ભારત એ અનેક સાંસ્કૃતિક વિવિધતાઓ ધરાવતો દુનિયાનો સૌથી મોટો લોકશાહી દેશ છે. ભારત ક્ષેત્રફળ પ્રમાણે વિશ્વમાં સાતમા નંબરનો અને વસ્તી ગણના પ્રમાણે બીજા નંબરનો દેશ છે. ભારતનો 121 કરોડથી પણ વધારે જન-સમૂહ આશરે ચારસો જેટલી જુદી-જુદી ભાષાઓ બોલે છે. તો મિત્રો આજે આપણે આપણા ભારત દેશની પાયાની જાણકારીનો પરિચિત મેળવીએ. સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરતા મિત્રો માટે પણ આ માહિતી અગત્યની છે કારણ કે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આ વિષે અવારનવાર પ્રશ્નો પૂછાતા રહે છે.
- ક્ષેત્રફળ : 32,87,263 ચો કીમી
- અક્ષાંશ : 8⁰ 4’ ઉત્તર અક્ષાંશથી 37⁰ 6’ ઉત્તર અક્ષાંશ
- રેખાંશ : 66⁰ 7’ પૂર્વ રેખાંશથી 97⁰ 25’ પૂર્વ રેખાંશ
- પ્રમાણ સમયરેખા : 82⁰ 5’ પૂર્વ રેખાંશ (અલાહાબાદ અને વારાણસી વચ્ચેથી પસાર થાય છે)
- ઉત્તર-દક્ષિણ લંબાઈ : 3214 કિમી
- પૂર્વ-પશ્ચિમ લંબાઈ : 2933 કિમી
- દરિયાઈ સરહદ : 7516 કિમી
- જમીન સરહદ : 15,200 કિમી
- રાજ્યો : 29
- કેંદ્રશાસિત પ્રદેશો : 6
- રાષ્ટ્રધ્વજ : ત્રિરંગો
- રાષ્ટ્રગીત : જન…ગન…મન
- રાષ્ટ્રીય ગીત : વંદે માતરમ
- રાષ્ટ્રભાષા : હિંદી-દેવનાગરી લિપિ
- રાષ્ટ્રમુદ્રા : ચાર સિંહવાળી શિલ્પાકૃતિ
- રાષ્ટ્રીય મુદ્રાલેખ : સત્યમેવ જયતે
- રાષ્ટ્રીય પંચાંગ : ચૈત્ર સુદ એકમથી (શક સંવત)
- રાષ્ટ્રીય પ્રાણી : વાઘ
- રાષ્ટ્રીય હેરિટેજ પ્રાણી : એશિયાઈ હાથી
- રાષ્ટ્રીય પુષ્પ : કમળ
- રાષ્ટ્રીય વૃક્ષ : વડ
- રાષ્ટ્રીય ફળ : કેરી
- રાષ્ટ્રીય સ્મારક : ઈન્ડિયા ગેટ (દિલ્લી)
- રાષ્ટ્રીય નદી : ગંગા
- સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર : ભારત રત્ન
- સ્વતંત્રતા દિવસ : 15મી ઑગષ્ટ
- પ્રજાસત્તાક દિવસ : 26મી જાન્યુઆરી
- કુલ વસ્તી : 1,21,01,93,422 (2011ની વસ્તી ગણતરી મુજબ)
- પુરુષ-મહિલા પ્રમાણ : 1000 : 940
- વસ્તીગીચતા : 382 પ્રતિ ચો કિમી
- સાક્ષરતા : 74.04 %
- રેલવે માર્ગ : 64,015 કિમી
- નેશનલ હાઈવે અને એક્સપ્રેસ વે : 70,934 કિમી
- રાજ્ય માર્ગ : 1,33,000 કિમી
- જિલ્લા માર્ગ : 34,17,000 કિમી
- ગ્રામ્ય માર્ગ : 26,50,000 કિમી
- હવાઈ મથક : 140
- મોટા બંદરો : 12
- નાના બંદરો : 200
- પોસ્ટ-ઓફિસ : 1,55,015 (2013નો આંકડો)
- પડોશી દેશો : પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ચીન, નેપાળ, ભૂટાન, બાંગ્લાદેશ, મ્યાનમાર, શ્રીલંકા, માલદિવ