20 September: એ દક્ષિણના પ્રખ્યાત સંત નારાયણ ગુરુનો નિર્વાણ દિન છે. 1928 ની 20 September ના દિવસે તેમણે દેહ ત્યાગ કરેલો. તેઓ ગુરુ ‘નાનુ’ તરીકે પણ જાણીતા છે. કન્યાકુમારી જિલ્લાના મારુતવન ની ગુફાઓમાં તેમણે સાધના કરેલી. તેઓ ત્યાં પરમ તત્વને પામેલા એમ મનાય છે.
રિઝર્વ બેન્કે ગુરુ નારાયણ દેવની યાદમાં બહાર પાડેલા સ્મારક સિક્કા
જ્ઞાતિ વિહીન સમાજ:
નારાયણ ગુરુ તેમની સમાજસુધારક પ્રવૃત્તિઓથી પણ જાણીતા છે. તેમણે જ્ઞાતિ વિહીન સમાજ માટે ખૂબ કામ કર્યું. દક્ષિણ કેરળના અરૂવીપ્પુરમ ખાતે તેમણે એક મંદિર બનાવડાવેલું. આજે તે અહી પ્રખ્યાત તીર્થ છે. અહી કોઈ પણ જાતિ કે ધર્મના ભેદ વિના દરેક પુજા કરી શકે છે. જ્યારે સ્ત્રીઓ અને દલિતો સાથે ભેદભાવ ચરમ પર હતો ત્યારે તેમણે આ વિચારો ફેલાવ્યા. સમાજની ધરનાઓથી વિપરીત સાચી વાત કહેવી ખૂબ દુષ્કર હોય છે. જે તેમણે કર્યું. મહાત્મા ગાંધી અને રવિન્દ્રનાથ ટાગોર તેમના પ્રશંષકો હતા.
નારાયણ ગુરુ 60 વર્ષની ઉમરે
બધા મનુષ્ય એક સમાન:
નારાયણ ગુરુના સમયમાં કેરલ ત્રાવણકોર રાજ્ય ગણાતું.
નીચી જાતિઓ અને જાતિ બહારના લોકો પ્રત્યે બેદભાવ ખૂબ હતો.
સ્ત્રીઓને પુજા કરવામાં અડચણો હતી.
તેમણે સ્ત્રી-પુરુષ, ઊંચ-નીચના ભેદ મિટાવવા કાર્ય કર્યું.
તે કહેતા, “ઈશ્વર ના પૂજારીનો છે, ના ખેડૂતનો છે. તે દરેકમાં વસે છે.”
તેઓ એવો ધર્મ ઇચ્છતા હતા જેમાં માણસ-માણસનો સ્નેહ ખીલે.
નીચી જાતિના લોકો પણ સ્વમાનભેર જીવે. પૂજા દરેક કરી શકે.
અરુવિપ્પુરમ મંદિરનો તે સમયે બ્રાહ્મણોએ ખૂબ વિરોધ કરેલો.
કારણ કે ત્યાં કોઈ પણ પૂજા કરી શકતું. આજે તે તીર્થ ધામ છે.
સમય કરતાં આગળ વિચારનાર જ ચીલો પાડે છે. નાનું ગુરુ એવા માણસ હતા.
મુર્તિ વિહીન મંદિર:
તે મુર્તિ વિનાના મંદિર બનાવવા ઇચ્છતા હતા. તેમનો મૂર્તિપૂજાનો વિરોધ હતો. એ રાજા રમમોહન રાયની જેમ મૂર્તિપૂજાના વિરોધી નહોતા. તે દરેકને ઈશવાર સાથે જોડાવા માગતા હતા. આથી સહુનો સમાન ઈશ્વર ચાહતા. એટલે તેમણે મુર્તિ વિહીન મંદિર બનાવ્યું.
શિવગીરી ખાતેની નારાયણ ગુરુની સમાધિ.
આજે પણ આપણે જ્ઞાતિ વિહીન સમાજ રચી શક્યા નથી. જ્યારે અસ્પૃશ્યતા ચરમ પર હતી ત્યારે તેમણે આ કલ્પના કરેલી. દ્રષ્ટિ હોવી અને તે માટે કામ કરવામાં ફરક છે. હિન્દુ સમાજની સુધારણા માટે અનેક લોકોએ કાર્ય કર્યું છે. દરેક સફળ નથી થયા. નારાયણ ગુરુ પોતાના કાર્યમાં સફળ થયા તે આનંદની વાત છે. આપણે પણ એમના અધૂરા કાર્યો પૂરા કરીએ. એ જ મહાપુરુષોને સાચી શ્રદ્ધાંજલી કહેવાય.
My brother recommended I might like this website. He was entirely right.
This post truly made my day. You cann’t imagine simply
how much time I had spent for this information! Thanks!