છે ગરીબોના કૂબામાં તેલ ટીપુંય દોહ્યલું, ને શ્રીમંતોની કબરો પર ઘીના દીવા થાય છે આપણા સમાજમાં આર્થિક અસમાનતા એ સદીઓથી ચાલી આવે છે. ગરીબોની ઝૂંપડીમાં તેલનું ટીંપુ પણ જોવા મળતું નથી, જ્યારે શ્રીમંતોની કબરો પર ઘીના દીવા કરવામાં આવે છે. સમાજની આ વાસ્તવિકતાને આ કહેવતથી સમજાવવા ઉપરોક્ત શબ્દો પૂરતા છે. કહેવતો એ સમાજની લાંબા સામયની અનુભવની વાતો માર્મિક રીતે રજૂ કરતી હોય છે. જે આ કહેવત જોઈને અનુભવાય છે. પરીક્ષામાં કહેવાતોના અર્થ સમજાવવા એ અલગ વાત છે અને જીવનભર કહેવત જેવુ જીવવું એ અલગ વાત છે. આપણા કહેવાતા નેતાઓ સાચા અર્થમાં સેવા કરે, સમાજ પોતાની કમીઓ દૂર કરવા જાગૃત બની પ્રયત્ન કરે અને બીજાના દુખે દુખી થઈ સામાનું દુખ દૂર કરવાની ભાવના વિકસે તો આવી કહેવતો ખોવાઈ જાય. પણ અફસોસ કે એવું થતું નથી.
લાંબા સમયથી એક સરખી સ્થિતિ:
સદીઓથી ચાલી આવતી આર્થિક અસમાનતા એ સમાજનું મોટામાં મોટું દુષણ છે.
ઝૂંપડામાં વસતાં દીનદુઃખિયાને અન્ન અને વસ્ત્ર જેવી જીવનની પ્રાથમિક જરૂરિયાતો પણ મળતી નથી.
ગરીબના ઘરમાં ઘી તો શું તેલનું ટીપું પણ જોવા મળતું નથી,
જ્યારે શ્રીમંતોની કબરો પર તેમના પરિવારજનો દ્વારા તેમની પ્રતિષ્ઠાનું પ્રદર્શન કરવા માટે તેલને બદલે મોંઘા ઘીના દીવા પ્રગટાવવામાં આવે છે.
શ્રીમંતો ભોગવિલાસની પાછળ લાખો રૂપિયા ખર્ચે છે,
તેનો થોડોક ભાગ પણ જો ગરીબોના કલ્યાણ માટે વપરાય તો ગરીબોના પેટનો ખાડો પૂરાઈ શકે.
અને બીજું કાંઈ નહિ તો ગરીબોને પ્રાથમિક સુવિધા પૂરી પાડી શકાય.
શ્રીમતો તેમની ખરેખર જરૂરિયાત જેટલી સામગ્રીનો ઉપયોગ કરે,
અને બાકીની સંપત્તિ પરોપકારમાં વાપરે તો –
સમાજમાંથી કાંઈક અંશે આ આર્થિક અસમાનતાના દુષણનો સામનો થઈ શકે.
અને દેશની ગરીબી દૂર કરવા તરફ એક પગલું મંડાયું એમ કહી શકાય.
‘છે ગરીબોના કૂબામાં તેલ ટીપુંય દોહ્યલું, ને શ્રીમંતોની કબરો પર ઘીના દીવા થાય છે’
આ શબ્દ-સમૂહનો અર્થ જ આ છે.
માત્ર દેખાડો શા માટે?
સમાજમાં પ્રતિષ્ઠા અને તેનો દેખાડો અથવા બિનજરૂરી ભૌતિક સગવડો પાછળ થતો ખર્ચ બચાવવામાં આવે અને તેનો સમાજના વિશાળ હિતમાં ઉપયોગી ખર્ચ કરવામાં આવે તો પણ આર્થિક અસમાનતાની મોટી ખાઈમાં ઘટાડો કરી શકાય. વળી, ગરીબ લોકો માટે પાયાની જરૂરિયાતો પૂરી થતી હોય તો અસમાનતા વર્ગવિગ્રહને જન્મ ન આપે પરંતુ સમાજમાં સુખી હોવા કરતા સુખી હોવાનો દેખાડો કરવા પાછળ વધું ખર્ચ થાય છે જેને અટકાવવો જોઈએ. સામાન્ય રીતે દરેક લોકોને જીવનની પ્રાથમિક જરૂરિયાતો જેટલું આવકનું સાધન હોય અને મુઠ્ઠિભર લોકોના હાથમાં તમામ સંપત્તિ હોય તે કોઈપણ રીતે ઇષ્ટ તો નથી જ.
(ધોરણ – 8 થી 10 માં વિચાર-વિસ્તાર અંતર્ગત આવી પંક્તિઓના ભાવાર્થ પૂછાઈ શકે છે.)
Yes I am Agree
Log he Bhul Gaye hai ki vo swayam ek shretha Atma hai or unko Ek accha karya karna hai ,sab apni joli bharne me Dube hai