11 November Before independence – આઝાદી પૂર્વે
11 November 1675
Aurangzeb executes Sikh Guru Tegh Bahadur thus beginning the Sikh-Muslim feud that continues to this day.
ઔરંગઝેબે શીખ ગુરુ તેગ બહાદુરને દિલ્હીના ચાંદની ચોકમાં જાહેરમાં મસ્તક કાપીને મોતને ઘાટ ઉતાર્યા. આથી શીખ અને મુસ્લિમોના જે સંઘર્ષની શરૂઆત થઈ તે આજ સુધી ચાલુ રહી છે.
11 November 1793
English pioneer missionary William Carey, 32, reached Calcutta five months after setting sail for India. Later, Carey founded the Baptist Missionary Society, the first of the British Protestant missions agencies.
ઇંગ્લિશ અગ્રણી મિશનરી વિલિયમ કેરી ભારતની સફરની શરૂઆત પછી પાંચ મહિને કલકત્તા પહોંચ્યા. પાછળથી કેરીએ બ્રિટીશ પ્રોટેસ્ટન્ટ મિશન એજન્સીઓમાંની પ્રથમ એવી બાપ્ટિસ્ટ મિશનરી સોસાયટીની સ્થાપના કરી.
11 November 1866
Patthe Bapurao (Shridhar Krishna Kulkarni), famous poet Shahir, was born.
પ્રસિદ્ધ કવિ શાહીર પાઠે બાપુરાવ (શ્રીધર કૃષ્ણ કુલકર્ણી)નો જન્મ.
11 November 1872
Abdul Karim Khan, famous singer of “Kirana Gharana”, was born.
કિરાના ઘરાના ના પ્રખ્યાત ગાયક અબ્દુલ કરીમ ખાનનો જન્મ.
11 November 1888
Maulana AbulKalam Azad, freedom fighter, was born in Mecca. He was an outspoken champion of rationalism and progressiveness in all spheres of Indian life.
સ્વાતંત્ર્ય સેનાની મૌલાના અબુલ કલામ આઝાદનો મક્કામાં જન્મ. તેઓ ભારતીય જીવનના તમામ ક્ષેત્રોમાં સમતાવાદી અને પ્રગતિશીલતાના પ્રખર પુરસ્કર્તા હતા.
11 November 1888
Acharya Kripalani, nationalist and member of the Parliament, was born at Hyderabad, Sind.
સંસદ સભ્ય અને પ્રખર રાષ્ટ્રવાદી આચાર્ય ક્રિપલાણીનો સિંધના હૈદરાબાદ ખાતે જન્મ.
11 November 1906
Chetput Ramaswami Pattabhi Raman, politician and social worker, was born at Madras.
રાજકારણી અને સામાજિક કાર્યકર ચેતપુટ રામાસ્વામી પટ્ટાભી રમનનો મદ્રાસમાં જન્મ.
11-November-1913
Gandhi sentenced to nine months’ imprisonment at South Africa.
ગાંધીજીને દક્ષિણ આફ્રિકામાં નવ મહિનાની જેલની સજા.
11-November-1921
Gandhi urges Hindus to remove statue of ex-Viceroy Lord Lawrence.
ગાંધીએ હિન્દુઓને ભૂતપૂર્વ વાઇસરોય લોર્ડ લોરેન્સની પ્રતિમાને દૂર કરવાની વિનંતી કરી.
11 November 1923
Shamasunder Gururaj Mudgal, great educationist, was born at Bijapur, Bagalkot.
મહાન શિક્ષણશાસ્ત્રી શ્યામસુંદર ગુરુરાજ મુદગલનો બાગલકોટના બીજાપુર ખાતે જન્મ.
11-November-1924
Rusi Sheriyar Modi, cricketer (Indian batsman in post-War years), was born in Surat, Gujarat.
ક્રિકેટર રુસી શેરિયાર મોદી (યુદ્ધ પછીના વર્ષોમાં ભારતીય બેટ્સમેન)નો ગુજરાતના સુરતમાં જન્મ.
11 November-1924
SunderLal Munnalal Patwa was born in Kukdeshwar, Distt. Neemuch (Madhya Pradesh).
સુંદરલાલ મુન્નાલાલ પટવાનો નીમચ જિલ્લાના કૂકડેશ્વર (મધ્ય પ્રદેશ) ખાતે જન્મ.
11 November After independence – આઝાદી બાદના બનાવો
11th November 1947
Temple of Vithoba in Pandharpur opened for Harijans. Ganpatrao Tapase was the first harijan to enter the temple.
પંઢરપુરમાં વિઠોબા મંદિર હરિજનો માટે ખુલ્લું મુકાયું. મંદિરમાં પ્રથમ પ્રવેશ કરનાર હરિજન હતા ગણપતરાવ તાપસે.
11th November 1958
Inauguration of ‘Indian’, first one in Indian Explosive Ltd’s factory at Gomia.
ભારતમાં વિસ્ફોટકો માટેની પ્રથમ ફેક્ટરીનું ગોમિયા ખાતે ઉદ્ઘાટન.
11th November 1973
India’s first International Philatelic Exihibition started in New Delhi.
નવી દિલ્હીમાં ભારતની પ્રથમ આંતરરાષ્ટ્રીય ટપાલ ટિકિટ સંગ્રાહકો માટેની સ્પર્ધા શરૂ થઈ.
11th November 1979
President N. Sanjiva Reddy declares the opening of the first International Trade Fair of India.
રાષ્ટ્રપતિ નીલમ સંજીવ રેડ્ડીએ ભારતના પ્રથમ આંતરરાષ્ટ્રીય વેપાર મેળાનું ઉદઘાટન કર્યું.
11th November 1980
The Hindustan Times says the ‘British have reverted to what they basically are & a small, little people with small, little minds inhabiting a small, little island in the Atlantic.
હિન્દુસ્તાન ટાઇમ્સ કહ્યું કે ‘બ્રિટીશ લોકો મૂળભૂત રીતે જે હતા અને છે’ – એટલાન્ટિકના એક નાનકડા ટાપુના નાના મનવાળા લોકો તેમના નાનકડા ટાપુમાં પરત ફર્યા.
11th November 1991
Supreme Court declares the Anti-Defection Law as constitutional but holds that decisions of Presiding Officers under the law could be subjected to judicial review.
સુપ્રીમ કોર્ટે પક્ષાંતર કાયદાને બંધારણીય જાહેર કર્યો, પરંતુ કાયદા હેઠળના પીઠાધિશ અધિકારીના નિર્ણયને ન્યાયિક સમીક્ષા હેઠળ લઈ શકાય તેમ ઠરાવ્યું.
11th November 1992
S. Bangarappa resigns as the CM of Karnataka.
એસ. બંગારપ્પાએ કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે રાજીનામું આપ્યું.
11th November 1996
A.P. cyclone toll may cross 2,500.
આંધ્ર પ્રદેશમાં ચક્રવાતથી 2,500 કરતાં વધુના મોતની આશંકા.
11th November 1998
India objects to Washington’s discrimination in easing sanctions against New Delhi and Islamabad, clamped in the wake of the nuclear tests by the two countries.
ભારતે પરમાણુ પરીક્ષણને કારણે અમેરિકા દ્વારા ભારત અને પાકિસ્તાન પર લગાવેલા પ્રતિબંધોનો ભેદભાવપૂર્ણ અને અસમાન ગણાવી વિરોધ કર્યો.
11th November 1998
V. M. Devaraj (78), DMK leader and former MLA, passed away after a brief illness. He represented Vellore in 1980, 1984 and 1989. He was a close associate of the DMK founder, C. N. Annadurai.
ડીએમકેના નેતા અને ભૂતપૂર્વ ધારાસભ્ય તથા ડીએમકેના સ્થાપક સી. એન. અન્નાદુરાઈના નજીકના સાથી વી. એમ. દેવરાજ (78)નું ટૂંકી માંદગી બાદ અવસાન.
11th November 1999
Mr. Vajpayee, Prime Minister, leaves for Durban summit of the Commonwealth Heads of Government meeting (CHOGM).
વડા પ્રધાન વાજપેયી ડર્બનમાં કોમનવેલ્થ રષ્ટ્રાધ્યક્ષોની મિટિંગમાં હાજરી આપવા રવાના.
11th November 2000
Mohun Bagan wins the Durand Cup in New Delhi.
નવી દિલ્હીમાં દુરંદ કપ સ્પર્ધામાં મોહન બાગાનની જીત.
11th November 2000
Harin Pathak, Union Minister of State for Defence, resigns after being chargesheeted by a sessions court in Ahmedabad in a case relating to the murder of a head constable at the height of the anti-reservation agitation in 1985.
1985 ના અનામત વિરોધી આંદોલન દરમિયાન હેડ કોન્સ્ટેબલની હત્યાના કેસમાં અમદાવાદ સેશન્સ કોર્ટ દ્વારા ચાર્જશીટ દાખલ થતાં રાજ્ય કક્ષાના સંરક્ષણ પ્રધાન હરિન પાઠકનું રાજીનામું.
આ વિષયમાં આથી અગાઉનો લેખ ‘10 November events in history મહત્વના બનાવો‘