સીતાફળ એ એક મીઠું ફળ છે. વધુ શક્તિદાયક ફળ એવા સીતાફળના વૃક્ષને સીતાફળી કહેવાય છે. આ ફળનું વૈજ્ઞાનિક નામ એનોના સ્ક્વોમાસા છે. આ ફળ મૂળ વેસ્ટ ઈન્ડીઝનું હોવાનું મનાય છે. હાલમાં ભારત ઉપરાંત, બાંગ્લાદેશ, પાકિસ્તાન, ફિલિપાઈન્સ વગેરે દેશોમાં સીતાફળની ખેતી થાય છે. વિશ્વના અમુક ક્ષેત્રોમાં સીતાફલને કસ્ટર્ડ ઍપલ કહે છે. બહારથી સખત એવું આ ફળ અંદરથી ખૂબ જ નરમ હોય છે. સીતાફળનો ગર થોડો દાણેદાર હોય છે. તે ઘણું ચીકણું, લીસું અને નરમ હોય છે. સમગ્ર ફળમાં બીજ એક સરખા વેચાયેલા હોય છે. સીતાફળના બીજ કાળાશ પડતા રંગના હોય છે. સીતાફળ એ આપણા શરીર માટે ખૂબ જ લાભદાયી ફળ છે. વિટામીનના ભંડાર એવા સીતાફળમાંથી આપણા શરીરને લોહ તત્વ પણ મળી રહે છે. શિયાળા માટે એક ઉત્તમ અને પૌષ્ટિક ફળ એવા સીતાફળનું સેવન આપણા શરીર માટે ખૂબ જ લાભદાયક છે. આયુર્વેદ પ્રમાણે સીતાફળ સ્વાદિષ્ટ અને મધુર, અતિ શીતળ-ઠંડું, કફવર્ધક, પિત્તશામક, વાયુ કરનાર, પૌષ્ટિક, ઊલટી રોકનાર, હૃદયને બળ આપનાર, માંસ અને લોહીને વધારનાર તથા હૃદયના ધબકારાને નિયમિત કરનાર છે. તો મિત્રો, આવો આપણે આજે જાણીએ ગુણકારી સીતાફળના ગુણો વિશે.
સીતાફળના સેવનથી થતા ફાયદા :
- સીતાફળ એ એક ઉત્તમ પિત્ત અને દાહશામક ફળ છે.
- જેમને અવારનવાર એસિડિટી, અમ્લપિત્ત, હાથ-પગનાં તળિયાંની બળતરા, આંખો અને છાતીમાં બળતરા થતી હોય તેમણે રોજ રાત્રે એક પાકેલું સીતાફળ છત પર ઝાકળમાં મૂકવું અને બીજે દિવસે સવારે નરણાં કોઠે ખાઈ જવું. પિત્તની બધી તકલીફો શાંત થઈ જશે.
- શરીરની માંસપેશીઓ ક્ષીણ થઈ ગઈ હોય, શરીર પાતળું અને કૃશ થઈ ગયું હોય, ટાઇફોઇડ-મલેરિયા જેવા તાવ પછી વજન ઘટી ગયું હોય તો સીતાફળનું સેવન કરવાથી માંસવૃદ્ધિ થાય છે અને વજન વધે છે.
- જેમનું હૃદય નબળું પડી ગયું હોય, હૃદયના ધબકારા વધી જતાં હોય, હૃદયમાં ગભરામણ થતી હોય, હૃદયની માંસપેશીઓ શિથિલ થઈ હોય તેમના માટે પણ સીતાફળ ફાયદાકારક છે.
- સીતાફળ આંખોની રોશની વધારે છે.
- આ ફળમાં રહેલ આયરન અને કૉપર શરીરમાં લોહીમી ઉણપને પૂરી કરે છે.
- આ ફળમાં વિટામિન બી હોય છે, જે ડિપ્રેશનની પરેશાનીને દૂર કરે છે.
- સીતાફળ એ વાળની સુંદરતા માટે ખૂબ જ ઉપયોગી છે.
- સીતાફળ હૃદયની માંસપેશીઓનું બળ વધારી હૃદયની ક્રિયાને કુદરતી બનાવે છે.
- શરીરમાં અશક્તિ જણાતી હોય, રોગ પછી શરીર નિર્બળ થઈ ગયું હોય, કામ કરતાં થાક લાગતો હોય તો સીતાફળનું સેવન કરવાથી અશક્તિ દૂર થાય છે અને બળ વધે છે.
- સીતાફળના ઝાડના પાંદડા કેંસર અને ટ્યૂમર જેવા રોગોના ઉપચાર માટે ખૂબ જ ઉપયોગી છે.
- વિવિધ દવાઓ બનાવવા માટે પણ સીતાફળનો ઉપયોગ થાય છે.
- સીતાફળને તડકામાં સુકાવીને ચૂર્ણ બનાવી સામાન્ય પાણી સાથે સેવન કરવાથી પેચોશ અને જાડામાં આરામ થાય છે.
- સીતાફળના કાચા ફળનો ગર્ભના સેવનથી ઝાડા અને મરડા જેવી બિમારીઓ મટે છે.
- મસૂડા અને દાંતના દુખાવામાં પણ સીતાફળ ખૂબ જ લાભદાયી છે.
- આ ફળમાં કૅલ્શિયમનું પ્રમાણ સારી માત્રામાં હોવાથી હાડકાંની તકલીફ ધરાવતા લોકો માટે એ ગુણકારી મનાય છે.
- તડકામાં કામ કરવા જતી વખતે એક સીતાફળ ખાવાથી તરસ છીપે છે.
- સીતાફળના પાનનો રસ કે ઉકાડો ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ લાભદાયી છે.
- સીતાફળના પાનનો રસ નાકમાં પાડવાથી હિસ્ટીરિયા અને બેભાન અવસ્થામાંથી શુદ્ધિ આવે છે.
Best artice about this frut .