ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની યાદી જણાવે છે કે H.S.C. વિજ્ઞાનપ્રવાહ પ્રથમ અને તૃતિય સેમેસ્ટર ઓક્ટોબર-2016ની પરિક્ષાનો કાર્યક્રમ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર મૂકવામાં આવેલ છે. પ્રથમ સેમેસ્ટરમાં ઉપસ્થિત થનાર રાજ્યના તમામ ઉમેદવારોની પરીક્ષા એક માત્ર અમદાવાદ કેન્દ્ર ખાતે લેવામાં આવશે અને તૃતિય સેમેસ્ટરની પરીક્ષા જિલ્લા કક્ષાના શાળાને ફાળવેલ પરીક્ષા કેન્દ્ર ખાતે લેવામાં આવશે જેની વિગત હોલ ટિકિટમાં દર્શાવવામાં આવશે.
વધુમાં જણાવવાનું કે પ્રથમ અને તૃતિય સેમેસ્ટરમાં ઉપસ્થિત થનાર ઉમેદવારોની માહિતીની ફાઈલ જે શાળાઓએ બોર્ડને મોકલેલ નથી તે શાળાઓએ તાત્કાલિક મોકલી આપવાની રહેશે. આ અંગેની સંપૂર્ણ જવાબદારી શાળાના આચાર્યશ્રીની રહેશે જેની નોંધ લેવી.
સ્થળ : ગાંધીનગર
તારીખ : 19/09/2016 ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
ગાંધીનગર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ – ગાંધીનગર
ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા (HSCE) વિજ્ઞાનપ્રવાહ પ્રથમ સેમેસ્ટરમાં ગેરહાજર/UFM પરીક્ષા, ઓક્ટોબર-2016 નો કાર્યક્રમ
તારીખ/વાર |
સમય |
વિષય |
તારીખ/વાર |
સમય |
વિષય |
24/10/2016 સોમવાર |
10.30 થી 1.00 |
રસાયણવિજ્ઞાન (052) |
24/10/2016 સોમવાર |
3.00 થી 5.00 |
અંગ્રેજી (પ્રથમ ભાષા) (006) અંગ્રેજી (દ્વિતીય ભાષા) (013) |
25/10/2016 મંગળવાર |
10.30 થી 1.00 |
ભૌતિક વિજ્ઞાન (054) |
25/10/2016 મંગળવાર |
3.00 થી 5.00 |
ગુજરાતી પ્રથમ ભાષા (001) હિન્દી પ્રથમ ભાષા (002) મરાઠી પ્રથમ ભાષા (003) ઉર્દુ પ્રથમ ભાષા (004) સિંધી પ્રથમ ભાષા (005) તમિલ પ્રથમ ભાષા (007) ગુજરાતી દ્વિતીય ભાષા (008) હિન્દી દ્વિતીય ભાષા (009) સંસ્કૃત (129) ફારસી (130) અરબી (131) પ્રાકૃત (132) કમ્પ્યુટર એજ્યુકેશન (331) (સૈદ્ધાંતિક) |
26/10/2016 બુધવાર |
10.30 થી 1.00 |
જીવ વિજ્ઞાન (056) |
26/10/2016 બુધવાર |
3.00 થી 5.30 |
ગણિત (050) |
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ – ગાંધીનગર
ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા (HSCE) વિજ્ઞાન પ્રવાહ – ત્રીજું સેમેસ્ટર પરીક્ષા ઑક્ટોબર-2016 નો કાર્યક્રમ
તારીખ/વાર |
સમય |
વિષય |
|
14/10/2016 શુક્રવાર |
3.00 થી 5.30 |
રસાયણ વિજ્ઞાન (052) |
|
15/10/2016 શનિવાર |
3.00 થી 5.30 |
અંગ્રેજી (પ્રથમ ભાષા) (006) અંગ્રેજી (દ્વિતીય ભાષા) (013) |
|
17/10/2016 સોમવાર |
3.00 થી 5.30 |
ભૌતિક વિજ્ઞાન (054) |
|
18/10/2016 મંગળવાર |
3.00 થી 5.30 |
ગુજરાતી પ્રથમ ભાષા (001) હિન્દી પ્રથમ ભાષા (002) મરાઠી પ્રથમ ભાષા (003) ઉર્દુ પ્રથમ ભાષા (004) સિંધી પ્રથમ ભાષા (005) તમિલ પ્રથમ ભાષા (007) |
ગુજરાતી દ્વિતીય ભાષા (008) હિન્દી દ્વિતીય ભાષા (009) સંસ્કૃત (129) ફારસી (130) અરબી (131) પ્રાકૃત (132)
|
કમ્પ્યુટર એજ્યુકેશન (સૈદ્ધાંતિક) (331) |
|||
19/10/2016 બુધવાર |
3.00 થી 5.30 |
જીવ વિજ્ઞાન (056) |
|
20/10/2016 ગુરુવાર |
3.00 થી 5.30 |
ગણિત (050) |
:: અગત્યની સુચનાઓ ::
- ઉપરોક્ત તમામ વિષયોની સૈદ્ધાંતિક પરિક્ષા OMR ઉત્તર પત્રિકાથી લેવામાં આવશે..
