શરદી શિયાળામાં સામાન્ય તકલીફો પૈકીની એક છે. આપણે તેને અવગણીએ અને તે કાયમી થઈ જાય ત્યારે વધુ મુશ્કેલી સર્જે છે. આવી શરદીને જૂની શરદી કહી શકાય. એ ગમે તે ઋતુમાં પજવે છે.
લક્ષણો:
- શરદીના કારણે માથું ભારે રહે.
- દુઃખે બેચેની લાગે.
- વારંવાર છીંકો આવે.
- નાકમાંથી લીંટ વહે.
- આંખો લાલ થાય.
- ઉચ્છવાસ ગરમ નીકળે.
- સૂકી ખાંસી આવે.
- ભૂખ ઓછી લાગે.
- કોઈક વખત ઠંડી લાગે.
- જમતી વખતે નાક ગળવાથી જમવામાં તકલીફ પડે.
આ બધાં જૂની શરદીનાં સર્વસાનામ્ય લક્ષણો છે.
ઉપાયો/ઉપચાર:
જૂની શરદી મટાડવા માટે નીચે દર્શાવેલા ઉપાયોમાંથી અનુકૂળતા પ્રમાણે કરી શકાય.
- એક-બે દિવસ સાદા અગર શિવામ્બુ ઉપવાસ કરવા. તે દરમ્યાન શક્ય તેટલું વધુ હુંફાળુ પાણી પીવું.
- એકાદ વખત શિવામ્બુ અગર ઉકાળેલા લીમડાના પાનના હૂંફાળા પાણીનો એનીમા લેવો.
- સવાર-સાંજ શિવામ્બુ અગર હુંફાળા પાણીનું નસ્ય કરવું.
- નાક પર ગરમ ઠંડો શેક કરવો.
- દિવસમાં ત્રણ વાર તાજા શિવામ્બુના કોગળા કરવા અને તેમાં ત્રણ-ત્રણ ટીંપા નાકમાં નાંખવાં.
- ચાર દિવસના વાસી શિવામ્બુથી સવાર-સાંજ મોઢું, ગળું, બોચી અને છાતીએ અડધા કલાકથી હળવી માલિસ કરવી.
- સવારે ઊઠીને, બપોરે જમ્યા બાદ બે કલાકે અને રાત્રે સુતી વખતે શિવામ્બુપાન કરવું.
- શક્ય તેટલો વધુ આરામ કરવો.
આ ઉપરાંત બીજા પણ કરી શકાય તેવા ઉપચાર છે:
- સવારે નાસ્તામાં ખાટાં મીઠાં અને સાંજે મીઠા ફળ લેવાં.
- આદું, તુલસી, ફૂદીનો, અગર, સૂંઠ, મરી, તજ, લવિંગ, એલચીનો ઉકાળો રોજ બે વાર પીવો.
- ઉપવાસ બાદ ઉપવાસ જેટલા દિવસ લીંબુ રસ, તુલસી, અરડૂસી, મધ, આદું, હ્ળદર રસ, સંતરા, મોસંબી રસ, લીલી કાળી દ્રાક્ષ પપૈયા ઉપર રહેવું.
- થૂલાવાળી રોટલી, મોળું દહીં, મગ અને બાફેલા શાકનો આહાર લેવો.
- બ્રેડ, બિસ્કીટ, આમલી, ખાટું દહીં તેમજ અન્ય ખાટો, તીખો, તળેલો ફ્રિજનો આહાર તેમજ પાણી ન લેવું.
- ખાંડ તેમજ મીઠું બને તેટલું ઓછું લેવું.
અહી દર્શાવેલા ઉપાય એ જાતઅનુભવથી મળેલા અને ઉપયોગી ઉપચારો છે. આમ છતાં, દરેકને માટે બધા જ ઉપાયો કારગર ના પણ નીવડે.
આ માહિતી સામાન્ય રીતે દરેકના ઉપયોગમાં આવી શકે અને સરળ ઉપચાર થાય તેવા આશયથી આપી છે.
આમ છતાં, દરેકના શરીરની પ્રકૃતિ અનુસાર વિશિષ્ટ સારવાર તો કોઈ યોગ્ય વૈદ કે ડોકટર જ કરી શકે, કેમ કે તે દર્દીને તપાસી નિદાન કરી શકે.
કમરમાં દુખાવો હોય તો તેના ઉપચાર જાણવા આ પોસ્ટ જરૂર જુઓ :
કમરનો દુખાવો અથવા સંધિવા માટે ઘરગથ્થુ ઉપચારો
શરદી અંગ્રેજીમાં Common Cold અથવા Cold તરીકે ઓળખાય છે અને તે વાઇરસથી થતી સંક્રામક બીમારી ગણાય છે.