ભારતીય સૈન્ય અકાદમી દહેરાદૂનની સ્થાપના 1 October 1932 ના દિવસે કરવામાં આવેલી.
આ સંસ્થા દેશની સર્વોત્તમ સૈન્ય અધિકારીઓની પ્રશિક્ષણ સંસ્થા છે.
ઇતિહાસ:
- 1930 ની ગોળમેજી પરિષદમાં થયેલી ભલામણ અનુસાર ભારતમાં સૈન્ય અધિકારીઓના પ્રશિક્ષણ માટે સ્વતંત્ર સંસ્થા સ્થાપવાનો પ્રસ્તાવ મંજૂર થયો.
- 1 October 1932 ના દિવસે 40 જેંટલમેન કેડેટ્સ સાથે પ્રશિક્ષણ શરૂ થયું.
- હિન્દી સૈન્યનું ભારતીયકરણ અને સૈન્યમાં ઉચ્ચ હોદ્દા પર ભારતીય અધિકારીઓની નિમણૂકનો માર્ગ પ્રશસ્ત કરવામાં આ પાયાની સંસ્થા છે.
- દહેરાદૂન રેલ્વે સ્ટાફ કોલેજનું પરિસર ‘Indian Military Academy‘ માટે શરૂઆતમાં જરૂરી સુવિધાઓ ધરાવતું હોવાથી તેમાં સંસ્થા શરૂ થઈ.
આદર્શ: IMA માંથી સફળતા પ્રાપ્ત કરનાર દરેક અધિકારી અને સંસ્થાનો આદર્શ નીચે મુજબ છે.
“हर बार और हमेशा, अपने देश की सुरक्षा, सम्मान और कल्याण के हित में काम करना आपका सबसे पहला कर्त्तव्य है। उसके बाद, अपने अधिपत्य में काम कर रहे व्यक्तियों के सम्मान, कल्याण और सुख-सुविधा का ख्याल रखना. और सबसे अंत में, हर बार और हमेशा, अपने ख़ुद के आराम, सुख-सुविधा और सुरक्षा पर ध्यान देना.”
IMA ની પ્રથમ બેચના કેડેટ્સમાં ત્રણ નામ નીચે મુજબ છે.
1. ફિલ્ડ માર્શલ સામ માણેકશા. (ભારતીય સેનાધ્યક્ષ)
2. સ્મિથ દૂન – (બર્મા) મ્યાનમારના સેનાધ્યક્ષ
3. જનરલ મુસાખાન (પાકિસ્તાનના સેનાધ્યક્ષ)
આ નામો જ આપણને આઝાદી પૂર્વે આ સંસ્થાના કાર્યોનું મહત્વ સમજાવવા પૂરતા છે.
- બીજા વિશ્વયુધ્ધ દરમિયાન સૈન્યની વિવિધ પાંખો વચ્ચે પરસ્પર સહયોગની જરૂરિયાત સમજાઈ ગઈ હતી.
- તેથી 1949માં ભારત સરકારે નૌસેના, વાયુસેના અને થલસેનાના કેડેટ્સના પ્રશિક્ષણ માટે ઇન્ટર સર્વિસિસ વિંગ બનાવવા મંજૂરી આપી.
- બદલાયેલા કાર્ય અનુસાર સંસ્થાનું નામ ‘આર્મ ફોર્સીસ એકેડમી’ કરવામાં આવ્યું.
- રાષ્ટ્રીય મહત્વાકાંક્ષાઓને અનુરૂપ 1950માં સંસ્થાને ‘નેશનલ ડિફેન્સ એકેડમી’ એવું નામ આપવામાં આવ્યું.
- ડિસેમ્બર 1954 માં ખડગવાસલા ખાતે નવીન પરિસરમાં ‘જોઇન્ટ સર્વિસિસ વિગ’ ને સ્થાનાંતરિત કરવામાં આવતા, મૂળ સંસ્થા ‘ઇંડિયન મિલીટરી એકેડમી’ દહેરાદૂન ખાતે ચાલુ રહી.
આ સંસ્થામાં પ્રશિક્ષણ પ્રાપ્ત કેટલાક વિદેશી મહાનુભાવોના નામ પણ જાણવા જેવા છે.
- General M. A. G. Osmani – (કમાન્ડર ઇન ચીફ, બાંગલાદેશ, મુક્તિવાહિની)
- General Yahya Khan – (કમાન્ડર ઇન ચીફ, પાકિસ્તાન આર્મી અને પાકિસ્તાનના ત્રીજા પ્રમુખ)
- General Tikka Khan – (કમાન્ડર ઇન ચીફ, પાકિસ્તાન આર્મી અને પૂર્વ પાકિસ્તાનના માર્શલ લો એડમિનિસ્ટ્રેટર)
- Lt General Ghulam Jilani Khan – (પાકિસ્તાનના માર્શલ લો એડમિનિસ્ટ્રેટર)
- Lt General Habibullah Khan Khatta – (ચીફ ઓફ સ્ટાફ, પાકિસ્તાન આર્મી)
- Tun Hussein Onn – (મલેશિયાના ત્રીજા રાષ્ટ્ર પ્રમુખ)
- General Ibrahim Ismail-(ચીફ ઓફ સ્ટાફ, મલેશિયન આર્મ ફોર્સીસ)
- General Ibrahim Babangida – (નાઇજિરિયાના પૂર્વ લશ્કરી પ્રમુખ)
- Capt Tunku Ismail Sultan Ibrahim – (crown prince of Johor state, મલેશિયા)
સંસ્થામાં પ્રશિક્ષણ પ્રાપ્ત ‘પરમવીર ચક્ર’ થી સન્માનીત સૈન્ય મહાનુભાવો:
- Major Somnath Sharma, Posthumous, 4 Kumaon Regiment, Indo-ભારત-પાકિસ્તાન યુધ્ધ, 1947
- Captain Gurbachan Singh Salaria, Posthumous, 1 ગુરખા રાઈફલ્સ, 1961
- Lieutenant Colonel Hoshiar Singh, 3 Grenadiers, ભારત-પાકિસ્તાન યુધ્ધ, 1971
- 2nd Lieutenant Arun Khetarpal, Posthumous, 17 Poona Horse,ભારત-પાકિસ્તાન યુધ્ધ, 1971
- Captain Vikram Batra, Posthumous, 13 Jammu & Kashmir Rifles, કારગિલ યુધ્ધ, 1999.
