માનવીની ઈચ્છા જ એની અપૂર્ણતા પ્રગટ કરે છે.
– એમર્સન
ઈચ્છાઓ આકાશના જેવી અનંત છે.
– પ્રાકૃત કહેવત.
કોઈ પણ અપેક્ષા ન રહે ….. એ એક માત્ર અપેક્ષા છે.
– ફાધર વાલેસ
આજે મોટા ભાગનાં લોકો જેને સુખ માને છે. તે ખરેખર બીજું કઈં નહિ,
માત્ર એમની ઇચ્છાઓની પૂર્તિ જ છે.
– એરિક ફ્રોમ
ફક્ત દ્રઢ ઇચ્છાથી નિપજેલું કાર્ય સુંદર હોય છે.
– રસ્કિન
શારીરિક ક્ષમતાથી બળ પ્રાપ્ત થતું નથી તે તો અદમ્ય ઇચ્છા શક્તિથી મળે છે.
– મહાત્મા ગાંધી
ભલાઈ કરવાની ઇચ્છા બુરાઈ કરવાની ઇચ્છાને દબાવી દે છે.
– હજરત અલી
મહાન આત્માઓની ઇચ્છા શક્તિરૂપ હોય છે
જ્યારે દુર્બળ આત્માઓની ઇચ્છા માત્ર ઈચ્છા જ હોય છે.
– ચીની કહેવત
સુખી થવાની ફૉર્મ્યુલા છે – જિંદગીમાં બિનજરૂરી અપેક્ષાઓ ન રાખો.
સાચું પૂછો તો કોઈ અપેક્ષાઓ જ ન રાખો.
જિંદગી જે કંઈ આપે તે હસતે ચહેરે અપનાવી લેનારને જિંદગી ઘણી બધી
માનસિક પિડાથી બચાવી લે છે.
– આલ્બર્ટ આઈન્સ્ટાઈન
“આટલા બધા જીવો સતત દુઃખના ભાર નીચે કેમ જીવતા હશે ?”
જરૂરિયાતો પૂરી કરવાને બદલે ઇચ્છાઓ પૂરી કરવાનાં તેઓ પ્રયત્ન કરે છે માટે.
– રત્નસુંદરવિજયજી
ઇચ્છાઓને શાંત કરવાથી નહિ, પણ તેને મર્યાદિત કરવાથી જ શાંતિ મળે છે.
– હેવર
માણસની ઇચ્છાઓમાંથી અડધી પણ જો પૂરી થઈ જાય
તો એની મુસીબતો બેવડી થઈ જાય.
– બેન્જામીન ફેંકલિન
આપણે જે વસ્તુની અંતઃકરણથી ઇચ્છા કરીએ છીએ તેનાથી જ કર્મની ઉત્પતિ થાય છે.
– એચ.એ.ઓવરસ્ટ્રીટ
કામ કર્યા સિવાય ધન મેળવવાની ઇચ્છા રાખનાર માણસને પંડિતો મૂર્ખ કહે છે.
– વિદૂર નીતિ
ઇચ્છા, ક્રોધ અને લોભ નર્કના ત્રણ દ્વાર છે, કારણ કે તેઓ આત્માનો વિનાશ કરે છે.
– શ્રીમદ ભગવદ ગીતા
આવા વધુ સુવિચારો માટે અમારી બ્લોગ પોસ્ટ ફોલો કરતા રહો.