ॐ Om અથવા પ્રણવ ભારતીય મૂળના ધર્મો હિન્દુ, જૈન તથા બૌદ્ધ ધર્મનું એક પવિત્ર પ્રતિક છે.
ૐને મૂળ મંત્ર પણ ગણવામાં આવે છે અને સંસ્કૃતના મોટાભાગના મંત્રોની શરુઆત ૐથી થાય છે.
ૐ અ+ઉ+મ એ ત્રણ ધાતુઓનો બનેલો શબ્દ છે.
ઓમકાર એ પૃથ્વીની સૌથી પ્રાચીન સંસ્કૃત ભાષાનો શબ્દ છે અને તેને બ્રહ્માંડની ઉત્પત્તિ પછીનો કે ઉત્પત્તિ સમયનો પ્રથમ શબ્દ ગણવામાં આવે છે.
વર્તમાનમાં પ્રાપ્ય દુનિયાના સૌથી પ્રાચીન ગ્રંથ ૠગ્વેદમાં ૐ નો પ્રયોગ અનેક ઠેકાણે કરાયેલો છે.
સંસ્કૃતના એક શ્લોકમાં ૐ વિષે આ પ્રમાણે જણાવ્યુ છે.
ऊँ कार बिन्दु संयुक्तं नित्यं ध्यायन्ति योगिना:।
कामदं मोक्षदं चैव ऊँकाराय नमो नम:॥
અર્થાત ‘ઓમકાર સર્વ પ્રકારની કામનાઓને પૂરી કરનાર અને મોક્ષ આપનાર છે.
એ બિંદુ સાથેના ઓમકારનું યોગીઓ નિત્યનિરંતર ધ્યાન કરે છે. એવા ઓમકારને હું નમસ્કાર કરું છું. ‘
ઓમકારનો અર્થ અને મહત્વ
ગુજરાતી સંત યોગેશ્વરે પોતાના પુસ્તક સાધનમાં ઓમકારનું રહસ્ય લેખમાં જણાવ્યું છે કે,
- ભારતના પ્રાતઃસ્મરણીય ઋષિવરોએ એકાંતમાં વાસ કરીને પોતાની જાતની શુદ્ધિ સાધી, અને પોતાના સ્વરૂપોનું અનુસંધાન કર્યું,
- ત્યારે એ અનવરત અનુસંધાનના ફળરૂપે એમને પોતાની અંદર રહેલા પરમાત્મતત્વનું દર્શન થયું.
- પરમાત્મા સાથેની એકતાનો એવી રીતે એમને અનુભવ થયો, પોતાની શોધ એમણે कोङहम् થી શરૂ કરી હતી.
- એટલે કે હું કોણ છું ? મારૂં મૂળભૂત કે સત્ય સ્વરૂપ શું છે ?
- આ શરીરની અંદર કોઈ તત્વ કે ચેતના છે જે મારી સાથે સંકળાયેલી હોય ? એ એમના અન્વેષણનો આરંભ હતો.
- અને એની પૂર્ણાહુતિ થઈ. सोङहम् માં એટલે કે હું પરમાત્મા છું અથવા પરમાત્મારૂપ છું.
- એ પરમાત્મા કેવા છે ?
- તો એમણે કહ્યું કે સત્યરૂપ છે, જ્ઞાનસ્વરૂપ છે, આનંદમય છે, મંગલ છે; સુંદરતાની મૂર્તિ છે, પ્રેમમય છે,
- સમસ્ત સંસારમાં વ્યાપક છે, સર્વજ્ઞ છે, તથા સર્વસમર્થ છે;
- માયાના અધીશ્વર ને મૃત્યુંજય છે, નિર્ભય છે, શોક તથા મોહથી રહિત છે, ને સર્વોત્તમ છે. એ પરમાત્મા મારું રૂપ છે અથવા હું જ છું.
