યોગ મુદ્રાસન : યોગ મુદ્રાસન એ પેટની ચરબી ઘટાડવા માટેનું એક ઉત્તમ આસન છે. આ આસનથી ચહેરો નિખરે છે અને નમ્ર બને છે.
મૂળ સ્થિતિ : પદ્માસનની સ્થિતિમાં બેસો.
પદ્ધતિ :
- સૌ પ્રથમ પદ્માસનની સ્થિતિમાં બેસો.
- હવે, બન્ને હાથ ઘૂંટણ પર જ્ઞાનમુદ્રામાં ગોઠવો.
- શરીર તનાવમુક્ત કરી શ્વાસ ધીમે ધીમે છોડો.
- કમરમાંથી શરીરને આગળની તરફ ઝૂકાવતા જાઓ.
- હવે, બન્ને હાથ પાછળ થાપા ઉપર એકબીજાને પકડી લો.
- આગળ ઝૂકતા ખભા જમીનને અડકે તથા કપાળ અથવા દાઢી જમીનને અડકે તે રીતે શરીરને ગોઠવવું.
- શ્વાસોચ્છવાસ સામાન્ય રાખો.
- યથાશક્તિ સમય આ સ્થિતિમાં રહ્યા પછી શ્વાસ લેતા લેતા ફરીથી મૂળ સ્થિતિમાં આવો.
ધ્યાનમાં રાખવાની બાબતો :
- પદ્માસન એકદમ મજબૂત ન બાંધવું.
- આગળ ઝૂકતા ઉતાવળ કરવી નહિ.
- શ્વાસ વધુ પડતો ન રોકવો.
- કમરની તકલીફવાળા વ્યક્તિઓએ આ આસન યોગ નિષ્ણાતના માર્ગદર્શનમાં કરવું.
ફાયદા :
- આ આસનથી પેટના સ્નાયુઓ મજબૂત બને છે.
- પેટની ચરબી ઓછી થાય છે.
- આ આસનથી પાચનશક્તિ વધે છે.
- મનની એકાગ્રતા વધારવા માટે આ આસન ખૂબ જ ઉપયોગી છે.
- યકૃતનો સોજો મટે છે.
- બરોળનો સોજો મટે છે.
- શરીર સુંદર અને ચહેરો નમ્ર બને છે.
- ક્રોધ દૂર થાય છે.
- આ આસનની શરૂઆત પદ્માસનથી થતી હોવાથી પદ્માસનના લાભ પણ મળે છે.