Press "Enter" to skip to content

કંડલા : ભારતનું અતિમહત્વનું બંદર

Pankaj Patel 4

ગુજરાત રાજ્ય લગભગ 1600 km દરિયા કિનારો ધરાવતું રાજ્ય છે. ગુજરાતી પ્રજા વહાણવટાની બાબતમાં દેશના અન્ય પ્રદેશો કે રાજ્યો કરતા પ્રથમથી જ વિકસિત હતી અને ગુજરાતી પ્રજા વેપારી પ્રજા તરીકેના લક્ષણો ધરાવવા પાછળ તેના પુરાતનકાળથી રહેલા સાગરખેડુ સ્વભાવનો પણ મોટો ફાળો છે. ગુજરાતના ભરૂચ, ખંભાત અને ભાવનગર પાસેનું ઘોઘા બંદર એક સમયે વ્યાપાર અને પરદેશ ગમન માટે સમગ્ર દેશ માટે મુખ્ય બંદરો હતા. સોમનાથ જેવી રીતે ધાર્મિક મહત્વ ધરાવે છે તેવી જ રીતે બંદર તરીકે પણ ખ્યાતી ધરાવતું, વળી બંદર હોવાના કારણે સોમનાથના ધાર્મિક મહત્વમાં વધારો થયેલ હતો. ગુજરાતનું અન્ય ધાર્મિક સ્થળ એટલે કે દ્વારકામાં સમુદ્રમાં અતિ પ્રાચીન નગરીના મળેલ અવશેષો પણ ગુજરાતી પ્રજાના સાગર સાથેના અતિ પ્રાચીન ઘરોબાને જ દર્શાવે છે. આનાથી આગળના સમયમાં જોઈએ તો લોથલ અંદાજે 5000 થી પણ વધુ વર્ષો જુનું બંદર હતું અને એક સંસ્કૃતિના નાશ સાથે દબાઈ ગયેલું. ઉત્ખનન દરમિયાન મળેલા પુરાવા જણાવે છે કે ગુજરાત પ્રદેશ સહસ્ત્રાબ્દીઓ પહેલા પણ સાગરખેડુ પ્રજાનો વસવાટ ધરાવતો પ્રદેશ હતો.

ભારતમાં યુરોપીયનોના આગમન અને સાંસ્થાનિક આધિપત્યમાં તેઓની સામુદ્રિક રસ્તે ભારતીયો કરતા વધુ સારી કાબેલિયત પણ એક અગત્યનું પરિબળ હતું. યુરોપીયનોએ ભારતના પશ્ચિમ કિનારે સમય જતા મુંબઈનો વિકાસ કર્યો અને અંગ્રેજો પાસે અવિભાજિત ભારતમાં કરાચી પણ અગત્યનું બંદર હતું જેથી ગુજરાતના લાંબા દરિયા કિનારે બધી જ પ્રકારની અનુકુળતાઓ હોવા છતા કોઈ નવું બંદર સ્થાપ્યું તો નહી જ પણ જુના બંદરો પણ પોતાનું મહત્વ ગુમાવી બેઠા.

કંડલા એ ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલું ભારતનુ સૌથી અગત્યનું અને દેશના પશ્ચિમી દરિયાકિનારાનું સૌથી મોટું બંદર છે, જે અરબ સાગરના તટ પર કચ્છના અખાતમાં આવેલું છે. દેશનાં ભાગલા બાદ કરાંચી બંદર પાકિસ્તાન ને સોંપાયું અને ઉત્તર-પશ્ચિમ ભારતમાં મુંબઈ સિવાય કોઈ મોટું બંદર ન રહેતા મહત્વનાં બંદર તરીકે ઇ. સ. 1950માં કંડલાની સ્થાપના થઇ હતી. કંડલા બંદર એ પાકિસ્તાનના કરાચી બંદરથી 260 દરિયાઈ માઈલ અને મુંબઈ બંદરથી 430 દરિયાઈ માઈલ દૂર ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલું ભારતનુ સૌથી અગત્યનું બંદર છે. 

કંડલા બંદરની સ્થાપના બાદ નજીકમાં કોઈ માનવ વસાહતની જરૂરિયાતને ધ્યાનમાં લઈ ગાંધીધામ નામે શહેર વિકસાવવામાં આવ્યું જે આયોજનબદ્ધ વિકસેલું કચ્છનું એક અગત્યનું શહેર છે. કંડલા બંદરીય વિસ્તાર છે, ત્યાંની તમામ જમીનનો વહીવટ કંડલા પૉર્ટ ટ્રસ્ટ મારફતે કેન્દ્ર સરકાર હસ્તક હોવાથી ગુજરાત સરકાર હસ્તક જમીન નથી, પંચાયત કે પાલિકા નથી. વિકાસ, પ્રાથમિક સુવિધા અને અન્ય સુવિધાઓ પૂરી પાડવાની ફરજ કંડલા પૉર્ટ ટ્રસ્ટ અદા કરે છે.

