 મિલિગ્રામ;
- બાયોટીન – 0.2 મિલિગ્રામ; લ્યુટીન – 0.9 મિલિગ્રામ;
- કોલીન – 39 મિલિગ્રામ;
- પોટેશિયમ – 665 મિલિગ્રામ;
- કેલ્શિયમ – 120 મિલિગ્રામ;
- મેગ્નેશિયમ – 202 મિલિગ્રામ;
- સોડિયમ – 3 મિલિગ્રામ;
- ફોસ્ફરસ – 550 મિલિગ્રામ;
- આયર્ન – 2.3 એમજી;
- મેંગેનીઝ – 2 મિલિગ્રામ;
- એલ્યુમિનિયમ – 7 મિલિગ્રામ;
- ક્લોરિન – 25 મિલિગ્રામ;
- બોરોન – 0.1 મિલિગ્રામ;
- લિથિયમ – 0.3 મિલિગ્રામ;
- ટાઇટેનિયમ – 0.85 મિલિગ્રામ;
- સલ્ફર – 70 મિલિગ્રામ;
- કોપર – 0.55 મિલિગ્રામ;
- ફ્લોરો -0.77 એમજી;
- સેલેનિયમ – 0.5 મિલિગ્રામ;
- કોબાલ્ટ 0.75 મિલિગ્રામ;
- આયોડિન – 0.32 મિલિગ્રામ;
- જસત – 2.5 મિલિગ્રામ;
- ક્રોમિયમ, સ્ટ્રોનિયમ, ઝિર્કોનિયમ અને નિકલના નિશાનો.
અખરોટ સંદર્ભે દુનિયામાં જાણીતી વાતો:
અગાઉ આ સુંદર વૃક્ષના વતન ગ્રીસમાં પરિવારના દરેક બાળકના જન્મ સમયે, ઘર પાસે એક અખરોટનું વૃક્ષ રોપવામાં આવતું હતું. જેની પાછળ બાળકને સ્વાસ્થ્ય અને જીવનશક્તિ આપવા માટેની ભાવના રહેતી ઉપરાંત, શરીરને મજબૂત બનાવવાનો હેતુ રહેતો.
વોલનટ – પ્રાચીન સમયમાં તે તારિસ્ટ અથવા વોલોશસ્કી કહેવાતું હતું. પ્રાચીન સમયથી તેના ઉપયોગી ગુણધર્મો માટે જાણીતું છે. આ વૃક્ષ ગરમ, ભેજવાળી આબોહવામાં ઉગે છે. અનુકૂળ પરિસ્થિતિઓમાં, અખરોટ સરસ વિકાસ પામે છે અને 500 વર્ષ સુધી ફળ આપી શકે છે.
જે લોકો ડાએટ કરતાં હોય તે દરરોજ ત્રણ થી છ અખરોટ ખાય તો શરીરમાં ઊર્જા સંતુલન પુનઃસ્થાપિત થાય છે, થાક દૂર કરે છે અને સ્નાયુ પેશી મજબૂત બનાવે છે.
ખાસ ધ્યાન રાખો:
જ્યારે અખરોટ મોટા જથ્થામાં લેવા હોય તો ફોલેલા ના ખરીદશો. આવા ખુલ્લા ફળની સાચવણી અંગે જાણકારી ના હોય તો બગડી જાય છે. કાચલા સહિતના ફળ લાંબો સમય સચવાઈ રહે છે અને ઉપયોગ કરવો હોય ત્યારે ફોલીને વાપરી શકાય છે.
અખરોટ કુદરતી ઊર્જાનો સ્ત્રોત છે અને ઝડપથી ભૂખ મટાડે છે. આરોગ્ય માટે ઉપયોગી, અખરોટમાં ઉપયોગી વાનસ્પતિક ચરબી છે. તે હાનિકારક કોલેસ્ટેરોલ, બ્લડ પ્રેશર ઘટાડે છે, કાર્ડિયોવેસ્ક્યુલર સિસ્ટમ ઉત્તેજીત કરે છે, માનસિક પ્રવૃત્તિમાં સુધારો કરે છે
લીલી અખરોટ હેન્ડલ કરતી વખતે હાથની સુરક્ષાની કાળજી રાખો. ફળ શેલમાં મોટી માત્રામાં આયોડિન હોય છે. આ કારણે, હાથ પર ડાઘા કે બર્ન પણ થઈ શકે છે. શક્ય હોય તો મોજા પહેરવા જોઈએ.
આજ બ્લોગ સાઇટ પર આમળાં અંગેનો લેખ ‘ઔષધીય ફળ – આમળા‘ પણ તમને ગમશે.
It is not my first time to pay a quick visit this web site, i am
browsing this site dailly and obtain pleasant information from here all the time.
Fine way of telling, and nice article to take information regarding my
presentation topic, which i am going to present in school.