Press "Enter" to skip to content

ક્ષમતા અનુસાર વર્તો Act As Per Your Strength

Pankaj Patel 2

ક્ષમતા સંદર્ભે ચાણક્યએ ખૂબ સરસ સૂત્રો આપ્યા છે અને આજે પણ એ એટલા જ પ્રસ્તુત છે. સમયની સાથે દુનિયા બદલાતી જાય છે. વિશ્વ હમેશાં પરિવર્તનશીલ હોય જ છે. આમ છતાં કેટલાક પાયાના સિદ્ધાંતો અપરિવર્તનીય રહે છે. આવા કહોને કે સાશ્વત સિદ્ધાંતો ચાણક્યએ ખૂબ ટૂંકા સૂત્રો દ્વારા મર્મસ્પર્શી રીતે સમજાવેલ છે. જે આટલી સદીઓ પછી પણ આપણો જીવનપથ ઉજાળવામાં ઉપયોગી બને છે.

માત્ર શિક્ષક નહીં, રાષ્ટ્ર ગુરુ

ચાણક્યને દુનિયામાં સમજુ લોકો શિક્ષક કે રાજગુરુ કરતાં પણ વધુ મેનેજમેંટ ગુરુ તરીકે ફોલો કરે છે.

તેમના અનેક ટૂંકા સૂત્રો રાજ્ય કે રાજાના સંદર્ભે કહેવાયા છે

પણ તેનો અર્થ એટલો વ્યાપક છે કે જીવનના દરેક તબક્કે વ્યક્તિગત કે સામૂહિક પ્રશ્નોને

સમજવામાં અને તેનો ઉકેલ શોધવામાં ખૂબ ઉપયોગી છે.

આજે રાજ્યો કરતાં વધુ મલ્ટીનેશનલ કંપનીઓ પાવરફૂલ બની છે.

અનેક મોટી કંપનીઓનું કદ અને વ્યાપ વૈશ્વિક સ્તરે વિસ્તર્યું છે.

કેટલીક કંપનીઓનું આર્થિક કદ કોઈ કોઈ દેશોની આર્થિક ક્ષમતા કરતાં મોટું છે.

આ સંજોગોમાં ‘ક્ષમતા’ અથવા “strength’ એ શબ્દનો વ્યાપક અર્થ સમજવો

અને તેનો ઉપયોગ દેશ માટે અથવા વ્યક્તિ માટે પણ જરૂરી છે.

ક્ષમતા – આપની જ નહીં સામેવાળાની પણ

સાધારણ રીતે ક્ષમતા એટલે શક્તિ, સંખ્યાબળ, મજબૂતી જેવા અર્થમાં વપરાતો સરળ શબ્દ છે. પણ જીવનમાં જો આપણે આપણી ક્ષમતા મુજબ વર્તીએ અથવા શક્તિ અનુસાર જીવીએ તો ક્યારેય કોઈ પ્રશ્નો ઊભા જ ના થાય. પોતાની અને સામેવાળાની ક્ષમતા મુજબ નિર્ણય લેવાય તો જીત નિશ્ચિત થાય જ. જ્યારે પણ કોઈ આયોજન કરવાનું હોય ત્યારે શક્તિ મુજબ આયોજન કરાય તો કાર્ય સફળ થવાના ચાન્સ વધે જ છે. ચાણક્ય કહે છે, ‘हियमानः संधि कुर्वित ।’ એટલે કે નબળો સબળા સાથે સંધિ કરે છે. તેજ રીતે ‘बलवान हीनेन विग्रहणीयात् |’ એટલે કે બળવાને નબળા સામે આક્રમણ કરવું જોઈએ. અહી સૂત્ર ભલે દેશ કે રાજા માટે હોય પણ સામાન્ય જીવનમાં પણ એટલું જ ઉપયોગી છે.

કોની સામે લડશો?

વળી, આગળ ચાણક્ય કહે છે,

‘न ज्यायसा समेन वा |’ – સરખા કે બળવાન સામે લડવું જોઈએ નહીં.

તથા ‘गजपादयुद्धिमव बलविद्वगर्ह:|’

મતલબ બળવાન શત્રુ સામેનું યુદ્ધ એ હાથીની સેના (ગજસેના) સામે પાયદળ (ચાલતા સૈનિકો) લડાવવા બરાબર છે.

હવે વિચારો કે આજના આપણા જીવનમાં આ સૂત્રો ડગલે ને પગલે કેટલા બંધબેસતા આવે છે.

દેશો-દેશો વચ્ચે આધુનિક સંબધો નિર્ધારિત કરવામાં તો ખરા જ પણ વ્યક્તિના જીવનમાં પણ દરરોજ આ સિદ્ધતો અસર કરે છે.