 

કંડલા બંદર એ ભારતનું કાર્ગો હેંડલિંગ કરવાની દ્રષ્ટિએ સૌથી મોટું પોર્ટ છે. હાલના સમયમાં કંડલા એ ભારતનું સૌથી વ્યસ્ત બંદર માનવામાં આવે છે. ખાનગી ક્ષેત્રોની મદદથી આ બંદરની કાર્ગો હેંડલિંગ કરવાની ક્ષમતા વધારવાનું કામ પણ ચાલી રહ્યું છે. કંડલા એ ખનીજ તેલની આયાત માટેનું પણ સૌથી અગત્યનું બંદર છે. કંડલાથી મથુરા રીફાઇનરી સુધીની પાઈપલાઈનને કારણે કંડલાથી આયાતી ખનીજતેલ દેશના અંતરીયાળ ભાગો સુધી પહોચાડવું સરળ છે. અનાજ નિકાસ અને વિવિધ રસાયણો, સ્ટીલ, મશીનરી, કોલસો અને મેટલ વગેરેના વેપાર માટે પણ કંડલા એ ખૂબ જ અગત્યનું બંદર છે. આથી કંડલા બંદર ભારતના આંતરરાષ્ટ્રીય વેપારમાં મહત્વનો ભાગ ભજવે છે. કંડલા પોર્ટ એ ગુજરાત અને સાથે સાથે ભારતના વિકાસ માટે  એક અગત્યનું પરિબળ સાબિત થયું છે. સાથે સાથે કચ્છના રેતાળ વિસ્તારને પણ એક આયાત-નિકાસનું મોટું કેંદ્ર બનાવી શકાયું  છે. જેના કારણે કચ્છમાં તેને સંલગ્ન ટ્રાન્સપોર્ટ જેવા ક્ષેત્રોનો પણ ખુબ સારો વિકાસ થયો છે.

કંડલાને ભારત સરકારે 1965 માં Special Economic Zone (SEZ) જાહેર કરેલ છે. જે ભારતનું સૌથી પહેલું SEZ તો છે જ સાથે સાથે એશિયાનું પણ સૌથી પહેલું SEZ છે. SEZ તરીકે વ્યાપારમાં મળતી છૂટ-છાટ અને વિશેષ લાભોને કારણે કંડલા એ ભારતનું સૌથી મોટું SEZ બનીને સામે આવ્યું છે. કંડલા એ ભારતનું નિકાસ માટેનું પણ મહત્વનું ક્ષેત્ર છે. ભારત સરકારે કંડલાને Export Processing Zone પણ જાહેર કર્યું છે.  1000 એકરમાં પથરાયેલ કંડલા SEZ માં 142 જેટલા એકમો કાર્યશીલ છે. કંડલા SEZ એ કંડલા બંદરથી માત્ર 9 KM  દૂર આવેલ છે. આજે, કંડલા એ ભારતનું અનાજ નિકાસનું અને ખનીજ તેલ આયાતનું સૌથી મોટું કેંદ્ર છે અને આ જ કારણે કંડલા એ ભારતનું સૌથી વધું આવક ધરાવતું બંદર છે. બંદર તરીકે કંડલાનું અગત્ય એ હકીકતથી પણ સમજાય એમ છે કે વર્ષ 2012 માં IMO એટલે કે  International Maritime Organization દ્વારા Best Port Of The World ઍવોર્ડ – 2012 કંડલા પોર્ટને  એનાયત કરવામાં આવેલ.

હાલના વર્ષોમાં ગુજરાતના દરિયા કિનારે મુન્દ્રા જેવા ખાનગી બંદરનો પણ પ્રશંસનીય રીતે વિકાસ થયો છે. કંડલા બંદરનું સ્થાન પાકિસ્તાનની નજીક હોવાથી અને નજીકમાં જ પાકિસ્તાનનું સૌથી અગત્યનું બંદર કરાચી આવેલું હોવાથી વ્યુહાત્મક રીતે પણ તે મહત્વનું છે તથા પાકિસ્તાન સાથેના ભૂતકાળમાં થયેલા યુદ્ધોમાં તેની અગત્ય સાબિત પણ થયેલ છે. વળી, હમણાં જ પ્રધાનમંત્રી મોદીની ઈરાન યાત્રા દરમિયાન ભારત, ઈરાન અને અફઘાનિસ્તાન વચ્ચે થયેલ કરાર અને વર્ષોથી અટવાયેલા ઈરાનના ચાબહાર બંદર અંગે પણ કરાર થયા છે. નિકટ ભવિષ્યમાં જ ભારત ચાબહારના વિકાસમાં મોટું રોકાણ કરનાર છે. આનાથી ભારતનો ઈરાન, મધ્યપૂર્વ અને અફઘાનિસ્તાન ઉપરાંત યુરોપ અને રશિયા સુધી સામુદ્રિક વ્યાપાર અને વ્યુહાત્મક સંરક્ષણની દ્રષ્ટીએ પ્રભુત્વ વધનાર છે. આ સંજોગોમાં મુખ્ય બંદર તરીકે કંડલાનું મહત્વ હજુ વધારે વધશે.

