મોહનલાલ પંડ્યા ગાંધીજી અને સરદારના સાથીદાર બન્યા અગાઉ ભૂગર્ભ પ્રવૃત્તિઓમાં સક્રિય હતા. બોમ્બ બનાવવાને લાગતું સાહિત્ય પણ છુપા છાપખાનામાં છાપેલું.
ભારતના સ્વાતંત્ર્ય સેનાની અને સમાજ સુધારક મોહનલાલ પંડ્યા ગાંધીજીના શરૂઆતના અનુયાયીઓ પૈકીના એક છે. રવિશંકર વ્યાસ અને નરહરિ પરીખ જેવા ગાંધીવાદીઓમાં મોહન લાલનો સમાવેશ કરી શકાય. ગુજરાતમાં રાષ્ટ્રીય ચળવળ, દારૂબંધી અને મહિલા સશક્તિકરણ ક્ષેત્રે મોહનલાલ પંડ્યાનો અમુલ્ય ફાળો છે. ગાંધી મૂલ્યો સહિત સ્વાતંત્ર સંગ્રામમાં ઝઝૂમનાર પાયાના ગાંધીવાદીઓમાં તેઓ અગ્રસથાને છે.
સ્વાતંત્ર્ય સંગ્રામમાં શ્રી મોહનલાલ પંડ્યા ગાંધીજી અને સરદાર પટેલ બંનેના નજીકના સાથીદાર તરીકે હમેશા અગ્રણી રહ્યા છે.
ગાંધીજીએ મોહનલાલ પંડ્યાને ડુંગળી ચોરનું ઉપનામ આપેલું. કારણ કે તેમણે અંગ્રેજ સરકાર દ્વારા જપ્ત કરેલી જમીનમાથી 200 ખેડૂતો સાથે ડુંગળીના પાકની કાપણી કરી લીધેલી. આ અંગે તેમની સામે કેસ થયેલો અને 20 દિવસની સજા પણ થયેલી.