- Manoj Kumar Pandey, Posthumous, 11 Gorkha Rifles, કારગિલ યુધ્ધ, 1999
ભારતીય સૈન્ય અકાદમી માં પ્રવેશ.
દરેક દેશવાસી માટે ગૌરવરૂપ સૈન્ય પ્રશિક્ષણ સંસ્થામાં પ્રવેશ મેળવવા માગતા યુવાનો માટે અગત્યની જાણકારી.
જે યુવાનો ભારતીય સૈન્ય અકાદમી, દહેરાદૂનમાં તાલીમ લેવા પ્રવેશ ઇચ્છતા હોય તેઓએ આ બાબતો ધ્યાનમાં લેવી.
પ્રવેશ માટે લેખિત પરીક્ષા, શારીરિક અને માનસિક ક્ષમતા કસોટી અને ઇન્ટરવ્યુ પસાર કરવાનું હોય છે.
પ્રવેશ પરીક્ષા નીચેની રીતોથી આપી શકાય છે.
1. NDA પરીક્ષા આપીને: ધોરણ 12 PCM વિષયો સાથે પાસ કરનાર પુરુષ ઉમેદવાર આ પરીક્ષા આપી શકે છે. ઉમર મર્યાદા 16.5 થી 19 વર્ષ છે. ઉમેદવાર અપરણિત હોવા જરૂરી છે.
2. CDSE પરીક્ષા આપીને: 19 થી 24 વર્ષના પુરુષ ઉમેદવાર CDS પરીક્ષા ઉત્તીર્ણ કરી પ્રવેશ માટે લાયક બની શકે. શારીરિક અને માનસિક યોગ્ય ઉમેદવાર SSB પરીક્ષા પાસ હોવા જરૂરી છે. જે CDSE પરીક્ષા પાસ કરી મેરિટમાં આવે તે IMA પ્રવેશ માટે લાયક બને છે.
3. TGC (ટેકનિકલ ગ્રેજ્યુએટ કોર્સ): 19 થી 25 વર્ષના ઉમેદવારો કે જેમણે BE કે BTech પરીક્ષા જરૂરી વિષયોમાં પાસ કરી હોય તેઓ પણ IMA પ્રવેશ માટે લાયક ગણાય છે.
4. યુનિવર્સિટી એન્ટ્રી સ્કીમ: 20-25 વર્ષની વયમર્યાદામાં એન્જીનિયરીંગ ડિગ્રી પાસ કરનાર કે છેલ્લા વર્ષની પરીક્ષા આપનાર અને છેલ્લી પરીક્ષામાં ઓછામાં ઓછા 60% ગુણ મેળવનાર ઉમેદવારો કેમ્પસ SSB ઇન્ટરવ્યુ પાસ કરીને IMA પ્રવેશ મેળવી શકે છે.
લેખિત પરીક્ષા ઉપરાંત જરૂરી લાયકાત:
ઉપરની કોઈ પણ રીતે પ્રવેશ ઇચ્છુક ઉમેદવારો શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ હોવા જરૂરી છે.
કોઈ પણ પ્રકારના રોગ કે અક્ષમતા ધરાવતા ઉમેદવાર પ્રવેશ મેળવી શકતા નથી.
હાડકાં અને સાંધાની કોઈ પણ પ્રકારની ખામી કે ઉણપ ધરાવતા ઉમેદવાર પ્રવેશ માટે ગેરલાયક ગણાય છે.
છાતી પૂર્ણ વિકસિત અને લઘુત્તમ 5 સે.મી. ફૂલવો ધરાવતી હોવી જોઈએ.
હ્રદયને લગતી કે લોહોની કોઈ પણ બીમારી હોવી જોઈએ નહીં, બ્લડ પ્રેશર સામાન્ય હોવું જોઈએ.
પેશાબની તપસ કરવામાં આવે છે અને તેમાં કોઈ બીમારીના લક્ષણ જણાય તો પ્રવેશ માટે ગેરલાયક ગણાય છે.
ચામડીને લગતા કોઈ પણ જાતના રોગ હોય તો પણ પ્રવેશ માટે ગેરલાયક ગણાય છે.
ઉપરોક્ત લાયકાતો ધરાવતા અને દેશપ્રેમની ભાવના હોય તેવા ઉમેદવારો પ્રવેશ પરીક્ષામાં પાસ થઈ શારીરિક અને માનસિક ક્ષમતા કસોટી પાસ કરે ત્યાર બાદ રૂબરૂ ઇન્ટરવ્યુ આપવાનું હોય છે. જેમાં પાસ થતાં ભારતીય સૈન્ય અકાદમી માં પ્રવેશ મેળવી જળહળતી સૈન્ય કારકિર્દી શરૂ કરી શકે છે.
અકાદમીના દરેક તાલીમાર્થી માટેનું સપનું – અંતિમ પગલું.