આમળા – ઔષધીય ફળ:
હવે, ચોમાસું પૂરુ થઈ શિયાળો બેસવાનો સમય આવશે. શિયાળો સ્વાસ્થ્ય અને આરોગ્યની દ્રષ્ટીએ સર્વોત્તમ ઋતુ છે. શિયાળુ ફળો સમગ્ર વર્ષ માટેની ચેતના અને શક્તિ પૂરી પાડે છે. એટલે જ કદાચ આયુર્વેદમાં શિયાળામાં ચ્યવનપ્રાશનું સેવન કરવાની ભલામણ કરાય છે. ચ્યવનપ્રાશનો સૌથી અગત્યનો ઘટક એટલે આમળા. આમળા એ એક ઔષધીય ફળ છે. અનેક રીતે ગુણકારી એવું આમળું એ કોઈ ઋતુગત ફળ નહી પરંતુ દરેક ઋતુમાં સેવન કરવા યોગ્ય છે.
આખા વર્ષ માટેનું ફળ:
એવું માનવામાં આવે છે કે ઋતુગત ફળ સ્વાસ્થ્ય માટે લાભદાયક હોય છે. પણ આંબળુ એક એવું ફળ છે જેનું સેવન દરેક ઋતુમાં તમને અનેક ફાયદા આપી શકે છે. આયુર્વેદમાં આંબળાને રસાયણ દ્રવ્યોમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. આમળાં વિટામિન ‘સી’ મેળવવા માટેનો સર્વોત્તમ અને પ્રાકૃતિક સ્રોત છે. વિટામિન સી એવું નાજુક તત્વ હોય છે જે ગરમીના પ્રભાવને કારણે નષ્ટ થઇ જાય છે, પરંતુ આમળાંમાં રહેલું વિટામિન ‘સી’ નષ્ટ થતું નથી. આબળા લોહીના શુદ્ધિકરણનું કામ કરે છે અને ખાવામાં રૂચી વધારે છે. મિત્રો, આજે આપણે આવા ગુણોના ભંડાર સમા આમળા વિષે થોડી માહિતી મેળવીએ અને એના ગુણોથી પરિચિત થઈએ.
આમળાના સેવનથી થતા લાભ :
-
આંબળાનો જ્યૂસ ચહેરા પર થનારા ખીલને દૂર કરે છે.
-
પાઈલ્સના સમયે પેદા થનાર કબજીયાતથી આંબળાનો રસ રાહત આપે છે.
-
આંબળા જ્યૂસ નિયમિત પીવાથી આંખોની રોશની વધે છે.
-
લીવરની નબળાઈ કે કોઈ સંક્રમણના કારણે કમળો થઈ ગયો હોય તો આંબળાની ચટણીને મધની સાથે પ્રયોગ કરવો વધારે ફાયદાકારક હોય છે.
-
જો આંબળાના રસને રોજ મધની સાથે લેવામાં આવે તો અસ્થમા અને બ્રોંકાઈટિસની બીમારીમાં લાભ મળી શકે છે.
-
જો પીરિયડ્સના સમયે વધારે બ્લડિંગ થતું હોય તો આંબળાનો રસ રોજના ત્રણ કેળા સાથે લેવો જોઈએ.
આમળાના એક ઔષધી તરીકે :
-
આંબળાના ફળને સૂકવીને તેને લગભગ વીસ ગ્રામની માત્રામાં બહેડાનું ચૂર્ણ તથા તેનાથી બેગણી માત્રામાં લગભગ ચાલીસ ગ્રામ કેરીની ગોટલીનો પાઉડર આખી રાત પલાળી રાખી રોજ સવારે તેને વાળના મૂળમાં લગાવવાથી વાળ કાળા, સુંદર અને ઘેરા થાય છે.
-
પેશાબથી સંબંધીત મુશ્કેલીઓ ઉત્પન્ન થઈ રહી હોય તો આંબળાની તાજી છાલનો રસ દસથી વીસ ગ્રામની માત્રામાં અઢી ગ્રામ હળદર અને પાંચ ગ્રામ મધની સાથે મેળવીને સવાર-સાંજ પ્રયોગ ખૂબ જ ફાયદાકારક છે.
-
જો મળની સાથે લોહી આવી રહ્યું હોય અર્થાત રક્તાતિસારની સ્થિતિ હોય તો આંબળાના રસને દસથી વીસ ગ્રામની માત્રામાં પાંચ ગ્રામ મધ અને અઢી ગ્રામ ઘી સાથે મેળવી પીવાથી ચોક્કસ રાહત મળશે.
-
ડાયાબિટીસ પર કાબૂ મેળવવા માટે પાંચથી દસ મિલિગ્રામ આમળાંના રસમાં પાંચ મિલિગ્રામ હળદર ઉમેરીને સવારે આ મિશ્રણનું ખાલી પેટે સેવન કરવું જોઈએ.
-
પચાસ ગ્રામ સૂકા આમળા, પચાસ ગ્રામ જીરૂ અને 21 કાળા મરીને મિક્સરમાં વાટી, આ મિશ્રણને રોજ મધ સાથે પાંચ ગ્રામ ચાટી જઈ તરત જ ઉપર એક ગ્લાસ હૂંફાળું પાણી પીવાથી શરદી, કફ અને અસ્થમા જેવી બિમારીઓથી રાહત મળશે.
-
આમળામાં અસંખ્ય ઝીણા કાણા પાડી તેને ત્રીસ દિવસ સુધી મધમાં પલાળી રાખવા અને રોજ આવા બે આમળા ખાવાથી તે સ્વાસ્થ્ય માટે ટોનિકનું કામ કરે છે.
Thank you very much.
Very good