- એટલે સમસ્ત ભારતીય સાધનાનો નિષ્કર્ષ અથવા તો ભારતીય તત્વજ્ઞાનનો આત્મા સોઙહ મ્ માં સમાઈ ગયો છે,
- અને ૐ એનું મિતાક્ષરી, સંક્ષિપ્ત રૂપ છે. સોઙહ મ્ માંથી આગળના સ તથા વચલા હને કાઢી નાખો એટલે કેવળ ૐ બાકી રહેશે.
- ૐની અંદર એવી રીતે ભારતના વૈદિક કાળના મહાપુરૂષોની સમસ્ત તાત્વિક વિચારધારા સમાયેલી છે,
- યુગોની અંતરંગ સાધના સાકાર બનેલી છે, અને જ્ઞાનદ્રષ્ટિ આવિર્ભાવ પામી છે.
- ૐ ના એક જ મંત્રમાં ભારતીય સાધનાનું હૃદય કેવું ધડકી રહ્યું છે,
- ભારતીય વિચારધારા કેટલી બધી પરિસીમાએ પહોંચી છે, તેની કલ્પના આટલા વિચારવિમર્શ પછી સહેજે આવી શકશે.
- ૐમંત્રને ભારતીય તત્વજ્ઞાનના પ્રતિનિધિ તરીકે સ્વીકારવામાં કોઈ પણ પ્રકારની હરકત નથી,
- તેની પ્રતીતિ પણ આટલા પરથી સહેલાઈથી થઈ શકશે.’
સૃષ્ટિ નું ત્રિવિધ સ્વરૂપ:
‘આ સમસ્ત સૃષ્ટિ ત્રિગુણાત્મિકા પ્રકૃતિમાંથી પ્રકટ થયેલી છે એટલે તેમાં બધી વસ્તુઓ ત્રિવિધ છે.
- પ્રકૃતિના ગુણ પણ ત્રણ છે : સત્વ, રજ અને તમ.
- ત્રણ લોક : ઉત્તમ, મધ્યમ તથા કનિષ્ઠ અથવા સ્વર્ગ, મૃત્યુ ને પાતાળ.
- ત્રણ અવસ્થાઓ : જાગૃતિ, સ્વપ્ન ને સુષુપ્તિ.
- ઈશ્વરનાં ત્રણ રૂપ : બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ.
- ત્રણ જાતનાં શરીર : સ્થૂલ, સૂક્ષ્મ ને કારણ.
- ત્રણ પ્રકારના જીવો : વિષયી, જિજ્ઞાસુ તથા મુક્ત.
- એવી રીતે સૃષ્ટિમાં બધું ત્રિવિધ છે,
- તે ત્રિવિધ પ્રકારની સૃષ્ટિનો નિર્દેશ ૐકારના અ, ઉ અને મ – ત્રણ અક્ષરોમાં કરવામાં આવ્યો છે,
- અને ઓમકારમાં જે બિંદુ છે તે સૃષ્ટિના સ્વામી, સર્વસત્તાધીશ કે સૂત્રધાર પરમાત્માનું વાચક છે.
- અવસ્થા, લોક, કાળ કે ગુણધર્મોથી અતીત અવસ્થાનો અથવા તો પરમાત્માનો તે નિર્દેશ કરે છે.
ॐ Om માટે શાસ્ત્રોમાં શું કહ્યું છે
બ્રહ્મ પ્રાપ્તિ માટેની વિવિધ સાધનાઓમાં પ્રણવોપાસના મુખ્ય છે, मुण्डकोपनिषद् અનુસાર,
प्रणवो धनु:शरोह्यात्मा ब्रह्मतल्लक्ष्यमुच्यते।
अप्रमत्तेन वेद्धव्यं शरवत्तन्मयो भवेत् ॥
ॐ Om માટે અંગ્રેજીમાં Om અથવા Aum લખાય છે. ૐ આપણી ભાષાનો શબ્દ છે અને તેને બીજી ભાષાઓમાં જીલવો શક્ય નથી.
આથી તેના ઉચ્ચારણ અનુસાર Om અથવા Aum લખાય છે.
વિવિધ ભારતીય ભાષાઓમાં ૐ