- OMR ઉત્તર પત્રિકામાં યોગ્ય ખરા વર્તુળને પૂર્ણ કરવા ફક્ત કાળી/ભૂરી બોલપેનનો ઉપયોગ કરવાનો રહેશે.
- રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન વિષયોની પ્રાયોગિક પરીક્ષા સંબંધિત શાળાઓ દ્વારા ઓક્ટોબર માસમાં તા.03/10/2016 થી 10/10/2016 સુધીમાં લેવાની રહેશે. જેના ગુણ શાળાએ બોર્ડને તા.14/10/2016 સુધીમાં મોકલવાના રહેશે.
- કમ્પ્યુટર એજ્યુકેશન (પ્રાયોગિક) વિષયની પ્રાયોગિક પરીક્ષા પણ સંબંધિત શાળા દ્વારા લેવાની રહેશે અને જેના ગુણ શાળાએ બોર્ડને તા.14/10/2016 સુધીમાં મોલકવાના રહેશે.
- પરીક્ષાર્થીઓએ પોતે જે માધ્યમમાં ઉત્તરો લખવાના છે, તે ભાષાના કોડ નંબર તેમજ લીધેલા વિષયોના કોડ નંબર તથા તે વિષયોની પરીક્ષાની તારીખ, વાર, સમય બાબતે પોતાની શાળામાંથી સંપૂર્ણ માર્ગદર્શન મેળવી લેવું.
- પરીક્ષાના પ્રથમ દિવસે પરિક્ષાર્થીઓએ 30 મિનિટ અગાઉ પરીક્ષા સ્થળે અચૂક પહોંચી જવું. બાકીના દિવસોએ પરીક્ષા શરૂ થવાની 20 મિનિટ અગાઉ હાજર રહેવું.
- પ્રશ્નપત્રને લગતું કોઈપણ સાહિત્ય, પુસ્તક, ગાઈડ, ચાર્ટ તેમજ મોબાઈલ ફોન જેવા ઈલેક્ટ્રોનિક સાધનો વગેરે પરીક્ષા સ્થળ અને પરીક્ષા ખંડમાં લઈ જવાની મનાઈ છે. પરંતુ સાદું કૅલ્ક્યુલેટર સાથે લઈ જવાની છૂટ છે. તેમ છતાં પરીક્ષાર્થી પાસે પરીક્ષા શરૂ થયા બાદ નિરિક્ષણ દરમિયાન કોઈ પણ સાહિત્ય મળશે, તો તેમની સામે ગેરરીતિનો કેસ નોંધી શકાશે. અને શિક્ષાને પાત્ર જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. પરીક્ષાખંડમાં પ્રવેશિકા સિવાય કોઈ પણ પ્રકારનું હાથે લખેલું કે છાપેલું સાહિત્ય ગેરરીતિનો કિસ્સો નોંધવા માટે પૂરતા છે તેની ખાસ નોંધ લેવી.
- પરીક્ષા સંબંધી અદ્યતન માહિતી માટે બોર્ડની વેબસાઈટ www.gseb.org જોતા રહેવું.
- પ્રથમ સેમેસ્ટરમાં ઉપસ્થિત થનાર દરેક ઉમેદવારોની પરીક્ષા અમદાવાદ કેન્દ્ર ખાતે લેવામાં આવશે.
રાહુલ વાઘેલા ઇન્દીરાનગર જે ખેડબ્રહ્મા તાલુકો સાબરકાંઠા ગુજરાત પીનકોડ 38 32 55