26 October Before independence – આઝાદી પૂર્વે
26 October 1814
British General Governor declared war against Nepal.
બ્રિટીશ ગવર્નર જનરલે નેપાળ સામે યુદ્ધ જાહેર કર્યું.
26 October 1886
Godavarish Mishra, famous Orria poet, playwright and patriot, was born.
જાણીતા ઓરિયા કવિ, નાટ્યકાર અને દેશભક્ત ગોદાવરીશ મિશ્રાનો જન્મ.
26 October 1890
Martyr Ganesh Shankar Vidyarthi was born at Allahabad. He was also the editor of revolutionary weekly ‘Pratap’.
શહીદ ગણેશ શંકર વિદ્યાર્થિનો અલ્હાબાદ ખાતે જન્મ. તેઓ ક્રાંતિકારી સાપ્તાહિક ‘પ્રતાપ’ ના સંપાદક પણ હતા.
26 October 1891
Padmabhushan Vaikunthbhai Mehta, famous Gandhian leader, was born.
પ્રખ્યાત ગાંધીવાદી નેતા પદ્મભૂષણ વૈકુંઠભાઈ મહેતાનો જન્મ.
26 October 1928
R.S.Das, a law member of the Viceroy’s council, died in Calcutta.
વાઇસરોયની લૉ કાઉન્સિલના સભ્ય આર.એસ.દાસનું કલકત્તામાં અવસાન.
26 October 1930
Dr. Waldemar Modecal Haffkine, famous scientist, bacteriologist and professor, died in Paris. He had invented the Cholera vaccine in 1893 and a vaccine for Plague in 1897 at the Grant Medical College, Bombay.
ડો. વૉલ્મર મોડકલ હોપ્કીન, વિખ્યાત વૈજ્ઞાનિક, બેક્ટેરિયોલોજિસ્ટ અને પ્રોફેસર, પેરિસમાં અવસાન પામ્યા. તેમણે 1893 માં કોલેરા રસીની શોધ કરી હતી અને 1897 માં ગ્રાન્ટ મેડિકલ કોલેજ, બોમ્બે ખાતે પ્લેગ માટે રસીની શોધ કરી હતી.
26 October 1930
GulalBai Parekar, a14-year-old girl led a 13-girls team to hoist the national flag at Esplanade Park. A police sargeant tried to snach the flag and then kidnapped her.
એસ્પ્લેનાડ પાર્કમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવા ગુલાલ બાઇ પારકર નામની એક 14 વર્ષીય છોકરી 13-છોકરીઓની ટીમની આગેવાની લઈને ઊભી હતી ત્યારે એક પોલીસ સાર્જન્ટે ધ્વજને તોડી નાખવાનો પ્રયાસ કર્યો અને પછી તેણીનું અપહરણ કર્યું.
26 October 1932
Indian Muslim leader demands that Gandhi be released from prison. The Viceroy responded that this was only possible if Gandhi disassociated himself from the civil disobedience campaign.
ભારતીય મુસ્લિમ નેતાઓએ ગાંધીજીને જેલમાથી છોડવાની માગણી કરી. જેના જવાબમાં વાઇસરોયે ગાંધીજી પોતે સવિનય કાનૂન ભંગની ચળવળથી અલગ થઈ જાય તો જ એ શક્ય હોવાનું જણાવ્યુ.
26 October 1932
Chinadorai Deshmutu, Indian field hockey player (Olympics-1952), was born.
ચિનાદોરાઇ દેશમુતુ, ભારતીય ફિલ્ડ હોકી ખેલાડી (ઓલિમ્પિક્સ -1952)નો જન્મ.
26 October 1934
Akhil Bharatiya Gramin Udyog Sangh (All India Small Scale Industries Association) was founded and inaugrated by Mahatma Gandhi.
મહાત્મા ગાંધીએ અખિલ ભારતીય ગ્રામીણ ઉદ્યોગ સંઘ (ઓલ ઇન્ડિયા સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન) ની સ્થાપના કરી.
26 October 1935
Ashok P.Jain, great industrialist, was born.
મહાન ઉદ્યોગપતિ અશોક પી. જૈનનો જન્મ.
26 October 1937
Pandit Hridaynath Mangeshkar, famous music director, was born.
પ્રખ્યાત સંગીત નિર્દેશક પંડિત હૃદયનાથ મંગેશકરનો જન્મ.
26 October 1943
Cholera epidemic killed 2,155 people in the third week of October at Calcutta.
કોલકાતામાં ઓક્ટોબરના ત્રીજા સપ્તાહમાં કોલેરાના રોગચાળામાં 2,155 લોકોના મોત.
26 October 1946
27 die as violence between Hindus and Muslims continued in Calcutta.
હિન્દુ અને મુસ્લિમો વચ્ચે કલકત્તામાં હિંસા ચાલુ રહેતાં 27 ના મોત.
26 October After independence – આઝાદી બાદના બનાવો
26-October-1947
After the tribal column, raping and looting along the way by Pakistani Army continued at Baramulla, 50 kilometres from Srinagar. Maharaja of Jammu & Kashmir HariSinghji, then, signed the instrument of accession with India and the Indian Armed Forces reacted to the Pakistani Army’s infiltration. Great acts of personal gallantry and collective bravery were shown in the Kashmir operations. Major SomNath Sharma was awarded the PVC, India’s highest decoration for valour, and Brigadier Usman, commanding the 50th Parachute Brigade, was awarded the MVC. Both the soldiers were awarded posthumously.
