Press "Enter" to skip to content

આત્મવિશ્વાસ : I can do

Pankaj Patel 0

આત્મવિશ્વાસ કે વિશ્વાસ વિશે મહાપુરુષો, ઋષિઓ, મુનીઓ, ધર્મપ્રચારકો, સફળ ઉદ્યમીઓ કે નેતાઓ સૌએ પોતપોતાની રીતે કહ્યું છે. દરેક પોતાનું ચિંતન કે અનુભવની વાત કહે છે અને એને જો યોગ્ય સ્થિતિ અને સંપૂર્ણ વિશ્વાસ સાથે અનુસરવામાં આવે તો સફળતા અવશ્ય મળે. વેદ , પુરાણ, અન્ય ધર્મના ધર્મ શાસ્ત્રો અને મહાન પુરુષોના અનુભવનું એકમાત્ર તારણ છે કે વ્યક્તિ શારિરીક, આર્થિક કે પરિસ્થિતિજન્ય ગમે તેવી પંગુ પરિસ્થિતિમાં હોય પરંતુ જો એને પોતાની જાત ઉપર વિશ્વાસ હોય એટલે કે આત્મવિશ્વાસથી લથબથ હોય તો ગમે તેવી વિપરિત પરિસ્થિતિમાં પણ એ પોતાનુ ધાર્યું કરી શકે છે અને સફળતાના ઉચ્ચતમ શિખરો સર કરી શકે છે.

એક દ્રષ્ટિએ જોઈએ તો પરાભૌતિક તત્વોનો જેને લોકો અલૌકિક, દૈવી કે પોતાની સમજ અનુસાર ગુઢ કે રહસ્યમય શક્તિ જે કહેતા હોય તે પણ મારી દ્રષ્ટિએ જેના ઉપર વ્યક્તિને વિશ્વાસ હોય તેવી કાલ્પનિક કે માનેલી શક્તિ એ દરેક વ્યક્તિને એક પ્રકારનું આત્મબળ અથવા મનોબળ પુરું પાડે છે. જે અંતે તેના આત્મવિશ્વાસમાં વધારો કરે છે. મૂઠ્ઠી હાડકાનો ગાંધી જેનો કદી સૂર્યાસ્ત ના થાય તેવી સલ્તનતના પાયા હચમચાવી નાંખે તેમાં કદાચ સંજોગો અને પરિસ્થિતિજન્ય પરિબળો કારણભૂત હોય તોય ચિંથરેહાલ, અશિક્ષિત લોકસમૂહની સામુહિક ક્ષમતા પ્રત્યેનો ગાંધીજીનો વિશ્વાસ અને અહિંસા જેવા મૂળભૂત રીતે ભારતીય દર્શન પ્રત્યે એમનો વિશ્વાસ એ સમગ્ર ભારતીય સ્વાતંત્ર્ય-સંગ્રામ અને તેમાં ગાંધીજીની સફળતા માટે સૌથી મોટું પરિબળ હતું.

પૌરાણિક કથાઓ પ્રમાણે લૂંટારા તરીકે વાલિયાને જ્યારે સાચું ભાન થાય અને પોતાના આત્મવિશ્વાસના બળે વાલ્મિકિ બની જાય અથવા સાપને દોરડું સમજી તેના સહારે પત્નિને મળવા જનાર કે બેઠેલી ડાળ કાપનાર કાલિદાસ જ્યારે સાચા અર્થમાં કાલિદાસ બન્યા હશે ત્યારે પણ હું કંઈક છું, મારામાં આ કરવાની ક્ષમતા છે તથા આપનારે સૌને જે આપ્યું છે તે મને પણ આપ્યું છે એ વિશ્વાસ અને આત્મવિશ્વાસ સિવાય ઉપરોક્ત ઉદાહરણો સફળતમ ઉદાહરણ તરીકે આજે આપણે યાદ ન કરતાં હોઈએ.

આ સમગ્ર ચર્ચાનો એક અને માત્ર એક ઉદ્દેશ એ છે કે આત્મવિશ્વાસ એ સૌથી મોટી મૂડી છે. વ્યક્તિ જ્યારે આત્મવિશ્વાસથી લથબથ હોય અને તેની સામે અનેક મુશ્કેલીઓ હોય તોય તેમાંથી પાર ઉતરે છે પરંતુ વ્યક્તિની પાસે અનેક સગવડતા હોય પરંતુ આત્મવિશ્વાસનો અભાવ હોય તો તે સાચા અર્થમાં સફળ થઈ શકતો નથી. આમ, જિંદગીના દરેક તબક્કે અને આજના સમયમાં શિક્ષણ જેવા ક્ષેત્રે જ્યારે હરીફાઈ અને આગળ રહેવાની હોડ કે દોડ તમામ વિદ્યાર્થીઓમાં હાવી હોય છે, યુવાનોમાં ધંધાકીય કે કમાવવાની હોડ હોય છે, ત્યારે એટલું ચોક્કસ કે ગમે તે ક્ષેત્રમાં આત્મવિશ્વાસ વગરની વ્યક્તિ કદી સફળ ન થાય. જો ક્ષણિક સંજોગોના આધારે સફળતા મળે પણ તો આત્મવિશ્વાસ વગર તે ટકે નહિ અને પરિસ્થિતિ વિપરિત થતાં સફળતા ખોવાઈ જાય.

અંતે કહેવાનું એટલું જ છે કે વ્યક્તિને પોતાનામાં વિશ્વાસ હોવો તે આત્મવિશ્વાસ છે. તેમ છતાં, પોતાનો અંહકાર ન વધે અથવા હું પણું હાવી ના થાય તે રીતે પોતાની ક્ષમતાનો વિકાસ કરવો અને વિપરિત પરિસ્થિતિઓ સામે લડવા કુદરતે દરેકને ક્ષમતા આપેલી જ છે તેનો ઉપયોગ કરવો એ આત્મવિશ્વાસ છે અને તે જ સફળતાની ચાવી છે.

Pankaj Patel

कक्षा 12 मे जीव विज्ञान पसंद था फिर भी Talod कॉलेज से रसायण विज्ञान के साथ B.sc किया। बाद मे स्कूल ऑफ सायन्स गुजरात युनिवर्सिटी से भूगोल के साथ M.sc किया। विज्ञान का छात्र होने के कारण भूगोल नया लगा फिर भी नकशा (Map) समजना और बनाना जैसी पूरानी कला एवम रिमोट सेंसिंग जैसी नयी तकनिक भी वही सीखी। वॉशिंग पाउडर बनाके कॅमिकल कारखाने का अनुभव हुआ तो फूड प्रोसेसिंग करके बिलकुल अलग सिखने को मिला। मशरूम के काम मे टिस्यु कल्चर जैसा माईक्रो बायोलोजी का काम करने का सौभाग्य मिला। अब शिक्षा के क्षेत्र मे हुं, अब भी मै मानता हूँ कि किसी एक क्षेत्र मे महारथ हासिल करने से अलग-अलग क्षेत्रो मे सामान्य ज्ञान बढाना अच्छा है। Follow his work at www.zigya.com

More Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *