અભિમાન – ‘આ અહં જ અમારી સીમા છે’ – સુરેશ દલાલ
અભિમાન માટે દરેક સંત મહાત્માએ, વિચારકે, ધર્મચાર્યોએ ખૂબ કહ્યું છે.
પણ અફસોસ કે માણસને અભિમાનનું જ્ઞાન જ નથી હોતું.
એટલે જ કદાચ કોઈએ કહ્યું છે કે,
“દરેકને પોતાના જ્ઞાનનું અભિમાન હોય છે, પણ પોતાના અભિમાનનું જ્ઞાન નથી હોતું !!”
અભિમાનથી માણસ ફુલાઈ શકે છે,
ફેલાઈ શકતો નથી.
– રસ્કીન બોન્ડ.
ઘડપણ રૂપનો, આશા ધીરજનો, મૃત્યુ પ્રાણીનો, ઈર્ષા ધર્મના આચરણનો, ગુસ્સો લક્ષ્મીનો,
ખરાબ માણસોની સેવા ચરિત્રયનો,
કામ શરમનો અને
અભિમાન બધી જ વસ્તુનો નાશ કરે છે.
– મહર્ષિ વેદ વ્યાસ.
જો તમારામાં અહંકાર નથી,
તો કોઈ પુસ્તકની લીટી વાંચ્યા વિના
અથવા કોઈ મંદિરમાં ગયા વિના જ
તમે મોક્ષ પામશો.
– સ્વામી વિવેકાનંદ.
અભિમાને ફરીસ્તાઓને શેતાન બનાવી દીધા,
જ્યારે નમ્રતાએ ઈન્સાનને ફરીસ્તા બનાવી દીધા.
– સંત ઓગસ્ટાઇન.
હું અભિમાન કરતો નથી
એના જેવુ બીજું અભિમાન એકેય નથી.
– વિનોબા ભાવે.
માનવ સ્વભાવની અનેક નબળાઈઓ હોય છે, આ નબળાઈઓ માનવના સામાજિક અને આર્થિક જ નહીં આધ્યાત્મિક વિકાસને પણ અવરોધે છે. ઉપર મહર્ષિ વેદ વ્યાસનું અવતરણ ટાંકયું છે, તે મુજન અહંકાર બીજી બધી નબળાઈઓથી એ રીતે ભિન્ન છે કે, એ પોતાનામાં અનેક બીજી નબળાઈઓને સાથે લઈને આવે છે. વળી, અહંકાર વ્યક્તિમાં પોતાની હાજરી હોવાની તે વ્યક્તિને જાણ થવા નથી દેતો. આથી જ કદાચ જ્યોર્જ ઇલિઅટ કહે છે કે, ‘ કૂકડો માને છે કે સૂર્ય મારી બાંગ સાંભળવા માટે જ ઊગે છે. !!’
આવા અન્ય સુવિચારો માટે અમારો બ્લોગ સતત જોતા રહો.