જે પોતાની ક્ષમતા અનુસાર વર્તે તે જ જીતે છે.

સક્ષમતા હોવી નહીં પ્રદર્શિત પણ કરવી જરૂરી –

આનો અર્થ તો એવો જ થાય છે કે દરેકે પોતાની ક્ષમતા વધારવી અથવા જાળવી રાખવી. ક્ષમતા બૌધિક, શારીરિક, આર્થિક જેટલા પ્રકારની હોય તે બધી ગણાય. સક્ષમ બનવું એ જ જરૂરિયાત છે. ચાણક્યના આ સૂત્રોનું આધુનિક વિશ્વમાં એક સરસ ઉદાહરણ છે. એટમિક શસ્ત્રો બીજા વિશ્વયુદ્ધમાં જાપાન સામે વપરાયા પછી વપરાયા નથી. દરેક દેશ આણ્વિક હથિયારો મેળવવા માગે છે. આ હથિયારો ઉપયોગ કરતાં ક્ષમતાના પ્રદર્શન માટે વધુ જરૂરી છે. જે દેશ આણ્વિક હથિયાર ધરાવે તેની સામે દુશ્મન હુમલો કરતાં અટકે છે. આમ, સક્ષમ બનવું જરૂરી છે અને દુશ્મનને આપણી ક્ષમતાનું ભાન કરાવતા રહેવું પણ જરૂરી છે.

કંપનીઓની સક્ષમતા

સંધિ અને યુદ્ધ આજે કંપનીઓના વિસ્તરણ, વિલય અને નાશ અથવા બજારમાથી દૂર થવામાં પણ વ્યાપક સ્તરે લડાય છે.

મોટી કે સક્ષમ સંસ્થાઓ અને સમૂહો નાનાને ગળી જાય છે.

નાની કંપનીઓનું મોટામાં વિલીનીકરણ અથવા બે કંપનીઓનું સ્ટ્રેટેજીક જોડાણ એ ક્ષમતા વિસ્તારનો ભાગ જ છે.

સક્ષમ કંપનીઓ મોનોપોલી ભોગવે છે અને હરીફોને બજારમાથી તગેડી મૂકે છે.

સક્ષમતાનું આકલન –

આમ પોતાની અને સામાની સાચી ક્ષમતાનું આકલન અને તે મુજબ વર્તવામાં આવે તો ઘણા પ્રશ્નો ઉભા જ નથી થતા. જેમ જેમ તમે તમારી ક્ષમતા વધારતા જાઓ તેમ તેમ અનાયાસ તેના સારા પરિણામ મળતા જ જાય છે. અને સમય આવ્યે કૌટિલ્ય સૂત્ર ‘शक्तिहीनो बलवन्तमाश्रयेत् |’ – ‘ નબળો રાજા બળવાનનો આશ્રય મેળવે’ મુજબ કોઇની સાથે સુમેળ પણ સાધવો પડે અને ક્ષમતા વધારવાનો સમય મેળવવો પડે. પણ સંધિ કરવામાં સામાની અને પોતાની ક્ષમતા સાચી રીતે જાણી ના હોય તો ચાણક્યના કહેવા મુજબ જ ‘दुर्बलाश्रयो दुःखमावहति |’ નબળાનો આશ્રય દુખદાયી જ બને.

Pankaj Patel

कक्षा 12 मे जीव विज्ञान पसंद था फिर भी Talod कॉलेज से रसायण विज्ञान के साथ B.sc किया। बाद मे स्कूल ऑफ सायन्स गुजरात युनिवर्सिटी से भूगोल के साथ M.sc किया। विज्ञान का छात्र होने के कारण भूगोल नया लगा फिर भी नकशा (Map) समजना और बनाना जैसी पूरानी कला एवम रिमोट सेंसिंग जैसी नयी तकनिक भी वही सीखी। वॉशिंग पाउडर बनाके कॅमिकल कारखाने का अनुभव हुआ तो फूड प्रोसेसिंग करके बिलकुल अलग सिखने को मिला। मशरूम के काम मे टिस्यु कल्चर जैसा माईक्रो बायोलोजी का काम करने का सौभाग्य मिला। अब शिक्षा के क्षेत्र मे हुं, अब भी मै मानता हूँ कि किसी एक क्षेत्र मे महारथ हासिल करने से अलग-अलग क्षेत्रो मे सामान्य ज्ञान बढाना अच्छा है। Follow his work at www.zigya.com

More Posts

  1. Pankaj Patel Pankaj Patel

    sure. … if you like any idea pl. go on

  2. minecraft minecraft

    Hello, i believe that i saw you visited my web site thus i
    came to return the prefer?.I am trying to in finding things
    to improve my site!I assume its ok to use a few of your ideas!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *