ચાલુ શૈક્ષણિક વર્ષથી ગુજરાત સરકારે શૈક્ષણિક ક્ષેત્રે ઘણા મહત્વના નિર્ણયો કર્યા છે. ધોરણ–9 અને ધોરણ-11 (સામાન્ય પ્રવાહ)નો અભ્યાસક્રમ બદલાયો અને સેમિસ્ટર પદ્ધતિ રદ કરવામાં આવી. ધોરણ-11 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ પણ સેમિસ્ટરની જગ્યાએ વાર્ષિક પરીક્ષા આપશે. એ માટે ગુજરાત રાજ્ય શૈક્ષણિક બોર્ડ દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવેલ. જેમાં નવા પરિરૂપ પ્રમાણે પ્રશ્નપત્ર, ગુણભાર, બ્લ્યુ પ્રિંટ અને નમુનાના પ્રશ્નપત્ર વગેરે જેવી બાબતોની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તો મિત્રો, આજે આપણે ધોરણ-11 વિજ્ઞાન પ્રવાહના રસાયણ વિજ્ઞાન વિષયની નવા પરિરૂપ પ્રમાણેની સંપૂર્ણ માહિતી વિષે જાણકારી મેળવીએ.
- માસવાર અભ્યાસક્રમ
ક્રમ |
માસ |
પ્રકરણ |
કાર્ય દિવસ |
1. |
જૂન |
ભાગ – 1, પ્રકરણ 1 શરૂ |
22 |
2. |
જુલાઈ |
પ્રકરણ 1 પૂર્ણ, 2 પૂર્ણ, 3 શરૂ |
25 |
3. |
ઑગષ્ટ |
પ્રકરણ 3 પૂર્ણ, 4 પૂર્ણ |
23 |
4. |
સપ્ટેમ્બર |
પ્રકરણ 5 પૂર્ણ, 6 શરૂ (સમૂહ-I સુધી) (સંયોજનો સહિત) (પ્રથમ પરિક્ષા) |
24 |
5. |
ઓક્ટોબર |
પ્રકરણ 6 પૂર્ણ, 7 પૂર્ણ |
21 |
6. |
નવેમ્બર |
ભાગ – 2, પ્રકરણ 1 શરૂ |
11 |
7. |
ડિસેમ્બર |
પ્રકરણ 1 પૂર્ણ, 2 પૂર્ણ |
26 |
8. |
જાન્યુઆરી |
પ્રકરણ 3 પૂર્ણ, 4 શરૂ |
24 |
9. |
ફેબ્રુઆરી |
પ્રકરણ 4 પૂર્ણ, 5 પૂર્ણ |
23 |
10. |
માર્ચ |
પ્રકરણ 6 પૂર્ણ, 7 પૂર્ણ |
25 |
11.
|
એપ્રિલ |
પુનરાવર્તન તથા વાર્ષિક પરિક્ષા |
22 |
- નોંધ :
પ્રથમ સત્ર |
06-06-2016 થી 27-10-2016 |
દ્વિતીય સત્ર |
18-11-2016 થી 30-04-2017 |
પ્રથમ પરીક્ષા |
22-09-2016 થી 01-10-2016 |
દ્વિતીય પરીક્ષા |
30-01-2017 થી 08-02-2017 |
વાર્ષિક પરીક્ષા |
10-04-2017 થી 19-04-2017 |
પ્રથમ પરિક્ષાના પ્રશ્નપત્રના પરિરૂપ અને નમૂનાના પ્રશ્નપત્ર સહિત સંપૂર્ણ માહિતી માટે PDF File :
Click Here : Std-11-Chemistry