અર્ધ મત્સ્યેન્દ્રાસન : હઠયોગ પરંપરાના મહાન યોગી મત્સ્યેન્દ્રનાથના નામ પરથી આ આસનનું નામ આપવામાં આવ્યું છે. યોગી મત્સ્યેન્દ્રનાથે આ આસન વિકસિત કર્યું હતું માટે આ આસનને એમનું નામ આપવામાં આવ્યું છે. પરંપરાપગત મત્સ્યેન્દ્રાસન પ્રમાણમાં અઘરું હોવાથી અર્ધ મત્સ્યેન્દ્રસન કરવામાં આવે છે.
મૂળ સ્થિતિ : સીધા પગ રાખી બેસવું.
પદ્ધતિ :
- બંને પગ સીધા લંબાવીને બેસો.
- હવે, જમણા પગને ઘૂંટણમાંથી વાળી તેની એડી ડાબી બાજુના નિતંબને અડે તે રીતે રાખો.
- ત્યારબાર ડાબા પગને પણ ઘૂંટણમાંથી વાળીને ઊંચો કરી તેના પગનો પંજો જમણા પગના ઘૂંટણ આગળ સ્થિર કરો.
- હવે, જમણા હાથની બગલમાં ડાબા પગના ઘૂંટણને દબાવો. જમણા હાથથી ઊભા પગનો અંગૂઠો પકડો.
- ડાબા હાથને પાછળની તરફ પીઠ પાછળ લઈ જઈ સાથળને પકડવાની કોશિશ કરો.
- કમરને સીધી રાખો.
- ગરદનને પાછળ તરફ ઘૂમાવો.
- દાઢીને ખભા નજીક લાવવા પ્રયત્ન કરો.
- થોડીવાર આ સ્થિતિમાં રહ્યા પછી મૂળ સ્થિતિમાં પાછા આવો.
ધ્યાનમાં રાખવાની બાબતો :
- શ્વાશોછશ્વાસ સામાન્ય રાખો.
- મનને કરોડ પર કેન્દ્રિત કરો.
- બિનજરૂરી તણાવમાંથી મુક્ત રહો.
- પીઠ કે કરોડમાં ઓપરેશન કરાવ્યું હોય તેમણે કોઈ નિષ્ણાતની સલાહ મુજબ આ આસન કરવું.
- સગર્ભા સ્ત્રીઓએ આ આસન ન કરવું.
ફાયદા :
- પેટને વ્યાયામ મળે છે.
- જઠરાગ્નિ પ્રદિપ્ત થાય છે.
- આ આસનના અભ્યાસથી સૂર્ય અને ચંદ્ર નાડીમાં સંકલન આવે છે.
- કરોડરજ્જુની નાડીઓમાં મૂળ લોહીને ખેંચે છે.
- ગરદન અને હાથને આંતરિક મસાજ મળે છે.
- કરોડ અને પેટના સ્નાયુઓ મજબૂત બને છે.
- લલીચાપણું મળે છે.
- આંતરડા મજબૂત બને છે.
- કબજીયાતની તકલીફમાં રાહત થાય છે.