Press "Enter" to skip to content

પ્રેરક જીવન પ્રસંગ – અનેક પૈકી એક

Pankaj Patel 0

પ્રેરક જીવન અથવા પ્રેરણાદાયી જીવન લોકોને ભૂલ પડે ત્યારે ઉદાહરણ રૂપ બને છે. અનેક લોકોના પ્રેરક જીવન પ્રસંગો આપણને પણ ઉપયોગી થઇ શકે છે. કવિ દલપતરામની ઉપરની કવિતા ભણ્યા છતાં સમજાઈ ના હોય અને વધુ એક ઉદાહરણ જાણવું હોય અથવા કહો કે જીવનમાં બહુ નિષ્ફળતાંનો સામનો કર્યો હોય તો, એક વાર જરૂર વાંચજો…..

5 વર્ષની ઉંમરમાં એનાં પિતાનું અવસાન…

16 વર્ષની ઉંમરમાં સ્કુલ છોડી…

17 વર્ષની ઉંમર સુધીમાં 4 જોબ છોડી ચૂકેલો…

18 વર્ષની ઉંમરે લગ્ન…

18 થી 22 વર્ષની ઉંમર વચ્ચે કન્ડક્ટરની જોબ પણ એમાંય સફળ ના ગયો…

આર્મી માં જોડાયો તો ત્યાં પણ ના ચાલ્યો…

કાયદાની સ્કુલમાં ભણવાં માટે અરજી કરી તો ત્યાં પણ સિલેક્ટ ના થયો…

ઇન્સ્યોરન્સ સેલ્સમેન બન્યો અને ત્યાં પણ નિષ્ફળ…

19 વર્ષની ઉંમરે તે પિતા બન્યો અને 20 વર્ષની ઉંમરે તેની પત્ની તેની નાની દિકરીને લઈને, તેને મૂકીને ચાલી ગઈ…

એક નાનાં એવાં કેફેમાં તેણે રસોઈયા અને વાસણો માંજનારની નોકરી ચાલુ કરી…

એની પોતાની દિકરીને લઈ જવામાં (કિડનેપ કરવામાં) તે નિષ્ફળ ગયો અને છેવટે તેની પત્નીને ઘરે લાવવામાં સફળ થયો…

65ની ઉંમરમાં તે રિટાયર્ડ થયો…

એનાં રિટાયરમેન્ટનાં પ્રથમ દિવસે ગવર્નમેન્ટે તેને 105 ડોલરનો ચેક આપ્યો…

એને એવું લાગ્યું જાણે ગવર્નમેન્ટ એમ કહેવાં માંગતી હોય કે “એ પોતાની જરૂરીયાત પૂરી કરવા પણ સક્ષમ નથી.”

તે આખી જિંદગીમાં ક્યાંય સફળ નહોતો ગયો, એને એનું જિવવું બેકાર લાગ્યું, તેણે આત્મહત્યા કરવાનું વિચાર્યું,…

એક ઝાડ નીચે એ પોતાની વસીયત લખવા માટે બેઠો પણ તેણે ત્યાં વસીયત લખવાને બદલે એ લખ્યું જે એની લાઈફમાં એણે સંપૂર્ણપણે કરેલું હતું. ત્યારે તેને સમજાયું કે હજી તેને ઘણું બધું કરવાનું બાકી હતું એની લાઈફમાં… એ જાણતો હતો કે એક વસ્તુ તે કોઈનાં પણ કરતાં સારી રીતે કરી શકતો હતો અને એ હતું – રાંધવાનું (how to cook).

ગવર્નમેન્ટે આપેલાં એ ચેકમાંથી એણે 87 ડોલર ઉપાડ્યાં અને થોડું ચિકન લઈને એને આવડતી રેસીપી બનાવી અને અને એ Kentucky (કેન્ટુકી – અમેરીકાનું એક રાજ્ય)માં તેમની આસ-પડોસમાં રહેતાં લોકો પાસે જઈને ડોર ટુ ડોર એ વેચીને પૈસાં કમાવવાં લાગ્યો.

65 ની ઉંમરમાં જે વ્યક્તિ આત્મહત્યા કરી લેવા તૈયાર હતો, 88 વર્ષની ઉંમરમાં કોલોનેલ સેન્ડર્સ નામનાં એ માણસે Kentucky Fried Chicken (KFC) નું મોટું સામ્રાજ્ય ઊભું કરી દીધું જેણે એને કરોડોપતિ બનાવી દીધો અને તમે જોઈ શકો છો એમ એના ગયાં પછી પણ હજી એણે ઊભું કરેલું એમ્પાયર આખાં વિશ્વમાં ફેલાયેલું છે…

MORAL of the Story –

એટીટ્યુડ (વલણ). શરૂઆત કરવાં માટે કોઈ દિવસ ‘મોડું થઈ ગયું’ એમ વિચારવું નહીં. બધું તમારાં વલણ પર નિર્ભર છે… તમારામાં પણ કોઈ એવી ખાસીયત હોય જ છે જે તમને સફળ બનાવી જ શકશે… એને જાણવાનો પ્રયત્ન કરો. એ બીજાંથી અલગ જ હશે અને જે દિવસે એ અન્યથી અલગ આવડત લઈને તમે મહેનત ચાલુ કરશો ત્યારે તમને પણ સફળતાની ઊંચાઈ સુધી પહોંચવાં માટે કોઈ નહીં રોકી શકે..! આ બાબત જ તમારા જીવનને પ્રેરક જીવન બનાવી દેશે અને તમે પણ કોઈના માટે પ્રેરક જીવન બની શકો છો.

આપણા દેશમાં પણ વાલીયામાંથી વાલ્મીકી બનવાની અને મહાકવિ કાલિદાસના જીવનની આવી પ્રેરક જીવન કથાઓ છે જ. આપણે માત્ર તેમાંથી બોધ લઈને જીવનમાં ઉતારવાની જરૂર છે.

Pankaj Patel

कक्षा 12 मे जीव विज्ञान पसंद था फिर भी Talod कॉलेज से रसायण विज्ञान के साथ B.sc किया। बाद मे स्कूल ऑफ सायन्स गुजरात युनिवर्सिटी से भूगोल के साथ M.sc किया। विज्ञान का छात्र होने के कारण भूगोल नया लगा फिर भी नकशा (Map) समजना और बनाना जैसी पूरानी कला एवम रिमोट सेंसिंग जैसी नयी तकनिक भी वही सीखी। वॉशिंग पाउडर बनाके कॅमिकल कारखाने का अनुभव हुआ तो फूड प्रोसेसिंग करके बिलकुल अलग सिखने को मिला। मशरूम के काम मे टिस्यु कल्चर जैसा माईक्रो बायोलोजी का काम करने का सौभाग्य मिला। अब शिक्षा के क्षेत्र मे हुं, अब भी मै मानता हूँ कि किसी एक क्षेत्र मे महारथ हासिल करने से अलग-अलग क्षेत्रो मे सामान्य ज्ञान बढाना अच्छा है। Follow his work at www.zigya.com

More Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *