ભૂનમન વજ્રાસન : પેટની આજુબાજુ જમાં થયેલી વધારાની ચરબી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે. પેટની ચરબી ઘટાડવી એ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ અગત્યનું છે. ભૂનમન વજ્રાસન પેટની ચરબી ઘટાડવા માટેનું એક ઉત્તમ આસન છે.
મૂળ સ્થિતિ : વજ્રાસનની સ્થિતિમાં બેસો.
પદ્ધતિ :
- સૌ પ્રથમ વજ્રાસનની સ્થિતિમાં બેસો.
- બન્ને હાથની મુથ્ઠી બંધ કરી, નાભિની આજુબાજુમાં દ્રઢતાથી પેટ સાથે જોડીલી રાખો.
- કમરમાંથી સીધા થઈ ઊંડા શ્વાસ લઈ શ્વાસ છોડતાં છોડતાં આગળ તરફ નમો.
- કપાડ જમીનને અડે ત્યાં સુધી આગળ તરફ નમી જાઓ.
- બન્ને હાથ ચિત્રમાં બતાવ્યા પ્રમાણે આગળની તરફ રાખવા.
- આ સ્થિતિમાં પગના સાથળ અને છાતીનો ભાગ એકબીજાને અડીલો રહેશે.
- ખભા ઢીલા છોડી શ્વાસોચ્છવાસ ઊંડાણપૂર્વક લો.
- યથાશક્તિ આ સ્થિતિમાં રહો.
- હવે, ધીમે ધીમે મૂળ સ્થિતિમાં પાછા આવો.
ધ્યાનમાં રાખવાની બાબતો :
- શ્વસનક્રિયા સામાન્ય રાખવી.
- ધીમે ધીમે ઊંડા શ્વાસ લેવા.
- પેટમાં કોઈ ઓપરેશન કે અન્ય પેટની તકલીફવાળા વ્યક્તિઓએ આ આસન ડૉક્ટરની સલાહ પ્રમાણે કરવું.
ફાયદા :
- આ આસનથી જઠરાગ્નિ પ્રદિપ્ત થાય છે.
- કબજિયાત મટે છે.
- પેટમાં વધુ પડતી ચરબી હોય તો તે દૂર થાય છે.
- મૂત્રપિંડ મજબૂત બને છે.
- લોહિનું પરિભ્રમણ ઝડપી બને છે.
- પેટના આંતરિક અવયવોને પુનઃજીવન પ્રાપ્ત થાય છે.
- અપચો કે ગૅસ જેવી સમસ્યા દૂર થાય છે.
- પેટના સ્નાયુઓ મજબૂત બને છે.
- આ આસનથી વજ્રાસનના લાભ પણ મળે છે.
- આ આસન કરવાથી કરોડને કસરત મળે છે.