મૂળશંકર ભટ્ટ ભાવનગરના વતની અને ભાવનગરથી શિક્ષિત થયા તેમણે ભાવનગરની દક્ષિણામુર્તિથી અભ્યાસ પૂર્ણ કર્યો હતો. તેમણે 1921 માં મેટ્રિક કર્યું હતું. તેમણે મુખ્ય વિષય તરીકે સંગીતનો અભ્યાસ કર્યો હતો. હિન્દી-ગુજરાતી માધ્યમિક વિષય તરીકે 1927 માં ગુજરાત વિદ્યાપીઠથી સ્નાતક થયા. તેમણે વિલે પાર્લેની બોમ્બે નેશનલ સ્કૂલમાં સંગીત શિક્ષક તરીકે પ્રવેશ મેળવ્યો, બાદમાં તેઓ ભાવનગર ગયા અને શિક્ષક અને રેક્ટર તરીકે દક્ષિણામૂર્તિમાં જોડાયા શિક્ષક, આચાર્ય, ગૃહપતિ તરીકે ભાવનગર, અને અંબાલામાં સેવા આપી.
ગુજરાત વિદ્યાપીઠમાં
મૂળ ગુજરાત વિદ્યાપીઠથી વિનીત થયેલા અને 1953 થી સણોસરાની લોકભારતીમાં જોડાયા તે છેક 1964 સુધી અધ્યાપક અને ગૃહપતિ તરીકે સેવા આપી. તેમણે લોકભારતી ગ્રામ વિદ્યાપીઠમાં અધ્યાપક તરીકે ફરજ બજાવી. 1953 થી 1965 સુધી લોકસેવા મહાવિદ્યાલયના આચાર્ય તરીકે પણ ફરજ બજાવી હતી. 1965 માં નિવૃત્ત થયા. કિશોરોના જીવન ઘડતરમાં ઉપયોગી સાહિત્યનુ તેમણે બહોળું સર્જન કર્યું છે. તેઓએ પોતાની રચનાઓ ઉપરાંત અનુવાદ દ્વારા પણ ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કર્યું છે. બાળ સાહિત્ય અને યુવાનો માટેના સાહિત્યમાં તેઓએ ખૂબ કામ કર્યું છે. રચનાત્મક કાર્યકર એવા મૂળશંકર ભટ્ટનું 30 ઓકટોબર 1984 ના દિને દેહાવસાન થયું, પણ પોતાના સાહિત્યથી આજે ય તેઓ આપની વચ્ચે હયાત છે. મૂળશંકર ભટ્ટપ્રેરક ચરિત્રોના લેખક તેમ જ કિશોરોમાં અત્યંત લોકપ્રિય બનેલી જુલેવર્ન, સ્ટીવન્સન વગેરેની સાહસકથાઓના અનુવાદક તરીકે જાણીતા છે. અને તેથી જ તેમણે ગુજરાત ના ‘જુલે વર્ન’ થી પણ ઓળખવામાં આવે છે.
મૂળશંકર ભટ્ટ નું સાહિત્ય સર્જન – અગત્યની રચનાઓ
અનુવાદ – જૂલે વર્નની વિજ્ઞાન-સાહસકથાઓના અનુવાદો – સાગરસમ્રાટ. ગગનરાજ. પાતાળપ્રવેશ. સાહસિકોની સૃષ્ટિ. એંશી દિવસમાં પૃથ્વીની પ્રદક્ષિણા. બલૂન પ્રવાસ વિ. ;
વિક્ટર હ્યુગોની કૃતિ લા-મિઝરેબલ નો અનુવાદ.
ચરિત્ર – મહાન મુસાફરો. નાનસેન.
સંપાદન – ધરતીની આરતી (સ્વામી આનંદના લેખો).
નાટક – અંધારાના સીમાડા – ટોલ્સ્ટોયના નાટકનું રૂપાંતર.
શિક્ષણ- શિક્ષકની નિષ્ઠા અને દ્રષ્ટિ. કેળવણી વિચાર.
બાળસાહિત્ય- ઘરમાં બાલમંદિર. બાળકો તોફાન કેમ કરે છે ?
ગાંધીજી-એક કેળવણીકાર. બાળકોને વાર્તા કેમ કહીશું?
અંગત જીવનની માહિતી
તેઓના માતા પિતાનું નામ રેવાબેન અને મોહનલાલ હતું. તેમના પત્ની હંસા, અને તેઓ તેમની સાથેના દાંપત્ય જીવનમાં અનુક્રમે બકુલ, વિક્રમ, ઉર્મિલા અને મીના એમ ચાર સંતાનોના પિતા બન્યા.