સ્થાનિક સ્વરાજ્યનું પાયાનું એકમ : ગ્રામ પંચાયત
ગ્રામ પંચાયત સ્થાનિક સ્વરાજ્યની પાયાની સંસ્થા અને સૌથી નાનામાં નાનું અને સૌથી અગત્યનું સ્તર ગણવામાં આવે છે.
ગ્રામ પંચાયત તાલુકા પંચાયત ને આધીન હોય છે.
૫૦૦ થી ૨૫ હજાર સુધીની વસ્તી ધરાવતા ગામમાં ગ્રામ પંચાયત ની જોગવાઇ કરેલી છે.
જેમા ઓછામાં ઓછા ૮ અને વધુમાં વધુ ૧૬ સભ્યો હોય છે.
જેમા કરેલી જોગવાઇઓ મુજબ ૩૦૦૦ સુધી જ ગામની વસ્તી હોય તો તે માટે ૮ સભ્યો અને ત્યાર બાદ દરેક ૩૦૦૦ ની વસ્તી એ ૨ સભ્યો ઉમેરવામાં આવે છે.
જો કોઇ એક કરતા વધુ ગામ સંયુક્ત ગ્રામ પંચાયત બનાવવી હોત તો તેઓ બનાવી શકે છે.
ગ્રામ પંચયાત ની દરેક બેઠકો માં અનુસુચીત જાતી અને અનુસુચીત જનજાતીઓ તેમજ મહિલાઓ માટે અનામત બેઠકો ની જોગવાઇ કરવાનો અધીકાર કલેક્ટરને હસ્તક હોય છે.
દરેક ગામમાં સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગો માટે ૧૦% બેઠકો ની જોગવાઇ કરેલી છે.
જ્યારે મહિલાઓ માટે કુલ બેઠકો ની ૧/૩ બેઠકોની જોગવાઇ કરેલી છે. પરંતું ઇ.સ ૨૦૧૫ માં ગુજરાત માં ૫૦ % બેઠકો અનામાત ફાળવવામાં આવી છે.
સરપંચ અને સભ્ય બનવા માટેની જોગવાઇઓ :
- જે વ્યક્તિની ઉમંર ૨૧ વર્ષ થી વધુ હોય તે વ્યક્તિ સરપંચ અને સભ્ય બનવા માટે આવેદન કરી શકે છે,
- પરંતુ તે વ્યક્તિનું નામ તે ગામની મતદાર યાદીમાં હોવુ ફરજીયાત છે.
- વળી તે સરકારી કર્મચારી ના હોવો જોઇએ.
- જો કોઇ વ્યક્તિ માનસિક બિમાર હોય કે પાગલ હોય અથવા તો ન્યાયાલય દ્વારા સજા થયેલ હોય તો તે વ્યક્તિ ચુટણી લડી શકતો નથી.
- જો તે વ્યક્તિ બેથી વધુ બાળકો ધરાવતો હોય કે લોક પ્રતિનિધિત્વ ધારા મુજબ 2 વર્ષથી વધુ સજા થયેલ હોય તો તે ચુટણી લડવા માટે ગેરલાયલ ઠરે છે.
- તેના ઘર માં શૌચાલયની વ્યવસ્થા હોવી જોઇએ. ઉપરોક્ત્ લાયકાત ધરાવતો કોઇ પણ વ્યક્તિ ચુંટણી લડી શકે છે.
- જે માટેની ચુટણી દર પાંચ વર્ષે યોજવામાં આવે છે.
- અને જો કોઇ કારાણસર પંચાયત સુપર સિડ થાય તો ૬ મહીનામાં તેની ચુટણી કરવી ફરજીયાત છે.
- જે માટે જે-તે ગામની વસ્તી ને અનુરુપ વોર્ડની રચના કરવામાં આવે છે.
- સમગ્ર ચુટણીની કાર્યવાહી રાજ્ય ચુંટની પંચ દ્વારા કરવામાં આવે છે.
ગ્રામ પંચાયત માટે વિશેષ જાણવા જેવી બાબતો:
- ગુજરાત સરકાર દ્વારા બિનહરીફ ચુંટણી થાય તે માટે વિવિધ પુરસ્કારોની શરુઆત કરેલી છે.
- ગ્રામ પંચાયતની ચુંટણીમાં પક્ષાંતર ધારો લાગુ પડતો નથી.
- ગ્રામ પંચાયતની પ્રથમ બેઠકની તારીખ તાલુકા વિકાસ અધીકારી (ચૂંટણી અધિકારી) દ્વારા નક્કી કરવામાં આવે છે.
- ચુટણી થયા બાદ ૧૫ દિવસમાં પ્રથમ બેઠક બોલાવવી ફરજીયાત છે.
- ગ્રામ પંચાયતની પ્રથમ બેઠકમાં ખાસ કરીને ઉપ સરપંચની નિયુક્તિ થાય છે.
- ગ્રામ પંચાયતની બેઠકના અધ્યક્ષ સરપંચ હોય છે. જો કોઇ કારણસર સરપંચ ગેરહાજર હોય તો ઉપસરપંચ અને જો કોઇ કારાણસર ઉપસરપંચ ગેરહાજર હોય તો ગ્રામ પંચાયત નકકી કરે તે સભ્યને અધ્યક્ષ પદે બેસાડવામાં આવે છે.
- જો કોઇ મુદે ખાસ બેઠક બોલાવવી પડે તો ૧/૩ સભ્યોની લેખીત અરજી દ્વારા ખાસ સભાનું આયોજન પણ કરવામાં આવે છે.
- જે અંગેની દરેક નોધ તલાટી કમ મંત્રીએ રાખવી ફરજીયાત છે.
- નવી રચાયેલી દરેક પંચાયતનો સમયગાળો ૫ વર્ષનો હોય છે અને કાર્યકાળ પુર્ણ થાય તે પહેલા ૧૫ દિવસ અગાઉ ચુટણી કરવામાં આવે છે.
- જો કોઇ સભ્ય ૪ મહીનાથી વધુ ગેરહાજર રહે તો તેનુ સભ્ય પદ રદ થાય છે. અને જો સરપંચ કે ઉપસરપંચની સામે ૨/૩ સભ્યો લેખીતમાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવે તો તેમને તેમના પદેથી દુર કરવામાં આવે છે.
- સરપંચ પોતાનું રાજીનામું તાલુકા પંચાયતને સોપે છે. જ્યારે ઉપસરપંચ સરપંચને રાજીનામુ સોપે છે.
- જો તે અંગે કોઇ તકરાર થાય તો તેના નિવારણ અંગે નાયબ જીલ્લા વિકાસ અધીકારી નિર્ણય લેશે.
આ વિષયમાં આથી અગાઉનો લેખ ’73 મો બંધારણીય સુધારો (વ્યાપક પંચાયતી રાજ)’ પણ જુઓ.