1. પ્રથમ સ્થિતિ:
પદ્ધતિ : બંને પગને એકસાથે રાખીને સૂર્યની સામે સીધા ઊભા રહો. બંને હથેળીને છાતી સામે નમસ્કાર મુદ્રામાં જોડો. નજર સામે રાખો. પૂરેપૂરો શ્વાસ બહાર છોડો. શરીરને તણાવમુક્ત રાખો. આ સ્થિતિને ‘પ્રણામ આસન’ કહેવામાં આવે છે.
2. દ્ધિતિય સ્થિતિ :
પદ્ધતિ : ધીમે ધીમે બંને હાથ કોણીમાંથી વાળ્યા સિવાય સીધા ઊંચા લઈ જઈને પાછળની તરફ કમરમાંથી વળી શકાય તેટલું વળીને પાછળ ઝુકો. પગ સીધા રાખો. આંખો ખુલ્લી રાખી આકાશ તરફ જુઓ. આ સ્થિતિને ‘હસ્તઉત્તાન આસન’ કહેવામાં આવે છે.
3. ત્રીજી સ્થિતિ :
પદ્ધતિ : જ્યાં સુધી હાથની આંગળીઓ અથવા હથેળી પગના પંજાની બાજુઓ અથવા હથેળી પગના પંજાની બાજુમાં જમીનને સ્પર્શ ન કરે ત્યાં સુધી ધીમે ધીમે શરીરને કમરમાંથી આગળ તરફ ઝુકાવો. પગને સીધા રાખો અને નાકથી ઘૂંટણને સ્પર્શ કરવાનો પ્રયત્ન કરો. આ સ્થિતિમાં આવતી વખતે શ્વાસને બહાર છોડો. આ સ્થિતિને ‘પસહસ્તાસન’ કહેવામાં આવે છે.
4. ચોથી સ્થિતિ :
પદ્ધતિ : પગનો ઘુંટણ અને પગના પંજાની આંગળીઓ જમીનને અડકેલી રહે એ રીતે જમણા પગને પાછળની બાજુએ લંબાવો. ડાબા પગનો ઘૂંટણ બંને હાથની વચ્ચે જમણી બગલની પાસે છાતી સાથે લાગેલો રહેશે. કમરને ધનુષ્યાકાર સ્થિતિમાં પાછળ તરફ લઈ ઝુકાવી નજર ઉપર તરફ રાખો. બંને હાથની આંગળીઓ જમીન સાથે લાગેલી રહેશે. આ સ્થિતિમાં જતી વખતે ધીમે ધીમે શ્વાસને અંદરની તરફ લેવો. આ સ્થિતિને ‘એકપાદ-પ્રસરણાસન’ કહેવામાં આવે છે. આમ, વારાફરથી દરેક સૂર્ય નમસ્કાર કરતી વખતે ડાબો અને જમણો પગ પાછળ લઈ લેવો.
5. પાંચમી સ્થિતિ :
પદ્ધતિ : ડાબા પગને પાછળ લાવી જમણા પગની બાજુમાં ગોઠવો. માથું બંને હાથની વચ્ચે રાખી, દ્ર્ષ્ટિને હાથથી 1 ફૂટ દુર રાખો. હાથ એકદમ સીધા રાખો. બંને પગ ગૂંટણમાંથી સીધા રાખવા. શ્વાસ છોડતા છોડતાં અંતિમ સ્થિતિમાં આવો. આ સ્થિતિને ‘દંડાસન’ કે ‘દ્વિપાદ-પ્રસરણાસન’ કહેવામાં આવે છે.
6. છઠ્ઠી સ્થિતિ :
પદ્ધતિ : ઘૂંટણને વાળી શરીરને જમીન સાથે અડાડો, અંતિમ સ્થિતિમાં બંને પગની આંગળીઓ, બંને ઘૂંટણ, છાતી, બંને હથેળેઓ અને દાઢી જમીન સાથે લાગેલાં રાખો. નિતંબ અને કમરને જમીનથી સહેજ ઉપર રાખો. આ સ્થિતિમાં શ્વાસને બહાર રોકો. આ સ્થિતિને ‘અષ્ટાંગ નમસ્કાર આસન’ કહેવામાં આવે છે.
