8 November Before independence – આઝાદી પૂર્વે
8 November 1661
Guru Har Rai passed away. Second son HarKishan became the eighth Sikh Guru age of 5 years 4 Months. He passed away at the age of 7 years 9 Months.
શીખ ગુરુ ગુરુ હરરાયનું અવસાન થયું. તેમના બીજા પુત્ર હર કિશન 5 વર્ષ અને 4 મહિનાની ઉંમરમાં આઠમા શિખ ગુરુ બન્યા. તેઓનું 7 વર્ષ 9 મહિનાની ઉંમરે અવસાન થયેલું.
8 November 1893
Dwaram Venkataswamy Naidu, great musician and professor, was born in Bangalore.
મહાન સંગીતકાર અને પ્રોફેસર દ્વારમ વેંકટસ્વામી નાયડુનો બેંગ્લોરમાં જન્મ.
8 November 1919
Madan Theatres Ltd. was founded under a Joint Stock Company at Calcutta. Their maiden venture ‘Bilwamangal’ was released on November 8, 1919 at the Cornwallis Theatre, Calcutta.
કલકત્તા સ્થિત સંયુક્ત સ્ટોક કંપની હેઠળ મદન થિયેટર્સ લિ. ની સ્થાપના કરવામાં આવી. તેનો પ્રથમ શૉ ‘બિલવામંગલ’ 8 નવેમ્બર, 1919 ના રોજ કલકત્તાના કોર્નવાલીસ થિયેટર ખાતે રજૂ થયો હતો.
8 November 1927
Lal Krishna Adwani was born in Karachi (now in Pakistan).
લાલ કૃષ્ણ અડવાણીનો કરાંચી (હવે પાકિસ્તાન)માં જન્મ.
8 November 1932
Sankhla Badluram, great industrialist, was born in Delhi.
મહાન ઉદ્યોગપતિ સંખલા બદલુરામનો દિલ્હીમાં જન્મ.
8 November After independence – આઝાદી બાદના બનાવો
8 November 1947
Junagadh accedes to India.
જુનાગઢનું ભારત સાથે જોડાણ.
8-November-1948
Nathuram Godse confesses to murder of Gandhi but denies conspiracy.
નથ્થુરામ ગોડસેએ ગાંધીની હત્યા કબૂલ કરી પરંતુ ષડયંત્રનો ઇનકાર કર્યો.
8-November-1960
Subroto Mukherjee died while having dinner in Tokyo, where he had gone with the Air India International Airlines which made its first inaugural flight to the city of Tokyo, Japan.
સુબ્રતો મુખર્જીનું ટોક્યોમાં રાત્રિભોજન વખતે અવસાન થયું. તેઓ એર ઇન્ડિયા ઇન્ટરનેશનલ એરલાઇન્સની જાપાનના ટોક્યો શહેરમાં પહેલી ઉદ્ઘાટન ફ્લાઇટ સાથે ગયા હતા.
8-November-1965
British Indian Ocean Territory formed.
બ્રિટીશ હિંદ મહાસાગર વિસ્તારની રચના.
8-November-1965
Bashiruddin Ahmad, religious leader and litterateur, passed away.
ધાર્મિક નેતા અને સાહિત્યકાર બશીરુદ્દીન અહમદનું અવસાન.
8th November 1966
Rameshwari Nehru, freedom fighter and social worker, died at 80 years in New Delhi. She founded “Stree-Darpan” Magazine in 1909 and was president of “Indian Women Association”. She had received Lenin Peace Prize in 1961 for her humanitarian services for upliftment of the down.
સ્વાતંત્ર્ય સેનાની અને સામાજિક કાર્યકર રામેશ્વરી નેહરુનું 80 વર્ષની ઉમરમાં નવી દિલ્હી ખાતે અવસાન. તેણીએ 1909 માં “સ્ત્રી-દર્પણ” મેગેઝિનની સ્થાપના કરી હતી. ઉપરાંત “ભારતીય મહિલા એસોસિએશન” ના અધ્યક્ષ હતા. તેણીને 1961 માં નબળા વર્ગના લોકોની માનવીય સેવાઓ માટે લેનિન શાંતિ પુરસ્કાર મળ્યો હતો.
8th November 1968
Jansattak Party established.
જનસત્તાક પાર્ટીની સ્થાપના
8th November 1977
Bommi Narsing Reddy, famous film story writer and Dadasaheb Phalke awardee, passed away.
વિખ્યાત ફિલ્મ સ્ટોરી લેખક અને દાદાસાહેબ ફાલ્કે પુરસ્કારથી સન્માનીત બોમી નરસિંહ રેડ્ડીનું મૃત્યુ.
8th November 1988
Salman Rushdie’s ‘The Satanic Verses’ awarded 1988 Whitbread Prize.
સલમાન રશ્દીની ‘ધ શેતાનિક વર્સિસ’ 1988 ના વ્હાઇટબ્રેડ પુરસ્કારથી સન્માનીત.
8th November 1990
Congress (I) extends support to Chandrasekhar to form Government, even as BJP and Left parties decline the request of President R. Venkataraman to form Government.
Rajasthan BJP CM Bhairon Singh Shekhwat wins confidence motion with the help of Janata Dal rebels (116-80).
ભાજપ અને ડાબેરી પક્ષોએ રાષ્ટ્રપતિ આર. વેંકટરામનની સરકાર રચવાની વિનંતીને નકારી કાઢી. કોંગ્રેસ (આઈ)એ ચંદ્રશેખરને સરકાર રચવા માટે ટેકો આપવાની જાહેરાત કરી.
રાજસ્થાન ભાજપના મુખ્યમંત્રી ભૈરોસિંહ શેખાવતે જનતા દળના બળવાખોરોની મદદથી વિશ્વાસમત જીત્યો. (116-80)
8th November 1991
K.P.S. Gill reappointed DGP in Punjab.
કેપીએસ ગિલ પંજાબના ડી.જી.પી. તરીકે પુન:નિયુક્ત.
8th November 1992
Mother Teresa, nobel prize winner, was presented ‘Bharat Ki Mahan Suputri’ award.
નોબલ વિજેતા મધર ટેરેસાને ‘ભારત કી મહાન સુપુત્રી’ એવોર્ડ એનાયત.
8th November 1997
India lifts Asia Cup tennis title in Delhi.
ભારતે દિલ્હીમાં એશિયા કપ ટેનિસ ટાઇટલ જીત્યું.
8th November 1999
The Government announces waiver of telephone bills up to Rs. 1000 in the rural areas of cyclone-hit Orissa.
ચક્રવાતગ્રસ્ત ઓરિસ્સાના ગ્રામીણ વિસ્તારોમાં સરકારે રૂ. 1000 સુધી ટેલિફોન બિલની છૂટ જાહેર કરી.
8th November 2000
India wins the men’s team title in the World Carrom championship in New Delhi.
નવી દિલ્હીમાં વર્લ્ડ કૅરમ ચેમ્પિયનશીપમાં ભારતીય પુરુષોની ટીમે ખિતાબ જીત્યો.
આ વિષયમાં આથી અગાઉનો લેખ ‘7 November events in history મહત્વના બનાવો‘