ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
“અખબારી યાદી”
આથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ સાથે સંકળાયેલી તમામ માન્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્યશ્રીઓ તેમજ સંસ્કૃત પ્રથમા અને મધ્યમાની પાઠશાળાના પ્રાધાનાચાર્યશ્રીઓને જણાવવાનું કે, આગામી માર્ચ 2017માં લેવાનાર ધોરણ 10 S.S.C. અને ધોરણ 12 H.S.C. (સામાન્ય પ્રવાહ) પરીક્ષામાં ઉપસ્થિત થનાર નિયમિત, રિપીટર તથા પૃથક, ખાનગી નિયમિત, ખાનગી રિપીટર ઉમેદવારોના આવેદનપત્રો બોર્ડની વેબસાઈટ www.gseb.org પરથી તારીખ 01/10/2016 ના રોજ સાંજે 4 કલાકે થી તારીખ 31/10/2016ના રોજ રાત્રીના 12 કલાક સુધીમાં ઓનલાઈન ભરવાના રહેશે. આ અંગેની સુચનાઓ વેબસાઈટ પર મૂકવામાં આવેલ છે. આ સમયગાળામાં આચાર્યશ્રીઓ /વર્ગશિક્ષક /ક્લાર્ક/સંચાલકશ્રીઓએ શાળાના તમામ ઉમેદવારોના આવેદનપત્રો ભરાવવામાં યોગદાન આપવાનું રહેશે. આ અંગે શાળા કક્ષાએથી શાળાના તમામ ઉમેદવારોને/વાલીઓને સમયસર આવેદનપત્ર ભરવાની જાણ કરવાની રહેશે. નિયત મુદત સુધીમાં આવેદનપત્ર ભરવાના રહી ગયા હશે તો તે અંગેની કોઈપણ પ્રકારની રજૂઆત માન્ય રાખવામાં આવશે નહીં. જો નિયત સમયમાં આવેદનપત્રો ભરવાના રહી જશે તો જે તે શાળાના સંબંધીત કર્મચારી. સંચાલકની જવાબદારી રહેશે. જેની તમામે નોંધ લેવી.
પરીક્ષા સચિવ
તારીખ : 29/09/2016 ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
ગાંધીનગર
સંપૂર્ણ માહિતી માટે PDF File : Click Here : Borad Notification
ધોરણ – 10ના વિદ્યાર્થીઓ માટે ફોર્મ ભરવા અંગેની સૂચનાઓ – PDF ફાઈલ : Click Here : Std-10-Instruction
ધોરણ – 12 (સા.પ્ર) ના વિદ્યાર્થીઓ માટે ફોર્મ ભરવા અંગેની સૂચનાઓ – PDF ફાઈલ :
Click Here : Std-12-Instruction
Usually I can’t read through article on blogs, however would choose to express that this specific write-up very urged my family to try and do and so! Your own writing tastes may be shocked me. Many thanks, pretty terrific content.