7. સાતમી સ્થિતિ :
પદ્ધતિ : પગના પંજા અને હથેળીને ખસેડ્યા સિવાય છાતી અને માથાને ઉપરની તરફ ઉઠાવો. હાથને સીધા કરતાં કમરથી શરીરને ધનુષ્યાકાર બનાવો. નજર ઉપરની બાજુએ ઉઠાવતી વખતે અને કરોડને ધનુષ્યાકાર બનાવતી વખતે ધીરે ધીરે ઉંડો શ્વાસ ભરવો. આ સ્થિતિને ‘સુર્યાસન’ કહેવામાં આવે છે.
8. આઠમી સ્થિતી :
પદ્ધતિ : નિતંબને ધીરે ધીરે ઉપરની તરફ ઉઠાવો અને માથું બંને હાથની નીચેની તરફ ઝુકાવો. બંને પગના પંજા, એડી તથા હથેળી જમીન સાથે લાગેલાં રહેશે. આ સ્થિતિમાં હ્સ્વાસ છોડતાં છોડતાં આવો. આ સ્થિતિને ‘પર્વતાસન’ કેહેવામાં આવે છે.
9. નવમી સ્થિતિ :
પદ્ધતિ : સૂર્યનમસ્કાર ની આ સ્થિતિ ચોથી સ્થિતિ જેવી છે. ડાબા પગને આગળ લઈ જાઓ તથા પંજાને બંને હાથની વચ્ચે રાખો. જમણો ઘૂંટણ જમીન સાથે અડકેલો રહેશે. કમરથી શરીરને શનુષ્યાકાર સ્થિતિમાં પાછળની તરફ ઝુકાવો. નજર ઉપરની બાજુ રાખો. આ સ્થિતિમાં પાછળની બાજુ ઝુકાવો. નજર ઉપરની બાજુ રાખો. આ સ્થિતિમાં જતી વખતે શ્વાસને અંદર ભરો. આ સ્થિતિને ‘અસ્વસંચાલનાસન’ અથવા ‘એકપાદ-પ્રસરણાસન’ કહેવામાં આવે છે.
10. દસમી સ્થિતિ :
પદ્ધતિ : સૂર્યનમસ્કાર ની આ સ્થિતિ ત્રીજી સ્થિતિ જેવી જ છે. ડાબા પગને જમણા પગની બાજુમાં લઈને આવો. પગને સીધા રાખીને કમરથી શરીરને આગળની બાજુએ ઝુકાવો. માથાને ઘૂંટણની નજીક લઈ જવાનો પ્રયત્ન કરો. આ સ્થિતિમાં આવતી વખતે શ્વાસને બહાર છોડો. આ સ્થિતિને ‘પાદહસ્તાસન’ કહેવામાં આવે છે.
11. અગિયારમી સ્થિતિ :
પદ્ધતિ : સૂર્ય નમસ્કારની આ સ્થિતિ બીજી સ્થિતિ(હસ્તઉત્તન) જેવી છે. હાથને શરીરની ઉપર લઈ જઈને કમરથી શરીરને પાછળની બાજુ ઝુકાવો. આંખો ખુલ્લી રાખી આકાશ તરફ જુઓ. આ સ્થિતિમાં જતી વખતે શ્વાસને અંદર ભરો. આ સ્થિતિને ‘હસ્તઉત્તાન આસન’ કહેવામાં આવે છે.
12. બારમી સ્થિતિ :
પદ્ધતિ : સૂર્યનમસ્કારની આ સ્થિતિ પહેલી સ્થિતિ જેવી છે. નમસ્કારની મુદ્રામાં હાથને છાતીની સામે રાખીને સૂર્યની સામે સીધા ઊભા રહો. શરીરનાં બધાં અંગોને શિથિલ કરો. આ સ્થિતિમાં આવતી વખતે શ્વાસને બહાર છોડો. આ સ્થિતિને ‘પ્રણામ આસન’ કહેવામાં આવે છે.
(સંદર્ભ : ધોરણ 8 અને 9, વિષય – યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ)
Controlling immunological responses requires the cytokine interleukin-2 (IL-2), commonly referred to as IL-2 Human. It…
What is Mortgage Insurance? Mortgage insurance is a type of insurance policy designed to protect…
Through the standard form offers different advantages in mathematical calculations and scientific notation. Firstly, it…
Introduction Stress is a feeling caused by an external trigger that makes us frustrated, such…
Sociology is a broad discipline that examines societal issues. It looks at the meaningful patterns…
Some info about Inch Inches are a unique measure that persuades us that even the…