આજ કાલ આપણે એવી કેટલીય સગવડો વાપરતા હોઈએ છીએ કે તેમનાથી એવા ટેવાઇ જવાય છે અને તે ક્યારે શરૂ થઈ એ જાણીએ તો આશ્ચર્ય થયા વિના ના રહે. આવું જ કઈક ATM (Automated Teller Machine) મશીનનું છે.
ડિઝિટલ દુનિયામાં ગમે ત્યાં અને ગમે ત્યારે પૈસા ઉપાડવા ATM સેવા હવે ગામડે પણ મળવા લાગી છે. આપણા ત્યાં સેવામાં ધાંધિયાની ફરિયાદો રહેવાની પણ સગવડ એ સગવડ છે.
ઘણી શોધો એવી છે કે તેની પ્રથમ આવૃત્તિ જોઈએ તો માની જ ના શકાય કે આ અત્યારે વાપરીએ છીએ તે જ વસ્તુ છે. જેમ કે દુનિયાનું પહેલું કમ્પ્યુટર આખા હોલમાં હતું અને કેલ્ક્યુલેટર પણ ખૂબ મોટા માપનું હતું. પણ ATM માટે એવું નથી.
આજ કાલ આપણે એવી કેટલીય સગવડો વાપરતા હોઈએ છીએ કે તેમનાથી એવા ટેવાઇ જવાય છે અને તે ક્યારે શરૂ થઈ એ જાણીએ તો આશ્ચર્ય થયા વિના ના રહે. આવું જ કઈક ATM (Automated Teller Machine) મશીનનું છે. દુનિયાનું પ્રથમ ATM 27 જૂન 1967 માં લંડન શહેરમાં ચાલુ થયેલું. અને આશ્ચર્યની વાત એ છે કે તે આજે પણ ચાલુ છે. વધુમાં 2017 માં તેની પચાસમી વરસી ઉજવવા બેન્કે તેને સોનેરી બનાવ્યું છે અને તેની આગળ લાલ જાઝમ પાથરવામાં આવી છે. આ મશીન અડધી સદી પહેલા પણ આધુનિક વિચારો અને જરૂરિયાતો સમજીને બનાવાયું છે કે જેથી આજે ય ઉપયોગમાં લેવાય છે.
ATM મશીનની શોધ સ્કોટીશ શોધક શેફર્ડ બેરોને કરેલી અને ઉત્તરી લંડનમાં Barclays bank ની એન્ફિલ્ડ શાખામાં ચાલુ કરાયેલું.