Press "Enter" to skip to content

બોર્ડ પેપરનું પુનરાવર્તન અને મોડલ પેપર

Pankaj Patel 1

બોર્ડ પરિક્ષાના મહત્વ વિષે આપણે સૌ જાણીએ જ છીએ, તેમાય ધોરણ 10 એ દરેક વિદ્યાર્થી માટે પ્રથમ બોર્ડ પરીક્ષા હોવાથી અને તેમાં સારા ગુણથી પાસ થવું વિદ્યાર્થીના આત્મવિશ્વાસ વધારવા અથવા કહો કે ટકાવી રાખવા પણ અગત્યનું છે. બોર્ડ પરીક્ષાનો તણાવ હાવી ના થાય અને વિદ્યાર્થી પોતાની ક્ષમતા અનુસાર ઉત્તમ દેખાવ કરી શકે તે માટે કેટલીક પાયાની તૈયારી જરૂરી છે.

અગાઉના વર્ષના બોર્ડ પેપરનું પુનરાવર્તન અથવા મહાવરો :

આગળના વર્ષોમાં બોર્ડના દરેક વિષયના પેપર વિદ્યાર્થીએ સોલ્વ કરવા જરૂરી છે. એનાથી માત્ર પરીક્ષા પદ્ધતિ કે પેપરના સ્વરૂપનો જ ખ્યાલ આવે છે એમ નહીં વિદ્યાર્થીને પોતાની તૈયારી ચકાસવાનો અને તેને અનુરૂપ મહેનત કરવાનો પણ ખ્યાલ આવે છે. કયા પ્રકરણમાંથી કેટલો ગુણભાર છે તે તો બોર્ડ દ્વારા અગાઉથી નક્કી થયેલ હોય છે અને બ્લ્યુપ્રિંટ જાહેર પણ કરેલ હોય છે પણ વિદ્યાર્થીઓ સુધી આ જાણકારી પહોચતી નથી. જૂના બોર્ડ પેપરના પુનરાવર્તનથી પરિક્ષાના સ્વરૂપની સમજ પડે છે અને વિદ્યાર્થી પોતાને અનુરૂપ દિશા માર્ગ બનાવી શકે છે. Zigya દ્વારા જે વિષયોમાં અભ્યાસક્રમ બદલાયો નથી તેવા વિષયના જૂના બોર્ડ પેપર ઉત્તરો સહિત વિનામુલ્યે પૂરા પાડવામાં આવે છે તેનો મહત્તમ ઉપયોગ કરવો જોઈએ. વળી, અન્ય રીતે પણ જૂના પેપર મળે તો તેનો મહાવરો કરવાથી પરિક્ષાનો હાઉ દૂર કરવામાં અને યોગ્ય તૈયારી કરવામાં ફાયદાકારક રહેશે. વિદ્યાર્થીએ ઓછામાં ઓછા પાચ વર્ષના જૂના પેપર તો સોલ્વ કરવા જ જોઈએ.

મોડલ પેપર  અથવા પ્રેકટિસ પેપર :

મોડલ પેપર એટલે પરિક્ષાની બ્લુપ્રિંટ અનુસાર તૈયાર કરેલ મહાવરા માટેના પ્રશ્નપત્રો. આવા પેપરો બોર્ડ પરીક્ષા જેવા જ વાતાવરણમાં લખવાથી મહાવરો થાય છે. કયા પ્રકારના પ્રશ્નોમાં કેટલો સમય આપવો, કેવા પ્રશ્નો પહેલા લખવા અને કયા પછી તેની પસંદગી કરવામાં સહાયક થાય છે. વિદ્યાર્થી કયા ટોપીકમાં સારો દેખાવ કરે છે અને ક્યાં હજુ વધુ મહેનત માગે છે તે તારવી શકાય છે. ઘણી વખત વિદ્યાર્થીને પ્રશ્નોનાં જવાબ આવડતા હોવા છતાં પણ આયોજન યોગ્ય ના હોવાથી પરીક્ષામાં પેપર અધૂરું રહી જાય છે. પુષ્કળ મહાવરો કરવાથી આવા સંજોગો નિવારી શકાય છે.

પરીક્ષામાં જવાબ લખવાની રીત, દરેક પ્રશ્નને આપવાનો સમય, જવાબો લખવામાં અગ્રતાક્રમ નક્કી કરવો જેવી બાબતો પ્રેક્ટિસ પેપરના મહાવરાથી ઉકેલી શકાય છે અને વિશેષમાં બાળકોનું પરીક્ષાનું ટેન્શન કે તણાવ ઘટાડવામાં મદદરૂપ થાય છે. Zigya આ વર્ષે જૂના ઉત્તરો સહિતના બોર્ડ પેપર અને પ્રેક્ટિસ પેપર બંન્ને  વિદ્યાર્થીઓ માટે વિનામુલ્યે રજૂ કરે છે જેનો મહત્તમ બાળકો લાભ લે એવી આશા છે. તેમજ zigya બ્લોગમાં અગાઉથી જ વિષયવાર અભ્યાસક્રમ અને નમુનાના પ્રશ્નપત્રો ઉપલબ્ધ છે જ તેનો પણ જરૂરિયાત મુજબ ઉપયોગ થાય. Zigya બ્લોગની બોર્ડ ટોપર્સ પેપરની આખી શ્રેણી છે જે તમને બોર્ડમાં સારું પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓની ઉત્તરો લખવાની રીતથી પરિચિત કરાવશે. સાથે સાથે પ્રશ્નો અને ઉત્તરો જોવા અને અભ્યાસ કરવા અમારું પ્લેટફોર્મ અને રિસોર્સ સેન્ટર હમેશા આપની સેવામાં હાજર છે જ.

Pankaj Patel

कक्षा 12 मे जीव विज्ञान पसंद था फिर भी Talod कॉलेज से रसायण विज्ञान के साथ B.sc किया। बाद मे स्कूल ऑफ सायन्स गुजरात युनिवर्सिटी से भूगोल के साथ M.sc किया। विज्ञान का छात्र होने के कारण भूगोल नया लगा फिर भी नकशा (Map) समजना और बनाना जैसी पूरानी कला एवम रिमोट सेंसिंग जैसी नयी तकनिक भी वही सीखी। वॉशिंग पाउडर बनाके कॅमिकल कारखाने का अनुभव हुआ तो फूड प्रोसेसिंग करके बिलकुल अलग सिखने को मिला। मशरूम के काम मे टिस्यु कल्चर जैसा माईक्रो बायोलोजी का काम करने का सौभाग्य मिला। अब शिक्षा के क्षेत्र मे हुं, अब भी मै मानता हूँ कि किसी एक क्षेत्र मे महारथ हासिल करने से अलग-अलग क्षेत्रो मे सामान्य ज्ञान बढाना अच्छा है। Follow his work at www.zigya.com

More Posts

  1. Gidget Gidget

    Effectiveⅼy, ѡnat does God like?? Lee added.
    ?I imply, wwe like cookies and cartoons andԀ toys,
    however what sort of thnings are enjoyable for God?? It was a querү tnat for a minute Mommy and Daddy haԁ to suppose about.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *