અજ્ઞાન વિષે જાણવાવાળા દુનિયામાં ઓછા લોકો હોય છે.
કોઈ વિષયના જ્ઞાન અંગે જાણકારી મળે, પણ અજ્ઞાનની જાણકારી જાતે જ મેળવવી પડે.
કેટલાક વિચારકોએ અજ્ઞાન વિષે શું કહ્યું છે તે જાણવું ઉપયોગી થશે.
અજ્ઞાની:
અરેબિયાની એક જૂની કહેવાતમાં અજ્ઞાનીને જાણવાના છ ગુણ બતાવ્યા છે.
છ રીતે અજ્ઞાનીને ઓળખી શકાય
કારણ વગર ગુસ્સે થાય, લાભ વગર બોલે.
પ્રગતિ વગર પરીવર્તન પામે,
કામનું ના હોવા છતાં પૂછપરછ કરે.
અજાણી વ્યક્તિમાં વિશ્વાસ મૂકે,
અને દુશ્મનને મિત્ર માને.
-અરેબિયન કહેવત
મોટું દુખ:
અશ્વઘોષે અજ્ઞાનને સૌથી મોટું દુખ કહ્યું છે.
અજ્ઞાનનું દુખ
એ સૌથી
મોટું દુખ છે.
અધૂરું જ્ઞાન:
પબ્લિલિયસ સાયરસ એ લેટિનનો પ્રખ્યાત જ્ઞાની ગણાય છે. તેને મૂળ તો સિરિયાથી ગુલામ તરીકે પકડીને ઈટાલી લાવવામાં આવેલો અને પોતાની કાબેલિયતથી આગળ આવેલો. તેણે અધૂરા જ્ઞાનને ખરાબ ગણાવ્યું છે.
કોઈ પણ વિષયના
અધૂરા જ્ઞાન કરતાં
એ વિષયનું અજ્ઞાન
વધારે સારું છે.
-પબ્લિલિયસ સાયરસ
પહેલું પગલું:
બેન્જામીન ડિઝરાયેલી બ્રિટનના પ્રધાનમંત્રી હોવા ઉપરાંત લેખક અને વિચારક પણ હતા. જ્ઞાની થવાનું પહેલું પગલું તેમણે આ મુજબ દર્શાવ્યું છે.
એ જાણવું કે
આપ અજ્ઞાની છો
તે જ્ઞાની બનવાનું
પ્રથમ પગથિયું છે.
– ડિઝરાયેલી
પોતાનું અજ્ઞાન કોણ જાણી શકે?
અય્યપ દિક્ષિતે અજ્ઞાનને જાણવાવાળાના કેટલાક લક્ષણો બતાવ્યા છે.
સંસારમાં નીતિ, નિયતિ, વેદ,
શાસ્ત્ર તથા બ્રહ્મ આ બધા વિષે
જાણવાવાળા મળી શકે છે
પણ પોતાના અજ્ઞાન વિષે જાણવાવાળા
કોઈ વિરલા જ હોઇ શકે છે.
– અય્યપ દીક્ષિત