Press "Enter" to skip to content

મારું જીવન એ જ મારો સંદેશ છે – મહાત્મા ગાંધી

Pankaj Patel 4

મારું જીવન એ જ મારો સંદેશ છે
મારું જીવન એ જ મારો સંદેશ છે આ મહાત્મા ગાંધીના શબ્દો છે. બીજી ઓકટોબર એટલે તેમના જન્મ દિને તેમને પ્રણામ કરી લેખ શરૂ કરું છુ.  આજે ગાંધી બાપુનો જન્મ-દિવસ એટલે સહુ આપણા રાષ્ટ્રપિતાને યાદ કરીને તેમને શ્રધ્ધાંજલિ આપીએ એ સ્વાભાવિક છે.

બાપુને યાદ કરવા અને તેમનું જીવન દર્શન જાણવું એમાં ફરક છે.

 

દેશના નેતાઓ અને સરકારો (રાજ્ય અને કેન્દ્રીય) પોતાની રીતે બાપુને યાદ કરશે.

કેટલાક નવા કાર્યક્રમો જાહેર થશે તો કેટલાક જુના કાર્યક્રમોના ગાંધીજીના નામે નવા નામકરણ થશે.

આઝાદીથી આજ સુધીની સરકારોએ ગાંધીજીના નામે અનેક કાર્યક્રમો ચલાવ્યા છે અને એ ચાલુ રહેનાર છે.

પ્રજાએ સમજવાનું છે કે સરકારી કાર્યક્રમો એ ગાંધીજીનું જીવન દર્શન નથી.

હા, સરકારની નીતિ અને કાર્યક્રમોમાં ગાંધીજીના દેશ અને પ્રજા વિષેના કેટલાક વિચારોનું પ્રતિબિંબ હોઈ શકે, પરંતુ ગાંધીજીનું જીવન દર્શન એથી અનેકગણું વ્યાપક અને વિશાળ છે.

ગાંધી વિચાર અને આજની સ્થિતિ:

ગાંધીજીએ તેમના જીવનમાં માનવ-જીવનના અનેક ક્ષેત્રોને સ્પર્શતા વિચારો રજુ કર્યા છે.

લોક-કલ્યાણ અને ગરીબી કે બેકારી દૂર કરવા અંગેની તેમની વિભાવનાને આજની સરકારો ક્યારની ભુલાવી ચુકી છે.

તો ધર્મ અને બીન-સાંપ્રદાયિકતાના આજના ખ્યાલો અને ગાંધીજીના વિચારોમાં પણ મોટો ફેરફાર થઇ ચુક્યો છે.

વિશ્વશાંતિ અને વૈશ્વિક ભાઈચારા અંગે બાપુના વિચારો આજના ભારતમાં ઘણાને અસ્વીકાર્ય થઇ ચુક્યા છે

તો કેટલાક લોકો તેમના શિક્ષણ અંગેના ખ્યાલો સાથે સંમત નહી હોય.

જાતમહેનત અને સત્ય કે અહિંસાના બાપુના વિચારોને આજની પેઢીમાં અમલમાં મુકનાર આંગળીને વેઢે ગણાય એટલાય શોધવા પડે તેમ છે.

ગાંધીને જાણો તો અનુસરી શકાય ને !

ગાંધીજી પોતે એવું દ્રઢતાપૂર્વક માનતા અને કહેતા કે ‘મારું જીવન એ જ મારો સંદેશ છે.’

એમનું જીવન પારદર્શક હતું વળી, તેમના પોતાના અને અન્યોના તેમના વિશેના લેખો તથા પુસ્તકોમાં આજે પણ તેમનું જીવન દર્શન સહુના માટે ખુલ્લું જ છે.

વિશાળ માત્રામાં તેઓએ સાહિત્ય સર્જન કરેલું છે અને દેશ અને દુનિયાના અનેક લોકોએ પણ ગાંધીજી વિષે લખ્યું છે.

આપણે તે જાણવાનું અને બની શકે તો જીવનમાં ઉતારવાનું રહે છે.

અરે કઈ નહી તો તેમની આત્મકથા ‘સત્યના પ્રયોગો’ જીવનમાં એક વખત વાંચીએ તો પણ જીવન જીવવાની પદ્ધતિમાં ફેરફાર આવી જાય.

દુનિયા આખી બાપુને યાદ કરે છે, આપણે વિસારતા જઈએ છીએ.

સ્વાતંત્ર્ય સંગ્રામના સમયે એક આખી પેઢીનું જીવન તેમના વિચારો અને કાર્યોની છાયામાં ઘડાયું અને આઝાદી પણ મળી.

દુનિયામાં નેલ્સન મંડેલા હોય કે બરાક ઓબામા, સમય અને સ્થળના ભેદ સિવાય અનેક મહાનુભાવોએ ગાંધીજીના જીવનમાંથી પ્રેરણા લઈને પોતાનું જીવન ઉન્નત બનાવ્યું છે.

