આપણા શરીર માટે જામફળ સૌથી વધુ સ્વાસ્થ્યપ્રદ ફળ છે. આમળાં પછી વિટામીન સી નો જો કોઈ ભંડાર હોય તો એ જામફળ છે. સામાન્ય રીતે સૌ કોઈ એવું માને છે કે ખાટાં ફળોમાંથી વિટામીન સી ખૂબ જ વધારે મળે છે. પરંતુ નારગી કે સંતરા જેવા ખાટાં ફળ કરતાં પણ મીઠા જામફળમાંથી વધારે પ્રમાણમાં વિટામીન સી મળે છે. આપણા શરીરની ત્વચા માટે ખૂબ જ ઉપયોગી એવું આ ફળ એક અમૃતફળ કહેવાય છે. કેટલાય ઔષધીય ગુણોથી સમૃદ્ધ જામફળ એ શિયાળાનું સૌથી અગત્યનું ફળ છે. તે ત્વચાના તમામ રોગોને દૂર કરવાની સાથે કેન્સર જેવી ગંભીર બીમારીનો પણ ઈલાજ કરે છે. જામફળમાં વિપુલ પ્રમાણમાં એન્ટિઓક્સિડન્ટ હોય છે, જે કેન્સરના કોષોનો નાશ કરે છે. જો દરરોજ એક જામફળ ખાવામાં આવે તો જીવનભર ડોક્ટરની સારવાર લેવી પડતી નથી. જામફળની સાથે સાથે તેના પાન પણ ઔષધીય રીતે ખૂબ જ ગુણકારી છે. શિયાળાની ઋતુ એ સ્વાસ્થ્યવર્ધક ઋતુ ગણાય છે. શિયાળામાં મળતા લાલ અને સફેદ જામફળ અનેક ગુણોથી ભરપુર છે. આપણે સૌ કદાચ અત્યારે રોજ જામફળ ખાઈએ છીએ પણ તેના અઢળક ફાયદા અને ઔષધીય ગુણો વિશે અજાણ હોઈએ છીએ. તો મિત્રો, ચાલો આજે આપણે શિયાળાના અમૃતફળ જામફળના ગુણો વિશે જાણીએ.
સેવનથી થતા ફાયદા :
- જામફળના સેવનથી લોહીમાં શુગરનું સ્તર ઓછું થઈ જાય છે.
- ફાઈબર વધારે માત્રામાં હોય છે જે શુગર પચાવામાં અને ઈંસ્યુલિન વધારવામાં મદદ કરે છે.
- જો તમને દાંતમાં દુખાવો થતો હોય તો જામફળના પાનને આથીને ખાવાથી ખૂબ જ રાહત થાય છે.
- દાંતોમાં સડન થવા દેતું નથી ને હંમેશા મુખ ફ્રેશ રહે છે.
- વિટામિન સી નો ભંડાર છે.
- શરીરની રોગ પ્રતિરોધક ક્ષમતા પણ વધારે છે.
- જામફળ ખાવાથી સર્દી જેવી સમસ્યાઓ પણ ઠીક થઈ જાય છે.
- જામફળનના સેવનથી પાચનતંત્ર મજબૂત બને છે.
- કબજિયાતની સમસ્યાથી બચવા માટે સંચણ સાથે જામફળનું સેવન કરવું જોઈએ.
- શરીરમાં બ્લડ પ્રેશરના સંતુલન માટે જામફળ ખૂબ જ ફાયદાકારક છે.
- શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર ઓછું કરવામાં પણ જામફળ ખૂબ જ ઉપયોગી છે.
- આયોડીન સારી માત્રામાં હોય છે.
- થાયરોઈડની સમસ્યામાં આરામ મળે છે.
- શરીરના હાર્મોનલ સંતુલન જળવાઈ રહે છે.
- લોહીના સ્ત્રાવ વધારે છે. જેથી મગજ તેજીથી કામ કરે છે.
- હૃદયને મજબૂતી પ્રદાન કરનારું ફળ છે.
- માનસિક તણાવ દૂર કરવામાં જામફળ ખૂબ જ ઉપયોગી છે.
- ગુલાબી જામફળમાં લાઈકોપીન ટમેટાથી બમણી માત્રામાં હોય છે જે ત્વચાના અલ્ટ્રાવાયલેટ કિરણોથી બચાવે છે અને ત્વચાના કેંસરથી પણ આપણું રક્ષણ કરે છે.
- જે લોકોની દ્રષ્ટિ નબળી હોય તેઓ જામફળ ખાય તો તેમને ઘણો ફાયદો થાય છે.
- જામફળના પાનની ભાજી ખાવાથી ભાંગનો નશો ઉતરે છે.
- આંખના ફુલાં, સોજા અથવા દુખાવામાં જામફળના પાનમાં થોડી ફટકડી મેળવી, ચટણી બનાવી અંતરપટ કરી (આંખ પર બીજું કપડું મુકી) બાંધવાથી ફાયદો થાય છે.