લાર્જ હેડ્રોન કોલાઇડર અથવા LHD એ સામાન્ય સમજ માટે શક્તિશાળી કણોની અથડામણ કરીને ભૌતિક વિજ્ઞાનના વણઉકલ્યા રહસ્યો સમજવાનો એક પ્રયોગ ગણી શકાય.
આ દુનિયાનો સૌથી મોટો અને મોઘો પ્રયોગ છે.
વળી, LHC એ દુનિયાનું સૌથી મોટું મશીન પણ ગણી શકાય.
સામાન્ય રીતે આ એવો પ્રયોગ છે જે વિશ્વની ઉત્પત્તિ અંગેના રહસ્યો સમજવા માટે છે.
મેટર-એન્ટીમેટર, સ્પેસ અને ટાઈમનુ બંધારણ સમજવા, બિગ બેંગ સમયે એટલે કે બ્રહ્માંડની ઉત્પત્તિ સમયની કેટલીક ના સમજાયેલી સ્થિતિઓ સમજવા જેવા મોટા હેતુઓ માટેનો આ પ્રયોગ છે.
હિગ્ઝ – બોસોન ની જે થીયરી સમજવા કે તેની સત્યતા પ્રાયોગિક ધોરણે ચકાસવા આ પ્રયોગ થયો છે તે થિયરીના શોધકો પૈકી એક બોસ એ ભારતીય મૂળના વિજ્ઞાની છે. આ થીયરી ‘ગોડ પાર્ટીકલ’ ને લગતી છે.
ભૌતિક વિજ્ઞાનની પ્રેક્ટિકલ થીયરીને ચકાસવાનું, સમજવાનું, અત્યંત વેગવાન કણોની નીચા તાપમાને અથડામણ કરી તેમાંથી નિપજતા કણોને નોધીને અભ્યાસ કરવાનું ભગીરથ કાર્ય એટલે LHC પ્રયોગ.
ધ લાર્જ હેડ્રોન કોલાઇડર (LHC) એ વિશ્વનું સૌથી મોટુ અને સૌથી શક્તિશાળી કણો અથડામણ કરનાર મશીન છે.
તે 10,000 થી વધુ વૈજ્ઞાનિકો, સેંકડો યુનિવર્સિટીઓ અને પ્રયોગશાળાઓ સાથે સાથે 100 થી વધુ દેશોના સહયોગથી બનેલ છે.
યુરોપિયન ઓર્ગેનાઇઝેશન ફોર ન્યુક્લિયર રિસર્ચ (CERN) દ્વારા 1998 થી 2008 ની વચ્ચે બનાવવામાં આવ્યું હતું.
તે 27 કિ.મી. (17 માઇલ) ટનલમાં છે અને જીનીવા નજીક ફ્રાંસ-સ્વિટ્ઝર્લૅન્ડ સીમાની નીચે 175 મીટર (574 ફીટ) જેટલી ઊંડાઇએ છે.
તેના પ્રથમ સંશોધન માર્ચ 2010 ની શરૂઆતમાં 3.5 થી 4 ટેરાઇલેક્ટ્રોનવોલ્ટ્સ (TeV) પ્રતિ બીમ (7 થી 8 TeV કુલ) ની ઊર્જા પર થઈ હતી.
જે કોલાઇડર અને પ્રવેગક માટે અગાઉના વૈશ્વિક રેકોર્ડ કરતાં ચાર ગણી હતી.
પછીથી, પ્રવેગકને ઓફલાઇન લેવામાં આવ્યુ અને બે વર્ષ દરમિયાન અપગ્રેડ કરવામાં આવ્યું.
2015 ની શરૂઆતમાં તે બીજા સંશોધન માટે ફરીથી શરૂ કરવામાં આવ્યું હતું,
જેમાં 6.5 TeV પ્રતિ બીમ (13 TeV કુલ, વર્તમાન વર્લ્ડ રેકોર્ડ) સુધી પહોંચ્યું હતું.
લાર્જ હેડ્રોન કોલાઇડર (LHC)નું લક્ષ્ય ભૌતિકશાસ્ત્રીઓને હિગ્સ ભૌતિક વિજ્ઞાનના વિવિધ સિદ્ધાંતોની આગાહી ચકાસવાની મંજૂરી આપવાનું છે.
જેમાં હિગ્સ બોસોનના ગુણધર્મોને માપવા અને સુપરસિમેટ્રિક સિદ્ધાંતો દ્વારા આગાહી કરાયેલા નવા કણોના મોટા પરિવારની શોધ કરવાનો હેતુ છે.
તેમજ ભૌતિકવિજ્ઞાનના અન્ય અનસુલજ્યા પ્રશ્નોનો પણ સમાવેશ થાય છે.
કોલાઇડર પાસે ચાર ક્રોસિંગ પોઇન્ટ્સ છે, જેની આસપાસ સાત ડિટેક્ટર છે, તે દરેક ચોક્કસ પ્રકારના સંશોધન માટે રચાયેલ છે.
Large Hadron Collider મુખ્યત્વે પ્રોટોન બીમ સાથે અથડામણ કરે છે, પરંતુ તે ભારે આયનના બીમનો પણ ઉપયોગ કરી શકે છે.
લીડ-લીડ અથડામણ 2010, 2011, 2013 અને 2015 માં યોજાઈ હતી.
2013 અને 2016 માં પ્રોટોન-લીડ અથડામણ ટૂંકા ગાળા માટે કરવામાં આવી હતી.
2017 માં ઝેનોન-ઝેનોન અથડામણની ટૂંકી દોડ યોજાયી હતી.
પૃષ્ઠભૂમિ:
ખર્ચ:
€ 7.5 બિલિયન (આશરે $ 9 બિલિયન અથવા જૂન 2010 સુધી 6.19 અબજ ડોલર) ના બજેટ સાથે,
LHC અત્યાર સુધીમાં બાંધવામાં આવેલા સૌથી ખર્ચાળ વૈજ્ઞાનિક સાધનો પૈકી એક છે.
ભૌતિકશાસ્ત્રીઓને આશા છે કે લાર્જ હેડ્રોન કોલાઇડર ભૌતિકશાસ્ત્રના કેટલાક મૂળભૂત ખુલ્લા પ્રશ્નોના જવાબ આપવા,
પ્રાથમિક પદાર્થો વચ્ચેની ક્રિયાપ્રતિક્રિયાઓ અને દળોને સંચાલિત કરવાના મૂળભૂત નિયમો,
અવકાશ અને સમયના ઊંડા માળખાની અને ખાસ કરીને ક્વોન્ટમ મિકેનિક્સ વચ્ચેના આંતરસંબંધ અને સામાન્ય સાપેક્ષતા જાણવા.
LHC -લાર્જ હેડ્રોન કોલાઇડરનું એક સેક્શન
આ પ્રયોગ જેટલો મોટો, મોઘો અને વિશાળ સંખ્યાના માણસો સાથે સંકળાયેલો છે તેટલું જ વિશાળ તેનું પરિણામ છે.
દુનિયામાં અગાઉ કોઈ એક પ્રયોગ દ્વારા મેળવેલા ડેટા (data) કરતાં કલ્પનાતીત વધુ માહિતી આ પ્રયોગોમાં મેળવાઈ છે.
માહિતીનું કદ અને પ્રકાર જોતાં, વર્ષોના વર્ષો સુધી તેનું એનાલિસિસ થયા કરવાનું છે.
પ્રત્યેક એનાલિસિસ નવી માહિતી, શોધો અને ભૌતિક વિજ્ઞાનની સમજ ઉમેરવાનું છે.
માહિતી એટલી ગૂંચવણભરી છે કે વૈશ્વિક ગ્રીડ બેઝ્ડ કમ્પ્યુટર નેટવર્ક તૈયાર કરવામાં આવેલ છે. જેથી માહિતીનું વિશ્લેષણ કરી શકાય.
શરૂઆતની ડિઝાઇનના ભાગરૂપે 15 petabytes વાર્ષિક ડેટા મળવાનું વિચરાયેલું. જે સમય જતાં વધવા પામેલ છે.
દુનિયાના 36 દેશોના 170 સ્થળોએ આ માહિતીનું વિશ્લેષણ કરવામાં આવે છે.
(આ વિષય પર બ્લોગ લખવા પ્રોત્સાહિત કરવા અને જરૂરી માહિતી પૂરી પાડવા બદલ મારા પુત્ર ભવ્ય પટેલનો આભાર)
Controlling immunological responses requires the cytokine interleukin-2 (IL-2), commonly referred to as IL-2 Human. It…
What is Mortgage Insurance? Mortgage insurance is a type of insurance policy designed to protect…
Through the standard form offers different advantages in mathematical calculations and scientific notation. Firstly, it…
Introduction Stress is a feeling caused by an external trigger that makes us frustrated, such…
Sociology is a broad discipline that examines societal issues. It looks at the meaningful patterns…
Some info about Inch Inches are a unique measure that persuades us that even the…