પઠાણી કબલાઈઓ અને પાકિસ્તાની સેના દ્વારા બળાત્કાર અને લૂંટફાટ સહિત આક્રમણ શ્રીનગરથી 50 કી.મી. દૂર બારમુલ્લા પહોચતા, જમ્મુ અને કાશ્મીરના મહારાજા હરિ સિંઘજીએ ભારત સાથેના જોડાણખત પર હસ્તાક્ષર કર્યા. અને ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાની સૈન્યની ઘૂસણખોરી સામે વળતી કાર્યવાહી શરૂ કરી. આ કાર્યવાહીમાં બહાદુરી અને પરાક્રમોની સીમા વટાવી પોતાનું સર્વોચ્ચ બલિદાન આપનાર મેજર સોમનાથ શર્માને દેશનું સર્વોચ્ચ સન્માન પરમવીર ચક્ર મરણોપરાંત એનાયત કરાયું. 50 મી પેરાશ્યુટ બ્રિગેડના બ્રિગેડિયર ઉસ્માનને મરણોપરાંત મહાવીર ચક્રથી સન્માનીત કરવામાં આવ્યા.
26-October-1950
Mother Teresa founded Mission of Charity in Calcutta, India.
મધર ટેરેસાએ ભારતના કલકત્તામાં મિશન ઑફ ચેરિટીની સ્થાપના કરી હતી.
26-October-1950
Tirumalai Echambadi Srinivasan, cricketer (Indian opening batsman 1981), was born in Madras.
તિરુમલાઈ ઇચમ્બડી શ્રીનિવાસન, ક્રિકેટર (ભારતીય ઓપનિંગ બેટ્સમેન 1981)નો મદ્રાસમાં જન્મ.
26-October-1952
Pakistan’s first Test cricket win vs India. Fazal Mahmood took 12 wkts .
ભારત વિરુદ્ધ પાકિસ્તાનનો પ્રથમ ટેસ્ટ ક્રિકેટ મેચમાં વિજય. ફઝલ મહમ્મદે 12 વિકેટો લીધી.
26-October-1961
Heavy fighting flared up between India and Communist China in their three-year-old dispute over border lines in the Himalayas. Each side accused the other of initiating the fighting that began along the Tibetan border early in October.
ભારત અને સામ્યવાદી ચાઇના વચ્ચે હિમાલયની સરહદે ભારે લડાઇ.
26-October-1962
After Chinese attack, Emergency and Defence of India Ordinance was declared for the first time in India by the President.
ચાઇનીઝ હુમલા પછી, ભારતના રાષ્ટ્રપતિ દ્વારા પ્રથમ વખત બાહ્ય કટોકટીનો વટહુકમ જારી કર્યો.
26-October-1969
Neil Armstrong, the first men to land on Moon by ‘Apollo II ‘, and Edwin Aldrin came to Bombay.
એપોલો || યાન દ્વારા ચંદ્ર પર સૌપ્રથમ પગ મૂકનાર નીલ આર્મસ્ટ્રોંગ અને એડવિન એલ્ડ્રીન બોમ્બે આવ્યા.
26-October-1981
Dattatrey Ramchandra Bendre, Gyanpeet awardee and Kannad poet, died.
જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા કન્નડ કવિ દત્તાત્રેય રામચંદ્ર બાન્દ્રેનું અવસાન.
26-October-1990
V. Shantaram, veteran film producer, director and Dadasaheb Phalke awardee, died at the age of 90 years in Bombay.
પીઢ ફિલ્મ નિર્માતા, દિગ્દર્શક અને દાદાસાહેબ ફાળકે પુરસ્કાર વિજેતા વી. શાંતારામ બોમ્બેમાં 90 વર્ષની વયે અવસાન પામ્યા.
26-October-1991
Anantrao Bhalerao, freedom fighter, journalist and editor of daily newspaper ‘Marathwada’, died.
સ્વાતંત્ર્ય સેનાની, પત્રકાર અને દૈનિક અખબાર ‘મરાઠવાડા’ ના સંપાદક અનંતરાવ ભાલેરાવનું અવસાન.
26-October-1995
India decides to go ahead with Integrated Guided Missile Development Programme in the wake of US stand to supply $370 million arms package to Pakistan.
પાકિસ્તાનને 370 મિલિયન ડોલરનું શસ્ત્ર પેકેજ પૂરું પાડવાના અમેરિકના નિર્ણયને પગલે ભારતે ઇન્ટિગ્રેટેડ ગાઈડેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ આગળ વધારવાનો નિર્ણય કર્યો.
26-October-1996
CBI detects a chain of bank transactions between August ’93 and February ’96 by four JMM leaders.
સીબીઆઈએ ઓગસ્ટ ’93 અને ફેબ્રુઆરી ’96 વચ્ચે જેએમએમના ચાર નેતાઓ દ્વારા બેંક વ્યવહારોની કડીઓ મેળવી
26-October-1999
India is re-elected to United Nations Environment Programme (UNEP).
સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ (યુએનઇપી)માં ભારત ફરીથી ચૂંટાયું.
26-October-1999
Sonia Gandhi, Congress(I) president, visits cyclone-hit areas.
કોંગ્રેસ (આઈ) પ્રમુખ સોનિયા ગાંધીએ ચક્રવાતગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી.
26-October-1999
The Government rejected the demand that Rajiv Gandhi’s name be deleted from the chargesheet in the Bofors case.
સરકારે બોફોર્સ કેસમાં ચાર્જશીટમાંથી રાજીવ ગાંધીનું નામ કાઢી નાખવાની માંગણી નકારી કાઢી.
આ વિષયમાં આથી અગાઉનો લેખ ‘25 October events in history મહત્વના બનાવો‘