આજે વિશ્વમાં અશાંતિ અને આતંકવાદ તેની ચરમસીમાએ છે,

પ્રદુષણ નિયંત્રણ, ગરીબી, બેકારી, કુપોષણ જેવી સમસ્યાઓનો સાચો ઉકેલ મળતો નથી. 

વળી, ગરીબ અને તવંગર વચ્ચેની ખાઈ વધુને વધુ પહોળી થતી જાય છે.

આ તમામ સમસ્યા બાબતે ગાંધીજીએ રસ્તા સુચવેલા છે.

આજે આપણે ફરીથી તેનું અધ્યયન કરીને અમલમાં મુકવાનો પ્રયાસ કરીએ. 

મારું જીવન એ જ મારો સંદેશ છે એમ વર્તમાનમાં કોઈ કહી શકે તો એ પણ બાપુ જેવા જ પ્રેરણાદાયી બની શકે. આશા રાખીએ કોઈ એવા પાકે. 

જાતને બદલ્યા વિના ગાંધીને પામી શકાય નહીં

ગાંધીજીનું વ્યક્તિત્વ એટલું વ્યાપક અને વિશાળ છે કે તેમને સાચી શ્રદ્ધાંજલિ અર્પવા આપણે પોતાનું જીવન હોય તેનાથી ઉપર ઉઠાવવું પડે.

બીજી બધી બાબતો છોડીને સ્વચ્છતા જાળવવા સંનિષ્ઠ પ્રયાસ કરીએ તો ય ધણું છે.

અંતે એ મહામાનવને શત શત વંદન સાથે પ્રભુને પ્રાર્થના કરીએ કે તેમના સંદેશને થોડો પણ ગ્રહણ કરવાની આપણને યોગ્યતા બક્ષે.

હાલમાં સરકાર સ્વચ્છતા અભિયાન ગાંધીજીના નામે ચલાવે છે. તેમાં કઈક અતિશયોક્તિ હોય શકે.

પણ સ્વચ્છતા અંગેનો ગાંધીજીનો અપાર આગ્રહ હતો એ જગજાહેર છે.

પોતાના ટોઇલેટ સાફ કરવાથી લઈને તેઓ જ્યાં જતા ત્યાં દરેક બાબતની સ્વચ્છતાનો પ્રચાર પ્રસાર અને જાતે કરીને બતાવતા એ સર્વવિદિત છે.

થોડા સમયમાં સ્વચ્છતા અભિયાને સારા પરિણામ મેળવ્યા છે. રોગ સામે લડવામાં અને જીવન ધોરણ સુધારવામાં એ દેખાય તેવો ફરક ઊભો કરી શકેલ છે.

આવો આપણે સહુ અન્ય માટે કે સરકાર માટે નહીં પણ આપણા પોતાના માટે સ્વચ્છતાને અપનાવીએ.

Pankaj Patel

कक्षा 12 मे जीव विज्ञान पसंद था फिर भी Talod कॉलेज से रसायण विज्ञान के साथ B.sc किया। बाद मे स्कूल ऑफ सायन्स गुजरात युनिवर्सिटी से भूगोल के साथ M.sc किया। विज्ञान का छात्र होने के कारण भूगोल नया लगा फिर भी नकशा (Map) समजना और बनाना जैसी पूरानी कला एवम रिमोट सेंसिंग जैसी नयी तकनिक भी वही सीखी। वॉशिंग पाउडर बनाके कॅमिकल कारखाने का अनुभव हुआ तो फूड प्रोसेसिंग करके बिलकुल अलग सिखने को मिला। मशरूम के काम मे टिस्यु कल्चर जैसा माईक्रो बायोलोजी का काम करने का सौभाग्य मिला। अब शिक्षा के क्षेत्र मे हुं, अब भी मै मानता हूँ कि किसी एक क्षेत्र मे महारथ हासिल करने से अलग-अलग क्षेत्रो मे सामान्य ज्ञान बढाना अच्छा है। Follow his work at www.zigya.com

More Posts

  1. minecraft minecraft

    Thanks in favor of sharing such a fastidious thinking, piece of writing is good, thats why i have read it
    fully

  2. minecraft minecraft

    We are a group of volunteers and opening a new scheme in our community.
    Your site provided us with valuable info to work on. You’ve performed a formidable activity and our whole neighborhood can be grateful to you.

  3. minecraft minecraft

    I absolutely love your site.. Excellent colors & theme.

    Did you make this site yourself? Please reply back as I’m planning to
    create my own personal site and would like to find out where you got this from or just what
    the theme is named. Kudos!

  4. minecraft minecraft

    Hurrah, that’s what I was searching for, what a material!
    existing here at this web site, thanks admin of this website.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *