સુવિચાર – સુપ્રભાત સદવિચારો સાથે
આપણી સવાર સુધરે તો દિવસ સુધરે એવું કહેવાય છે. સારા વિચાર સાથે સવારનો પ્રારભ કરીએ. અનેક મિત્રો સુવિચાર શેર કરતાં હોય છે. અહી મુકેલ ફોટો શેર કરી સારા વિચાર ફેલાવીએ. આપણો અને બીજાનો દિવસ પણ સુધારીએ.
કારણો અને તારણો:
પરિસ્થિતિ એક જ હોય છે પણ એમાં,
નિષ્ફળ વ્યક્તિ પાસે “કારણો” હોય છે.
અને સફળ વ્યક્તિ પાસે “તારણો” હોય છે.
જાતને જીતો:
કર યુદ્ધ તું જાત સાથે,
ખાલી વાતોમાં શું રસ છે,
ના જીતાય દુનિયા તો શું?
ખુદને જીતાય તો ય બસ છે..!!
તમે કોની સાથે છો?
ચોખા જો કંકુ ભેગા ભળે તો કોઈના મસ્તક સુધી પહોંચી જાય,
અને જો મગ ભેગા ભળે તો ખીચડી માં જ ખપી જાય.
તમે કોણ છો તેનું મહત્વ ઓછું છે,
પણ તમે કોની સાથે ભળેલા છો તે મહત્વનુ છે.
બસ મોજથી જીવી લો:
ક્યારેક ખડખડાટ હસી લેવું જોઈએ,
મળે તો ક્યાય એકાંતમાં રડી લેવું જોઈએ.
ખૂબ ઓછું આપ્યું છે ઈશ્વરે જીવન,
જીવાય એટલું બસ મોજથી જીવી લેવું જોઈએ.
મદદ:
કોઈ એક વ્યક્તિની મદદ કરવાથી,
દુનિયા નથી બદલાઈ જવાની.
પણ જે વ્યક્તિની મદદ આપણે કરીશું,
એ વ્યક્તિની દુનિયા જરૂર બદલાઈ જશે.
આપણે સહુ અત્યારે સોશિયલ મીડિયાના જમાનામાં જીવીએ છીએ. સારા વિચારો આચરણમાં મુકાય એ જરૂરી છે. કોઈએ સુંદર કહ્યું છે, કે ‘તમે કયા સંતનું સ્ટેટસ કોપી કરો છો તે મહત્વનુ નથી. તે કોપી સ્ટેટસમાથી જીવનમાં શું ઉતાર્યું એ મહત્વનુ છે.’ દરરોજ સવાર સારા વિચારો શેર કરીને કરીએ એ સારું છે. સાથે સાથે કુટુંબના સભ્યોથી જોડાયેલા રહીએ. વાસ્તવિક સબંધો જીવંત રાખીએ. ઘણી વખત 5000 ફેસબુક ફ્રેન્ડ અને 25-50 વોટ્સ એપ ગ્રૂપવાળા લોકો વાસ્તવિક સબંધોથી અતડા હોય છે. આપણી સાથે એવું ના બને. આપનો દિવસ જ નહીં જીવન સુંદર બને.