ઇ. સ. 1998ના વર્ષમાં અહીં ભયંકર વાવાઝોડું ત્રાટક્યું હતું. અધિકૃત સરકારી માહિતી મુજબ, તેમાં અંદાજે 1000 લોકોની જાનહાનિ થયેલ, પરંતુ અનધિકૃત રીતે લગભગ 10,000 લોકોની ખુવારી થયાનું મનાય છે. અગાઉથી આપવામાં આવતી ચેતવણીની સુવિધાઓના અભાવને કારણે અહીં બહું મોટી જાન-હાનિ થઈ હતી. મૃતકોમાં મોટા ભાગનાં અનધિકૃત રીતે વસવાટ કરતાં પ્રવાસી મજુરો અને શાંતિનગરનાં ગરીબ લોકો હતા. સરકારી તંત્રની નિષ્ફળતાની આ એક મોટી ઉદાહરણ રૂપ ઘટના મનાય છે. આ કુદરતી આપત્તિના સમયે પોર્ટની જેટી અને અન્ય સગવડોમાં મોટાપાયે નુકશાન થયું હતું પરંતુ તે સમારકામ કરીને અને નવી સગવડો વિકસાવીને સુધારી લઇ શકાયું પણ માણસોની જાનહાની અટકાવી ના શકાયી એ વસવસો હંંમેશા રહેશે. આમ છતાં, સમગ્ર રીતે જોતા કંડલા બંદર ગુજરાત અને દેશના વિદેશ-વ્યાપાર તેમજ વ્યુહાત્મક સંરક્ષણ ક્ષેત્રે અતિ મહત્વનું કેન્દ્ર છે અને તેનું એક ગુજરાતી તરીકે આપણા સૌને ગૌરવ છે.

 

https://www.youtube.com/watch?v=zhyqkf825rA

Pankaj Patel

कक्षा 12 मे जीव विज्ञान पसंद था फिर भी Talod कॉलेज से रसायण विज्ञान के साथ B.sc किया। बाद मे स्कूल ऑफ सायन्स गुजरात युनिवर्सिटी से भूगोल के साथ M.sc किया। विज्ञान का छात्र होने के कारण भूगोल नया लगा फिर भी नकशा (Map) समजना और बनाना जैसी पूरानी कला एवम रिमोट सेंसिंग जैसी नयी तकनिक भी वही सीखी। वॉशिंग पाउडर बनाके कॅमिकल कारखाने का अनुभव हुआ तो फूड प्रोसेसिंग करके बिलकुल अलग सिखने को मिला। मशरूम के काम मे टिस्यु कल्चर जैसा माईक्रो बायोलोजी का काम करने का सौभाग्य मिला। अब शिक्षा के क्षेत्र मे हुं, अब भी मै मानता हूँ कि किसी एक क्षेत्र मे महारथ हासिल करने से अलग-अलग क्षेत्रो मे सामान्य ज्ञान बढाना अच्छा है। Follow his work at www.zigya.com

More Posts

  1. kuliah jurusan hukum itu seperti apa kuliah jurusan hukum itu seperti apa

    It’s remarkable to go to see this site and reading the views
    of all frriends on the topic of this post, while I am also zealous off
    getting experience.
    belajar akuntansi keuangan

  2. materi kuliah manajemen pemasaran ppt materi kuliah manajemen pemasaran ppt

    Thanks vvery nice blog!
    daftar mmata kuliah

  3. Pankaj Patel Pankaj Patel

    આપ સાચું કહો છો …. હવેથી નવો blog લખતા સમયે આપે સુચવેલો વિષય જરૂર ધ્યાને રાખીશું. … આ અને આવી અન્ય માહિતી આપતા રહેશો … આભાર 

     

  4. prajapati naresh prajapati naresh

    sir gujarat nu gaurav etle gsrtc a st bus na bus body building mte asia nu mota ma motu st workshop naroda ahmedabad khate banavya htu… a jyare banavyu tyare par day 07 navi bus taiyar thati hti… aa uprant police,ongc,militry na bus ni body pn taiyar thati hti…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *