16 November Before independence – આઝાદી પૂર્વે
16 November 1713
Chhatrapati Shahuji appointed Balaji Vishwanath, a very remarkable man in Maratha history, as ‘Peshwa’.
છત્રપતિ શાહુજીએ મરાઠા ઇતિહાસમાં ખૂબ જ નોંધપાત્ર એવા બાલાજી વિશ્વનાથને ‘પેશ્વા’ તરીકે નિયુક્ત કર્યા.
16 November 1860
First group of Indian worker’s reached Natal, South Africa.
ભારતીય મજૂરોનું પ્રથમ જૂથ દક્ષિણ આફ્રિકાના નાતાલ પહોંચ્યું.
16 November 1877
Ardaseer Cursetjee Wadia, professor, pioneer and innovator, died. He was the first Indian who was elected as a Fellow of the Royal Society, London. Professor Wadia introduced lighting by gas and was the first to build “”INDUS””, a steam-ship in India in 1833. He also introduced sewing machine, photography and electro-plating.
પ્રોફેસર, પાયોનિયર અને સંશોધક અર્દસીર કુર્સેતજી વાડિયાનું અવસાન. તેઓ લંડનના રોયલ સોસાયટીના ફેલો તરીકે ચૂંટાયેલા પ્રથમ ભારતીય હતા. તેમણે ગેસ દ્વારા લાઇટિંગની રજૂઆત કરી. 1833 માં તેમણે ભારતમાં પ્રથમ વરાળ-જહાજ “ઈન્ડસ” બનાવ્યુ હતું. તેમણે સેવીંગ મશીન, ફોટોગ્રાફી અને ઇલેક્ટ્રો-પ્લેટિંગની શરૂઆત કરાવેલી.
16 November 1883
Pandit Baburao Vishnu Paradkar, eminent Hindi editor and journalist, was born at Varanasi.
જાણીતા હિન્દી સંપાદક અને પત્રકાર પંડિત બાબુરાવ વિષ્ણુ પરડકરનો વારાણસીમાં જન્મ.
16 November 1887
Padmacharan Patnaik, famous Orria poet, was born.
પ્રસિદ્ધ ઓરિયા કવિ પદ્મચરણ પટનાયકનો જન્મ.
16 November 1908
Bommi Narsingh Reddy, famous film story writer, was born.
પ્રસિદ્ધ ફિલ્મ સ્ટોરી લેખક બોમી નરસિંહ રેડ્ડીનો જન્મ
16 November 1913
Agnihotri Ambadas Shankar, journalist and litterateur, was born.
પત્રકાર અને સાહિત્યકાર અગ્નિહોત્રી અંબાદાસ શંકરનો જન્મ.
16 November 1915
Vishnu Ganesh Pingle, martyr, died.
શહીદ વિષ્ણુ ગણેશ પિંગલેનું અવસાન.
16 November 1921
Nearly 700 Mopalh rebels were killed by the Gurkhas as they attacked the Pandikkad post at Delhi.
ગુરખાઓનો સામનો કરતા દિલ્હીમાં પાંડિકાદ પોસ્ટ પર હુમલો કરનાર આશરે 700 મોપલા બળવાખોરો માર્યા ગયા.
16 November After independence – આઝાદી બાદના બનાવો
16-November-1947
Kamta Prasad “Guru” died at Jabalpur. He was renowned for his contribution in the field of Hindi Grammer. He was the editor of a monthly ‘Saraswati’ and ‘Balasakha’, children magazines.
કામતા પ્રસાદ “ગુરુ” નું જબલપુરમાં મૃત્યુ. તેઓ હિન્દી વ્યાકરણ ક્ષેત્રે તેમના યોગદાન માટે જાણીતા હતા. વળી, માસિક ‘સરસ્વતી’ અને ‘બાલસખા’ (બાળકોના સામયિકો)ના સંપાદક હતા.
16-November-1958
India and U.S.S.R. sign trade agreement to exchange Soviet industrial and agricultural equipment for farm commodities at Moscow.
કૃષિ ઉત્પાદનોના બદલામાં સોવિયેત ઔદ્યોગિક અને કૃષિ સાધનોનું વિનિમય કરવા ભારત અને યુ.એસ.એસ.આર. વચ્ચે મોસ્કોમાં વેપાર કરાર.
16-November-1962
Chinese troops launch a major offensive in the frontier war.
ચાઇનીઝ ટુકડીઓએ સરહદી યુદ્ધમાં મોટા પાયે આક્રમણ શરૂ કર્યુ.
16-November-1983
KapilDev took 9-83 vs West Indies at Ahmedabad. India still lost the game.
અમદાવાદ ખાતે કપિલ દેવે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ મેચમાં 83 રનમાં 9 વિકેટ લીધી. જો કે તેમ છતાં ભારત મેચ હારી ગયું.
16-November-1986
Second SAARC summit held at Bangalore.
બીજી સાર્ક સમિટ ભારતમાં બેંગલોર ખાતે યોજાયી.
16-November-1988
India gives full recognition to the state of Palestine.
ભારતે પેલેસ્ટાઇન રાજ્યને સંપૂર્ણ માન્યતા આપી.
16-November-1989
66 out of 71 trapped miners at Raniganj rescued.
રાણીગંજમાં ફસાયેલા 71 ખાણિયોમાંથી 66 ને બચાવી લેવાયા.
16th November 1990
Allahabad High Court stays UP Government’s decision to increase reservation quota for Backward Classes.
અલ્હાબાદ હાઈકોર્ટે ઉત્તર પ્રદેશ સરકારના પછાત વર્ગો માટે આરક્ષણ ક્વોટા વધારવાના નિર્ણય સામે મનાઈ હુકમ આપ્યો.
16th November 1990
Chandrasekhar Government wins confidence motion of 280 for 214 against and 11 abstained (17 members were absent).
ચંદ્રશેખર સરકારે 214 સામે 280 મતથી વિશ્વાસ મત જીત્યો. (17 સભ્યો ગેરહાજર અને 11 મતદાનથી દૂર રહ્યા)
16th November 1991
Madhukar Karekar, famous journalist, died.
પ્રખ્યાત પત્રકાર મધુકર કારેકરનું અવસાન.
16th November 1992
Reservation, Supreme Court rejects economic criteria.
સુપ્રીમ કોર્ટે આરક્ષણ માટે આર્થિક માપદંડને નકારી કાઢ્યો.
16th November 1993
Kashmir’s 32-day-old Hazaratbal impasse ends with militants’ surrender.
આતંકવાદીઓના આત્મસમર્પણ સાથે કાશ્મીરમાં 32-દિવસના હઝરતબાલ હુમલાનો અંત આવ્યો.
16th November 1995
Mass Rapid Transit System (MRTS), India’s first elevated suburban railway, becomes operational in Madras.
ભારતની પહેલી એલિવેટેડ ઉપનગરીય રેલવે, માસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ (MRTS) મદ્રાસમાં કાર્યરત બની.
16th November 1995
The Pension scheme ordinance for 18 million Provident Fund subscribers takes effect with an initial corpus of Rs. 85.00 billion.
વટહુકમ દ્વારા રૂ. 85 બિલિયનના પ્રારંભિક ભંડોળ સાથે 18 મિલિયન પ્રોવિડન્ટ ફંડ સબ્સ્ક્રાઇબર્સ માટે પેન્શન સ્કીમની શરૂઆત.
16th November 1997
Sandalwood smuggler Veerappan offers to surrender.
ચંદન ચોર વીરપ્પને શરણાગતિ માટે ઓફર કરી.
16th November 1999
Suraj Bhan, Bihar Governor, dismisses the Horticulture and Weights and Measurements Minister Samrat Chaudhary in the Rabri Devi cabinet for being ‘underaged’.
બિહારના ગવર્નર સુરજ ભાણે રાબરી દેવી સરકારના બાગાયત અને વજન અને તોલમાપ મંત્રી સમ્રાટ ચૌધરીને ઉમ્મર ઓછી હોવાથી બરતરફ કર્યા.
16th November 2000
The Government to reduce equity holding in nationalised banks from 51 per cent to 33 per cent.
સરકારે રાષ્ટ્રીયકૃત બેંકોમાં ઇક્વિટી હોલ્ડિંગ 51 ટકાથી ઘટાડી 33 ટકા કરવાનું ઠરાવ્યું.
આ વિષયમાં આથી અગાઉનો લેખ ‘15 November events in history મહત્વના બનાવો‘